આજકાલ લોકો ઘરનું ભોજન પસંદ કરતા જ નથી અને તેઓ બહારના ચટપટા સ્વાદને પોતાના પેટમાં આરોગતા હોય છે. આ ચટપટા સ્વાદના કારણે તેઓનું વજન ખૂબ જ તીવ્રતાથી વધી જતું હોય છે. પછી ભલે તે નાના બાળકો હોય કે પછી મોટા વ્યક્તિઓ પરંતુ દરેક લોકોને બહારનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તેઓને એ માહિતી હોતી નથી કે આ બહારનું ભોજન ખાઈને તેઓ મેદસ્વિતાને આમંત્રણ આપી રહ્યા છે.
વજન વધુ પડતું હોવાથી તેઓને બીજી ઘણી બધી મુશ્કેલીઓ અને બીમારીઓ સામનો કરવો પડતો હોય છે. વજન વધુ હોવાની તકલીફ મોટાઓ અને નાના બાળકોમાં પણ જોવા મળે છે, અને લોકો વધુ વજન હોવાના કારણે તેને ખીજવતા પણ હોય છે, આથી ઘણીવાર નાના બાળકનો આત્મવિશ્વાસ પણ નબળો થઈ જાય છે. માતા પિતા બાળકના વજનને નિયંત્રિત કરવા માટે ઘણા બધા ઉપાયો અપનાવતા હોય છે અને તે અમુક આદતો અપનાવીને તેમના બાળકનું વજન ઓછું કરી શકે છે. તો ચાલો જાણીએ કે તમારા બાળકનું વજન તમે કઈ રીતે નિયંત્રણમાં લાવી શકો.
બાળકોને બહારની રમતો વધુ રમાડો : નાના બાળકોને હંમેશા ઘરમાં ગેમ રમવા આપવી જોઈએ નહીં, તેઓને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જો તે બહાર રમવા માટે જશે અને બીજી બધી રમત રમશે, જેમ કે વોલીબોલ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમત રમવાના કારણે તેમની શારીરિક કસરત થઈ જશે. આમ આ રમતો રમવાથી તેમનું વજન ઓછું થશે અને તેમની આઉટર એક્ટિવિટી માટે ધ્યાન પણ કેન્દ્રિત થશે. આઉટડોર એક્ટિવિટી કરવાથી બાળકોને બીજો એક ફાયદો એ પણ થશે કે તેઓ મોબાઇલથી તથા ટીવીથી દૂર રહેશે. આમ ઘરમાં ને ઘરમાં બેસી રહેવાથી બાળકોને મેદસ્વિતા ઘેરી લે છે. તેથી તેમને આઉટર એક્ટિવિટીમાં વધુ સમય પસાર કરાવવો જોઈએ.
ખાણી પીણીમાં ફેરફાર લાવો : આ વાત ખરેખર સાચી છે કે બાળકોને ખોટી વસ્તુઓ ખવડાવવાથી તેમનું વજન વધે છે અને તેઓને બહારનું જંકફૂડ વધુ પડતું પસંદ હોવાના કારણે તેઓ વધુ પડતું જ ખાઈ લેતા હોય છે. તેમને એ પણ ખબર રહેતી નથી કે હવે તેમનું પેટ ભરાઈ ગયું છે, આમ તેમનું વજન વધતું જ જાય છે તેથી તેમના વજનના નિયંત્રણ માટે તેમને હંમેશા ઘરનો ખોરાક જ ખવડાવવો જોઈએ.
ઘરનો ખોરાક ખવડાવવાથી તેમાં રહેલી કેલેરીની માત્રા ઓછી થઈ જાય છે, અને તેમને દિવસમાં બે સમય જમવાનું આપવાની જગ્યાએ તેમને દિવસમાં પાંચ વખત થોડું થોડું જમાડો. આમ બાળક થોડું થોડું જમશે તો તેની પાચનશક્તિ મજબૂત થઈ જશે અને તેમનું વજન વધશે નહીં. બાળકોને વધુ માત્રામાં પાણી પીવડાવવું જોઈએ.
બાળકોને ફોન, ટીવી અને લેપટોપને સમય ઓછો કરાવો : આજકાલ બાળકો ફોન, ટીવી અને લેપટોપ તથા કોમ્પ્યુટર લઈને જ બેસી રહેતા હોય છ, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી પણ મેદસ્વીતા આવી શકે છે. તેઓ જમવા બેસતી વખતે પણ વધુ પડતું ટીવી તથા મોબાઇલ નો ઉપયોગ કરતા હોય છે અને તેના જ કારણે બાળકોનું વજન ખૂબ જ તીવ્રતાથી વધી જતું હોય છે, કારણ કે તેનું ધ્યાન જમવામાં રહેતું નથી અને ઘણીવાર વધારે પણ જમી લે છે. માટે બાળકને હંમેશા તેમની ઉંમર પ્રમાણે જમાડવું જોઈએ.
બાળકોને શારીરિક કસરત કરાવી જોઈએ : બાળકનું વજન જો વધારે હોય તો તેમને કસરત જરૂરથી કરાવી જોઈએ. દરરોજ સવારે ઊઠીને કસરત કરવાથી બાળક સ્વસ્થ રહેશે તથા તે સંપૂર્ણ દિવસ સ્ફૂર્તિવાન અનુભવ કરશે. બાળકોને તેમના પ્રમાણમાં હલકી કસરત કરાવી જોઈએ તે ઉપરાંત તેમનું એક ગ્રુપ બનાવવું જોઈએ જેથી દરેક બાળકો ભેગા થઈને કસરત કરી શકે અને તેની માટે તેમને પ્રોત્સાહન પણ મળતું રહે.
બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ માહિતી આપો : જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ તેમને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે માહિતી આપતા રહેવું જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે જો તમે આ દરેક વસ્તુનું પાલન કરશો તો તમે સ્વસ્થ રહેશો. તેમને હંમેશા આરોગ્ય સારું રહે તેવો જ ખોરાક આપવો જોઈએ, તથા તેમને વજન વધી જાય તેના નુકસાન પણ જણાવવું જોઈએ. પરંતુ જો તમારા બાળકનું વજન વધુ પડતું જ વધારે વધવા માંડ્યું છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આમ, આ ટીપ્સ અપનાવીને તમે તમારા બાળકનું વધતું વજન કંટ્રોલ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરુરથી શેર કરજો.