નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કેવા આહારનું સેવન કરવું જોઈએ તેના વિષે. લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. તંદુરસ્ત જીવન જીવવા માટે લીવર સ્વસ્થ રહેવું જરૂરી છે. લીવર આહારને પચાવવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે. લીવર આપણા શરીરમાં ઘણા રસાયણિક પદાર્થોને ઉત્પન્ન કરે છે જે અન્ય અંગોની કાર્યશીલતા માટે જરૂરી માનવામાં આવે છે. લીવર રક્તની રચાનનું કામ કરવાની સાથે રક્તમાંથી ઝેરી પદાર્થોને નીકાળીને સ્વસ્થ બનાવે છે, માટે લીવરને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી બને છે.
લીવર આપણા આખા શરીરને ડિટોક્સ કરનારૂ અંગ છે. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે અને શરીરને ઉર્જા આપે છે સાથે જ આહાર પચાવવા જેવું શરીરનું મુખ્ય કામ કરે છે. લીવર શરીરનો મુખ્ય ભાગ છે, એટલા માટે લીવરમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ, પીડા, સોજા અન્ય બીમારી હોવા પર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લીવરથી જોડાયેલા કોઈપણ સમસ્યાઓને નજરઅંદાજ કરવું તમારા માટે અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે. આ લેખમાં કેટલા પૌષ્ટિક, હેલ્દી ફૂડ્સ વિશે જણાવ્યું છે જેનું સેવન કરીને લીવરને તંદુરસ્ત રાખી શકાય છે.
ગ્રીન ટી : ગ્રીન ટીનું સેવન કરવાથી આરોગ્યને ખુબજ ફાયદો થાય છે. ગ્રીન ટીનું સેવન લીવરને સ્વસ્થ રાખવાની સાથે શરીરનું વજન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. ગ્રીન ટી માં મળતા એન્ટી-ઓક્સીડેન્ટ શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવામાં મદદરૂપ બને છે.
ગરમ પાણી સાથે લીંબુ : ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે, અને તમારું શરીર હાઈડ્રેટેડ રહે છે. લીંબુ વિટામીન-C ભરપુર માત્રામાં મળી આવે છે જે શરીરમાં હાજર ટોક્સિન્સને દુર કરવા ખુબ જ મદદરૂપ થાય છે. લીવરને યોગ્ય રીતે કાર્યશીલ અને સ્વસ્થ રાખવા આ એક સારો ઉપાય છે.
આમળાં : લીવરને સ્વસ્થ રાખવા તમે આમળાના રસનું સેવન કરી શકો છો. આમળાનો રસ સ્વાદમાં થોડો કડવો હોય છે જેથી તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. આમળાંમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે, આમળાં તથા તેના રસનું સેવન માત્ર લીવરને સ્વસ્થ રાખવા નહિ પરંતુ તમારા આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
સફરજન : સફરજનમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે શરીરના કોલેસ્ટ્રોલ માંથી ઝેરી પદાર્થોને દુર કરીને લીવર અને પાચક સિસ્ટમને સારું રાખવા મદદરૂપ બને છે. સફરજનનું સેવન લીવરને સ્વસ્થ રાખવા લાભદાયી બને છે.
બીટ : બીટનું સેવન લીવર માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તમે બીટને સલાડ અથવા તેનું જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો. બીટમાં વધારે માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે જે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરે છે. ગાજરનું સેવન પણ લીવરને સ્વસ્થ રાખવા મદદરૂપ થાય છે.
લીલાપાન વાળા શાકભાજી : લીવરને સ્વસ્થ રાખવા લીલાપાન વાળા શાકભાજીનું સેવન કરવાથી ફાયદો થાય છે. લીલાપાન વાળા શાકભાજીમાં શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરી લીવરને તંદુરસ્ત રાખે છે. લીવરને સ્વસ્થ રાખવા પાલકનું સેવન કરવું જોઈએ, પાલકનું સેવન કરવાથી લીવરની સાથે સાથે આંખો માટે પણ લાભદાયી સાબિત થાય છે.
ડુંગળી : ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટીઇન્ફ્લેમેટરી જેવા ગુણો હોય છે જે લીવરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે. ડુંગળીનું સેવન કરવાથી સ્વાસ્થને પણ ખુબ ફાયદો થાય છે.
આમ, આ વસ્તુનું સેવન કરવાથી લીવરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી બને અને તમે પણ અનેક બીમારીઓથી દુર રહી શકો. આ ઉપયોગી માહિતીને જરૂરથી શેર કરવા વિનંતી.