નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ એવી ચાર વસ્તુ જેને ક્યારેય લીંબુ સાથે સેવન ન કરવું જોઈએ, નહિતર શરીરમાં ઘણી બધી તકલીફો આવી શકે છે. લીંબુ શરીર મારે ખુબ જ ફાયદાકારક બને છે, પરંતુ વિરુધ આહાર સાથે સેવન કરવાથી નુકશાન કારક સાબિત થઇ શકે છે.
લીંબુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પડે છે. જો તમે લીંબુનું યોગ્ય રીતે સેવન કરો છો તો તે તમારા શરીર માટે દવાનું કામ કરે છે, પરંતુ લીંબુનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ અને અમુક એવા ખોરાક છે જેની સાથે લીંબુનું સેવન ટાળવું જોઈએ. ચાલો જાણીએ કઈ છે આ 4 વસ્તુ જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.
લીંબુ અને પપૈયું : પપૈયું એક એવું વસ્તુ છે જેનું લીંબુ સાથે સેવન ન કરવું જોઈએ. પપૈયું અને લીંબુનું કોમ્બીનેશન શરીર માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. પપૈયું અને લીંબુનું એકસાથે સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની સમસ્યા ઉદભવે છે અને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી શકે છે. લીંબુ અને પપૈયાનું એક સાથે સેવન કરવાથી લોહીની ઉણપ થઇ શકે છે અને ત્વચા સંબધિત સમસ્યા પણ થઈ શકે છે.
લીંબુ અને દહીં : લીંબુ અને દહીનું સેવન સાથે ન કરવું જોઈએ, જો તેનું એકસાથે સેવન કરવામાં આવે તો શરદી, ખાંસી અને વાયરલ બીમારી થવાનો ખતરો થઇ શકે છે. જો તમે દહીં સાથે લીંબુનું સેવન કરો છો તો તે તમારી પાચનશક્તિને મંદ પાડી શકે છે, જેનાથી પાચનતંત્ર ખોરવાઈ જાય છે અને તેના કારણે પાચન બરાબર થતું નથી. માટે દહીં અને લીંબુનું સેવન એકસાથે ન કરવું જોઈએ.
લીંબુ અને દુધ : આયુર્વેદ અનુસાર લીંબુ અને દૂધનું ક્યારેય સાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તે શરીર માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે. જો તમે લીંબુ અને દૂધ ખોરાકમાં વાપરવાના હોવ તો બંને વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો સમય હોવો જરૂરી છે. જો તમે લીંબુને ખોરાકમાં સામેલ કરો છો તો સાથે દૂધ ન પીવું જોઈએ.
ભોજનમાં સલાડમાં લીબું અને દૂધ સાથે લેવાથી શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. લીંબુ સાથે દૂધનું સેવન કરવાથી એસીડીટીની અને પેટની સમસ્યા થઇ શકે છે. જે છાતી કે પેટમાં બળતરા કરે છે જેથી દૂધ સાથે લીંબુનું સેવન ન કરવી જોઈએ.
લીંબુ અને ટામેટાં : લીંબુ અને ટમેટાનું એક સાથે સેવન કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો રેસ્ટોરન્ટમાં ટામેટાનું સલાડ ખાવાના શોખીન હોય છે અને તેમાં લીંબુ નિચોવતાં હોય છે, પરંતુ લીંબુ અને ટામેટાનું એક સાથે સેવન કરવાથી પેટની સમસ્યા થઇ શકે છે અને પેટ ખરાબ થવું, પાચનક્રિયામાં અસર થાય છે જેમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી.
લીંબુ અને ટામેટાનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યા થાય છે જેના પરિણામે ગેસ, કબજિયાત, એસીડીટી જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. આ બધી સમસ્યા થવા પર શરીરને ઘણી બધી તકલીફો પડી શકે છે. માટે લીંબુ અને ટામેટાનું સેવન સાથે ન કરવું જોઈએ.
આમ, આ 4 વસ્તુને લીંબુ સાથે ક્યારેય સેવન ન કરવું જોઈએ, નહિતર લીંબુ શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકશાન પહોચાડી શકે છે. આ ચાર આહારને વિરુદ્ધ આહાર પણ કહી શકાય છે. આ 4 વસ્તુને લીંબુ સાથે સેવન કરવાથી પેટની સમસ્યા થાય છે અને અનેક રોગનું મૂળ માનવામાં આવે છે. આ સાચવવા જેવી અને ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.