મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં તમારા ઘરે મૃત્યુ પામેલા પિતૃઓને ખુશ કરવા માટે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેના વિશે માહિતી આપી દઈશું તેમજ ક્યાં દિવસે દાન કરવાથી તમારા પિતૃઓ ખુશ થાય છે અને તેની સંપૂર્ણ પૂજનવિધિ કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપી દઈએ.
મિત્રો કદાસ તમને ખબર નહિ હોય કે અમાસ અને પૂર્ણિમા આ બન્ને ખુબજ મહત્વના દિવસો છે આ દિવસે પૃથ્વી, ચંદ્ર, અને સૂર્ય એક જ રેખામાં હોય છે તથા અમાસના દિવસે ચંદ્ર, પૃથ્વી, અને તે સૂર્યની વચ્ચે હોય છે. ચંદ્રનો જે ભાગ પૃથ્વી તરફ હોય છે તેના ઉપર સૂર્યના કિરણોનો પ્રકાશ ન પડતો હોવાથી તે દિવસે ચંદ્ર દેખાતો નથી તેથી આ દિવસને અમાસ તરીકે લોકો ઓળખે છે. આ દિવસની રાત્રી સર્વત્ર અંધારું જ હોય છે.
હિંદુ ધર્મમાં અમાસનું ખુબજ મહત્વ હોય છે કારણ કે આ પવિત્ર દિવસે સૂર્યના હજારો કિરણોમાં મુખ્ય એવું અમાવસ્યા નામનું ફક્ત એક જ કિરણ ચંદ્રમાં રહેતું હોય છે. ચંદ્ર મનના સ્વામી છે તથા તે મનોબળ વધારવા માટે તથા પૂર્વજોની કૃપા મેળવવા માટે ખુબજ મદદરૂપ થાય છે. મિત્રો તમને કદાસ ખબર નહિ હોય કે અમાસ અને પૂર્ણિમાની પૃથ્વી ઉપર વિશેષ અસર પડતી જોવા મળે છે જેના કારણે પૃથ્વી પર વસતા જીવોના શરીર અને મન બંને અસ્વસ્થ બને છે આવું જો ન બને એટલા માટે તમે અમાસ અને પૂર્ણિમાના દિવસે દાન અને ઉપવાસ કરશો તો ખુબજ ફાયદો થાય છે.
હવે જાણી લઈએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક છે: તમે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને તમારી શક્તિ મુજબ ખોરાક, કપડા, સોનું અને ગાયનું દાન કરી શકો છો. આ પવિત્ર દિવસે તમે પૂર્વજોનું શ્રાદ્ધ, બ્રહ્માણ લોકોને ભોજન કરાવવું, અને ભગવાનનું જપ- ધ્યાન અને પૂજા અર્ચના કરવી.
હવે જાણી લઈએ કે અમાસના દિવસે કઈ રીતે પિતૃપૂજાની વિધિ કરવી: મિત્રો પિતૃ પૂજા વિશે એવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સંપતિ, તેમજ પુત્ર અને પૌત્ર આપે છે. તમે દરેક અમાસના દિવસે અને એમાં પણ ખાસ કરીને સોમવતી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાથી જીવનમાં ખુબજ સુખ, શાંતિ આવતી હોય છે.
આ પૂજા માટે તમારે કોઇપણ પવિત્ર જગ્યાએ સ્વસ્તિક બનાવવો અને તેના ઉપર પાણી અને રોલી નો છંટકાવ કરીને ફૂલ ચડાવવા. તથા તમારી અનુકુળતા મુજબ પ્રસાદી સ્વરૂપે મીઠાઇ અને બ્રાહ્મણ દેવતાને દક્ષિણા અર્પણ કરવી તથા બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું અને તેને કપાળે તિલક અવશ્ય કરવું હવે તે બ્રાહ્મણ દંપતીને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપીને વિદાઈ આપવી. આ રીતે તમે પૂજા વિધિ કરો એટલે તમારા પૂર્વજો ખુશ થાય છે અને પિતૃને મોક્ષ મળે છે.
આ દિવસે તમે ગરીબ લોકોને ચોખા, દૂધ, અને ખાંડથી બનાવવામાં આવેલી ખીરનું દાન કરી શકો છો. આ દાન કરવાથી પિતૃ તમને આશીર્વાદ આપતા હોય છે.
અમાસના દિવસે પિતૃઓને કેવી રીતે ભોજન અર્પણ કરવું: મિત્રો અમાસના દિવસને પૂર્વજો માટે ખુબજ શુભ દિવસ માનવામાં આવે છે, આ પવિત્ર દિવસે શ્રાદ્ધ કરવાથી તમારા પૂર્વજો ખુબજ પ્રસન્ન થતા હોય છે. કદાસ તમને ખબર નહિ હોય કે પૂર્વજો સુધી તમે શ્રાદ્ધમાં કરેલા ભોજનને કેવી રીતે પહોચાડવું ? તો ચાલો આપણે જાણી લઈએ, ચંદ્ર સૂર્ય કરતા નીચે હોય છે પૃથ્વી ઉપર બનવવામાં આવેલું ભોજન, તથા કરવામાં આવેલું દાન તથા પુણ્ય સૂર્યના કિરણોથી તે આકર્ષાય છે અને ચંદ્રમંડળ પર ચાલ્યા જાય છે કે જ્યાં પૂર્વજો રહે છે આ મુખ્ય કારણોસર અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ કરવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે.
માટે આ દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય, કે બ્રાહ્મણ દેવતાને કરાવવામાં આવેલું ભોજન અને ગરીબ લોકોને પણ આપવામાં આવેલું દાન એ પિતૃ મોક્ષ માટે ઉત્તમ માનવામાં આવે છે. આમ, અમે તમને આ આર્ટીકલમાં અમાસ અને પૂનમના દિવસે કરવામાં આવેલી પૂજા અને વિધિ દ્વારા આપણા પૂર્વજો ખુશ થતા હોય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.