આંતરડાની સફાઈ કરવા માટે તમે આયુર્વેદિક જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યા આનુસાર આ જડીબુટ્ટીનો ઉપયોગ કરીને તમે પેટ અને આંતરડાની ગંદકીને સાફ કરીને તમારી પાચનક્રિયાને સારી રાખી શકો છો, આપણા શરીરમાં આંતરડાને બીજું મસ્તિષ્ક કહેવામાં આવે છે તેમાં હાડકા થી વધુ ન્યુરોન્સ હોય છે.
આતરડા નું કાર્ય આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તે ભોજન પચાવવા ની સાથે સાથે શરીરના બીજા ઘણા બધા કાર્ય પણ કરે છે એવામાં આંતરડાનું હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે તેની સાથે તેની સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવાની ખૂબ જરૂરી છે, જેથી આંતરડામાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય નહીં. આંતરડાની સફાઈ માટે લોકો અલગ-અલગ પ્રકારના ડિટોક્સ વોટર નું સેવન કરે છે. ચાલો જાણીએ આંતરડાને સ્વસ્થ રાખવા માટે ની આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિષે.
ગિલોય : આયુર્વેદમાં ગિલોયનું ઘણું મહત્વ છે. તેમાં રહેલા ગુણ આપણા લોહીને સાફ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ સાથે તે શરીરમાં હાજર હાનિકારક બેક્ટેરિયા સામે લડવાનું પણ કામ કરે છે. ગિલોયમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને સુધારવાની સાથે આંતરડાની સફાઈ કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ સાથે તે આપણી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે.
લીંબુ અને સફરજન : આંતરડાની ગંદકીને સાફ કરવા માટે લીંબુ અને સફરજનનો 2-2 ચમચી રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. લીંબુ અને સફરજનનો રસ પીવાથી શરીરમાંથી તમામ ઝેરી તત્વો બહાર નીકળવાની સાથે શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે. નિયમિતત સવારે સફરજનના રસનું સેવન કરવાથી આંતરડા સાફ રહે છે.
મધ : આંતરડાની ગંદકીને સાફ કરવા મધ લાભદાયી સાબિત થાય છે. નિયમિત સવારે એક ચમચી મધને નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરમાંથી બધા જ ઝેરી તત્વોને દુર કરી શરીરના મેટાબોલીક રેટમાં પણ વધરો કરે છે. શરીરની ગંદકી દુર કરવા આ એક સારો ઉપાય માનવામાં આવે છે
હળદર : હળદરનો ઉપયોગ ભારતીય ઘરની રસોઈમાં થાય છે. હળદરને શાકભાજીમાં ખાસ ઉમેરવામાં આવે છે. હળદર માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે આપણા શરીરને પણ એકદમ સ્વસ્થ રાખે છે. હળદરમાં એન્ટી ફંગલ, એન્ટીવાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે. જે આંતરડાની બળતરા ઓછી કરી શકે છે. આયુર્વેદમાં હળદરનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરી શકાય છે. આંતરડાને સાફ કરવા માટે તમે હળદરની ચા બનાવી શકો છો અથવા હળદરનો અર્ક પી શકો છો.
અશ્વગંધા : આંતરડાની સફાઈ માટે આયુર્વેદિક ઔષધિના રૂપમાં અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં સોજો ઓછો કરવાના ગુણ જોવા મળે છે. જે આપણે શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે આંતરડાની સફાઈ માટે અશ્વગંધા નો ઉપયોગ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.
મેથી : ભારતીય મસાલાઓમાં મેથીનું ખૂબ જ મહત્વ છે. તે સ્વાદે ભલે કડવી હોય છે પરંતુ તેના ગુણ ખૂબ જ સારા હોય છે. મેથીને એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. મેથીમા પ્રાકૃતિક રૂપથી આપણું ભોજન પચાવવાની શક્તિ ઉપસ્થિત હોય છે. મેથીનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં પ્રાકૃતિક રૂપથી શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.
જીરુ : જીરુંનો ઉપયોગ દરેક મહિલા પોતાના ઘરમાં કરે છે અને તે ખૂબ જ સારી રીતે આપણા શરીરમાં કાર્ય પણ કરે છે. જીરા ની તાસીર એકદમ ઠંડી માનવામાં આવે છે તે સિવાય તે બીજા ઘણા બધા ઘરેલૂ નુસખામાં પણ કામ લાગે છ. જીરુ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ ને ખૂબ જ સારી બનાવે છે. અને ભોજનને ખૂબ જ જલ્દી પચાવવામાં મદદ કરે છે. જીરૂમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી નો ગુણ ઉપસ્થિત હોય છે જે પેટ ફૂલવા નું અને પેટમાં થતા દુખાવા માટે રાહત અપાવી શકે છે.
આદુ : આદુ આપણા શરીરના પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે પેટની સમસ્યામાં રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આદુના ઉપયોગથી પેટના દુખાવામાં રાહત મળે છે. આદુમાં હાજર રસાયણ પાચન ગુણો ધરાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. જો તમે કોલોનને યોગ્ય રીતે સાફ કરવા માંગો છો, તો દરરોજ સવારે આદુની ચાનું સેવન કરો. પરંતુ તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. કોઈપણ ગંભીર સ્થિતિમાં આદુનું સેવન કરતા પહેલા ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.
આમ, આંતરડા ની સફાઈ કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડૉક્ટર અથવા આયુર્વેદાચાર્ય પાસેથી જરૂરી સલાહ લો. જેથી તમને યોગ્ય માત્રા ની જાણકારી મળે અને કોઈપણ પ્રકારની ગંભીર પરેશાની અને તકલીફ હોય તો તમને સારી સલાહ આપી શકે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.