આપણા શરીરનું મુખ્ય કેન્દ્રીય બિંદુ નાભિને ગણવામાં આવે છે અને તે આપણા શરીરની સમગ્ર નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે તેથી જ આપણને ઘણી બધી વખત સ્વાસ્થ્યની બીમારીઓ થાય છે ત્યારે ઘણા બધા આયુર્વેદિક ડોક્ટરો નાભિ દ્વારા તેને ખૂબ જ સારી રીતે ઠીક કરી દેતા હોય છે. તેમજ જો તમે દરરોજ નાભીમાં તેલ લગાવો છો તો તમને ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો મળી શકે છે.
નાભિની પાછળ પિચોટી નામની એક ગ્રંથિ આવેલી હોય છે. અને તે આપણા શરીરમાં રહેલ ઘણી બધી ચેતાઓ, પેશી તથા વિવિધ અંગ સાથે જોડાયેલ હોય છે. તદ્દઉપરાંત તમારે માત્ર નાભીમાં તથા તેની આસપાસ તેલના અમુક ટીપાં નાખો અને તેને માત્ર 20 મિનિટ સુધી તેમજ રહેવા દો આમ કરવાથી તમને ઘણા બધા શારીરિક ફાયદા થાય છે. આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ નાભીમાં કયું તેલ લગાવવાથી કયા ફાયદા થાય છે તેના વિષે.
વજન ઓછું કરવા માટે તથા સાંધાનો દુખાવો દૂર કરવા માટે ઓલિવ ઓઇલ : આજ કાલ લોકોની ખોટી ખાણી પીણીના કારણે મેદસ્વિતા ખૂબ જ વધી ગઈ છે. તદુપરાંત વજન વધી જવાના કારણે સાંધાના દુખાવા પણ વધી જાય છે અને તે ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આ મેદસ્વિતા તથા સાંધાના દુખાવાને દૂર કરવા માટે રાત્રે નાભિમા ઓલિવ ઓઇલના બે ત્રણ ટીપા નાખવા જોઈએ, અને આ ઉપાય ને દરરોજ કરવાથી શરીરમાં ફેરફાર જોવા મળે છે.
ફાટેલી એડી તથા હોઠ માટે સરસવનું તેલ : અમુક ઋતુમાં ઘણા બધા લોકોના હોઠ તથા પગની એડી ફાટી જતી હોય છે. તથા આંખોમાં ખંજવાળની સમસ્યા પણ ઊભી થતી હોય છે આમ તેની માટે તમારે દરરોજ નાભિમાં સરસવનું તેલ લગાવવું જોઈએ આમ કરવાથી તમારી ત્વચામાં રહેલી ડ્રાયનેસ દૂર થઈ જશે અને તેની સાથે સાથે જ તમારું પાચનતંત્ર પણ ખૂબ જ સારું રહેશે.
ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે લીમડાનું તેલ : આપણા શરીર માટે કડવો લીમડો રામબાણ ઈલાજ છે અને જો તમારા ચહેરા ઉપર પીમ્પલ્સના કારણે વધુ ડાઘ ધબ્બા થઈ ગયા હોય તો તમારે લીમડાનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ તેની માટે દરરોજ તમારે તમારી નાભીમાં રાત્રે લીમડાના તેલના માત્ર ત્રણથી ચાર ટીપા નાખવાના છે. આમ દરરોજ તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફેર જોવા મળે છે.
ત્વચાને મુલાયમ કરવા માટે ઘી : ત્વચાને મુલાયમ તથા નરમ બનાવવા માટે દરરોજ નાભીમાં ઘી લગાવવું જોઈએ આમ દરરોજ નાભિમાં ઘી લગાવવાથી ત્વચા ખૂબ જ મુલાયમ બનશે. દેશી ઘીના ઉપયોગથી તમારી ત્વચા મુલાયમ બને છે.
ત્વચા માટે બદામનું તેલ : જો તમારો ચહેરો તાપના કારણે વધુ નિસ્તેજ થઈ ગયો છે તથા ખૂબ જ ડ્રાય લાગે છે તેની માટે તમારે તમારી નાભીમાં બદામના તેલના 2-3 ટીપા નો ઉપયોગ કરવાનો છે. તેનાથી તમારી ત્વચા ખૂબ જ ચોખ્ખી નિખારવા અને ચમકદાર જોવા મળશે.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ઘણી બધી સમસ્યાને દુર કરી શકો છો. જો તમારે અન્ય કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લઈને આ ઉપાય કરવો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી અને તમારી સમસ્યાને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.