બાળકોની માનસિક તથા શારીરિક ગ્રોથની સાથે સાથે જ તેમની રોગપ્રતિકારક શક્તિને પણ ભોજનમાં લેવામાં આવતી, આ 5 વસ્તુઓ ખોટી રીતે તેમના શરીરને પ્રભાવિત કરે છે, જો તમારું બાળક પણ આ પાંચ વસ્તુઓ ભોજનમાં લે છે તો તમારે તેમની આ આદત બદલી નાખવી જોઈએ. અમુક ફૂડ એવા હોય છે જે સ્વાદમાં તો ખૂબ જ સારા હોય છે પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે તે બિલકુલ યોગ્ય નથી. આ પ્રકારના ભોજન નું વારંવાર સેવન કરવાથી બાળકોના ગ્રોથ તથા તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને તેમનું લીવર પણ સાથે સાથે ખરાબ થવા લાગે છે. તો ચાલો જાણીએ આ પાંચ ફૂડ્સ વિશે.
ફ્રેન્ચ ફ્રાઈસ : દરેક બાળકને ફ્રેંચ ફ્રાઈસ ખૂબ જ પસંદ હોય છે પરંતુ ટ્રાન્સ ફેટ અને કેલેરીથી ભરપૂર આ ફ્રેન્ચ ફ્રાઇસ બાળકોના પાચન ક્રિયા માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જો તમે ફ્રાઈઝને જગ્યાએ બાળકને બીજું કંઈક આપવા માંગો છો તો બટાકાની જગ્યાએ શકકરીયા અથવા તો બીજા શાકભાજી લઈને તેમને ખવડાવવું જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડ : ઘણી બધી શોધમાં જાણવા મળ્યું છે કે પ્રોસેસ્ડ રેડ માંસ, અને હોટ ડોગ ડાયાબિટીસ તથા પેટના કેન્સર નું જોખમ વધારી શકે છે. ઉદાહરણ તરીકે હોટ ડોગ સોડિયમ ચરબી અને નાઈટ્રેટથી ભરેલ હોય છે જેનાથી કેન્સરનો જોખમ વધી શકે છે. માટે આ બધી વસ્તુઓને બાળકોથી દુર રાખવી જ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
ફ્રુટ ફ્લેવરની વસ્તુઓ : ફ્રુટના ફ્લેવરની વસ્તુઓ એટલે કે જે ફળનું ફ્લેવર હોય તે જ ફળથી બનેલી હોય તેવું તમારે ક્યારેય સમજવું જોઈએ નહીં. કારણ કે ફ્રુટ કેક અથવા તો કેન્ડી અલગ અલગ ખાંડથી બનેલી હોય છે અને આ દરેક વસ્તુઓમાં રંગનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમાં ખાંડ અને કેમિકલ હોવાના કારણે બાળકોના દાંતમાં કેવિટીનો પ્રોબ્લેમ પણ ઊભો કરી શકે છે.
આખી ખાંડ : સુગરથી ભરપૂર ભોજનમાં ફાઇબર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે ક્રીમ રોલ માં ફેટ અને સુગર સિવાય બીજું કોઈ જ પોષક તત્વ જોવા મળતું નથી. તેથી જ બાળકોની આ પ્રકારની વસ્તુઓથી દૂર રાખો જેમાં 10 ગ્રામ થી ઓછી ખાંડ અને ઓછામાં ઓછું ત્રણ ગ્રામ ફાયબર હોય.
સોફ્ટ ડ્રિન્ક : સોડા અથવા કોકોકોલા પીવાથી ટાઈપ-2 ડાયાબિટીસ તથા મેદસ્વિતાનું જોખમ વધી જાય છે, અને જો તમારા બાળકને પણ પેકિંગ ફળોના રસનું સેવન કરવાની આદત હોય તો તે આદતને જરૂરથી છોડાવી દેવી જોઈએ, કારણ કે તેમાં માત્ર સોડા અને સુગર જ આવે છે અને તેનું સેવન કરવાથી બાળકોને નુકસાન થાય છે.
આમ, આ બધી વસ્તુને બાળકોના ભોજનમાં ક્યારેય સ્થાન આપવું જોઈએ નહિ, નહિતર ગંભીર રોગો થવાની સંભાવના રહી શકે છે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જનહિત માટે વધુમાં વધુ શેર કરવા વિનંતી.