આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ જયારે શરીરનો કોઈ ભાગ આગ, ગરમ તેલ અથવા ગરમ પાણીથી દાઝી ગયા હોય તો તેના ઘરેલું ઉપાય વિષે. આપણે જયારે કોઈ કારણોસર દાઝી જઈએ તો પેહેલા ડોક્ટર પાસે જવું જોઈએ પરંતુ ઘણીવાર ડોકટરની સારવાર ન મળતા આપણે આ ઘરેલું ઉપાય દ્વારા દાઝવાથી થતી બળતરા, સોજા અથવા ઘાવને મટાડી શકીએ છીએ.
વરાળ, આગ અથવા ગરમ તેલથી દાઝવા પર આ ઘરેલું ઉપાયોનો સહારો લઇ શકો છો. પરંતુ જો તમને અન્ય કોઈ વસ્તુની એલેર્જી હોય તો દાઝવાથી પડેલા ઘા પર આ ઘરેલું ઉપાય ન કરવા. દાઝવા પર એલોવેરા, મધ, ઠંડુ દૂધ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. લખઉના વિકાસ નગરમાં સ્થિત પ્રાંજલ આયુર્વેદિક ક્લિનિકના ડો.મનીષ સિંહના જણાવ્યા અનુસાર અમે તમને આ ઘરેલું ઉપાયો જણાવીશું .
દાઝવા પર ક્યારેય ન કરો આ ભૂલ : ડો મીનષ સિંહના જણાવ્યા અનુસાર દાઝવા પર ક્યારેય આ ભૂલ ન કરવી. જો તમારી ચામડી દાઝી ગઈ છે તો તેને ખુલ્લી છોડવાની ભૂલ ન કરો, જો ઘા ખુલ્લો રહી ગયો તો તેમાં ઈન્ફેક્શન લાગી શકે છે, ઈલાજ થવા પર ઘા પર પટ્ટી બાંધી લો. જો તમારી ચામડી કોઈ કારણે દાઝી ગઈ છે તો તમે કઈ પણ ત્વચા પર લગાવવા માટે રૂ નો ઉપયોગ ન કરો, આથી બેક્ટેરિયા પનપવાની શક્યતા રહેશે આ માટે આ ભૂલ ક્યારેય પણ ન કરો. જો તમે કોઈ કારણથી દાઝી ગયા છો તો ટિટનેસનું ઈન્જેક્શન ન ટાળો. કોઈ પણ રીતે દાઝવા પર ઈન્ફેક્શનનો ડર રહે છે અને તેથી ઈન્જેક્શન જરૂર લગાવી લો. જો તમે કોઈ કારણોસર દાઝી ગયા છે તો તમે આ ભૂલોને નકારો છો તો તમારી તકલીફ વધી શકે છે.
આગથી દાઝવા પર શું કરવું જોઈએ : તમે તીવ્ર આગ અથવા ગેસની જવાલાના કારણે દાઝી ગયા છો તો આપનાવો આ ઘરેલું ઉપાયો. તમારી સ્કીન અથવા હાથ આગના કારણે દાઝી ગઈ હોય તો ઈજાગ્રસ્ત ભાગ પર એલોવેરા લગાવવાથી બળતરા ઓછી થાય છે. એલોવેરાની તાજી જેલને ઘા પર થોડા થોડા સમયે લગાવવું જેથી બળતરામાં આરામ મળે છે. તેજ આગથી દાઝી જવા પર અસરગ્રસ્ત ભાગ પર ઠંડુ પાણી નાખવું જેથી બળતરા ઘટશે અને ફોલ્લા પણ નહી પડે.
આગથી દાઝવા પર તમે ઠંડુ દૂધ પણ નાખી શકો છો. દુધથી ત્વચાની બળતરાથી આરામ મળશે. દાઝવા પર તમે બટાકાની ચિપ્સ પણ લગાવી શકો છો, બટાકાને કાપીને દાઝેલી જગ્યા પર લગાવવું જેથી તરત જ આરામ મળવાની સાથે બળતરા દુર થશે.
ગરમ તેલથી દાઝવા પર શું કરવું જોઈએ : ગરમ તેલથી દાઝવા પર તમે બરફનું પેક લગાવી શકો છો. બરફનું પેક લગાવાથી સ્કીન પર ફોલ્લા પડવાની શક્યતા ઘટી જાય છે. ગરમ તેલથી દાઝવા પર હળદર અને દુધની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. દાઝેલી જગ્યા પર હળદર લગાવાથી રાહત મળે છે. જો તમ વધારે દાઝ્યા હોવ તો તરત જ ડોકટરની સારવાર લેવી જરૂરી બને છે.
ગરમ પાણીથી દાઝવા પર શું કરવું જોઈએ : ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર તમે આ ઘરેલું ઉપાયો કરી શકો છો જેનાથી તમને ઝડપથી આરામ મળી શકે છે. ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર કેળાની મલાઇ લગાવી શકો છો જેથી તમારી સ્કીન પર ફોલ્લા પડવાની આશંકા ઓછી થાય છે. નારિયેળનું તેલ દાઝવા પર લાગવાથી સોજો મટી શકે છે. ડો. મનીષ સિંહે જણાવ્યા અનુસાર ગરમ પાણી અથવા ચાથી દાઝવા પર તમે ઠંડુ દહીં લગાવી શકો છો જેથી રાહત મળે છે.
વરાળથી દાઝવા પર શું કરવું જોઈએ : ઘણીવાર રસોડામાં કામ કરતી વખતે વરાળ લાગી જવાથી તમારી સ્કીન પર બળતરા થવા લાગે છે. વરાળથી દાઝવાથી ઘા થવાની આશંકા ખુબ ઓછી હોય છે. વરાળથી દાઝવા પર દાડમના પાનને પીસીને લગાવી શકો છો જેનાથી બળતરા ઓછી થાય છે. ગરમ વરાળથી દાઝવા પર તમે મધ લગાવી શકો છો, મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બળતરા વાળા ભાગ પર લગાવી શકો છો. જો દાઝવાથી સ્કીન પર ઘા પડે તો તેને મટાડવા માટે કારેલાના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
આમ, આ તમે દાઝેલા અસરગ્રસ્ત ભાગ પર ઘરેલું ઉપાયો કરીને રાહત મેળવી શકો છો. જો તમે વધારે પ્રમાણમાં દાઝ્યા હોવ, વધારે બળતરા થતી હોય, વધારે ઘાવ પડ્યો હોય તો આ ઘરેલું ઉપાયો કરતા પહેલા ડોક્ટરની સારવાર અવશ્ય લેવી. આશ રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય, આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.