આજના આ મોડર્ન યુગમાં બાળકો પણ ખુબ જ સ્માર્ટ બની ગયા છે અને અવનવા વ્યસનો કરવા લાગ્યા છે. તમે ઘણી વાર જોયું હશે કે બાળકો પાસે અવનવા ગેજેટ્સ મળી આવે છે જેને આપડે સામાન્ય રમકડું સમજતા હોઈએ છે પરંતુ તે રમકડું નથી હોતું પણ મોત તરફ લઇ જનારું એક ખતરનાક સાધન હોઈ શકે છે.
બાળકો પાસે મળી આવતા ઘડિયાળ, સ્પ્રે કે અન્ય કોઈ ગેજેટ્સ જેવી દેખાતી આ વસ્તુ હોઈ શકે છે સિન્થેટીક નિકોટીન ધરાવતો હુક્કો. તેને સરળતાથી સ્કુલ બેગ, કોલેજ બેગમાં કે પોકેટમાં રાખી શકાય છે. ગુજરાત પોલીસ દ્વારા ઇતિહાસમાં આ પહેલો કિસ્સો એક આવ્યો છે જેમાં ગુજરાત પોલીસે અમદાવાદમાં ઇલેકટ્રોનીક હુક્કાના નશાનો પર્દાફાશ કર્યો છે.
માતા-પિતા માનતા હોઈ છે કે બાળક દ્વારા પહેરાયેલ આ ઘડિયાળ એક સામાન્ય ઘડિયાળ હોઈ શકે છે પરંતુ તે ઇલેકટ્રોનીક હુક્કો પણ હોઈ શકે છે. આ હુક્કાનો એક કસ લગાવાથી લગભગ ત્રીસ સિગારેટ જેટલું નિકોટીન શરીરમાં જાય છે. આ સાંભળ્યા પછી તમે અંદાજ લગાવી શકો છો કે આ બાળકો માટે કેટલું હાનીકારક સાબિત થઇ શકે છે.
શું છે આ ઇલેકટ્રોનીક હુક્કો : આ ઇલેકટ્રોનીક હુક્કાને ઈ-હુક્કો પણ કહેવામાં આવે છે, તેમાં આર્ટિફિશિયલ નિકોટીન હોય છે, જે સિગારેટ કરતા પણ વધારે હાનીકારક અને ફેફસાને નુકશાનકારક હોય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ઇલેકટ્રોનીક હુક્કાનો એક કસ મારવાથી 30 સિગારેટ જેટલું નીકોટીન શરીરમાં દાખલ થાય છે અને જે ખુબ જ નુકશાન પહોચાડી શકે છે. જે ફેફસાને ખુબ જ નુકશાન કરી શકે છે
આમુક માહિતી અનુસાર આ ઇલેકટ્રોનીક હુક્કાની કીમત 5 હજારથી લઈને 15 હજાર સુધી હોઈ શકે છે. આ હુક્કામાં લીક્વીડ સિન્થેટીક નિકોટીન ધરાવતું કેમિકલ હોય છે જેનો ઉપયોગ કર્યા પછી રીફીલ પણ કરી શકાય છે. આ કેમિકલ શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે.
બાળકોના ખિસ્સામાં, સ્કુલ બેગ કે પોતાના પોકેટ કે હાથમાં આ સરળતાથી રહી શકે છે જેથી બાળકો તેનો ઉપયોગ બેધડક અને કોઈ પણ પ્રકારના ડર વગર કરતા હોય છે. ગુજરાત પોલીસના અહેવાલ મુજબ બાળકોની આ ગતિવિધિઓને ધ્યાનમાં રાખી તપાસ કરતા એક ચોકાવનારી વિગતિ મળી હતી. જેમાં આ જોખમી હુક્કો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વેચાણ કરતી દુકાનો પર પણ તપાસ કરી અને વેચાણ કરવા પર પ્રતિબંધ લાગવ્યો છે.
આમ, આ સિન્થેટીક નિકોટીન ધરાવતો હુક્કા દ્વારા નવી જનરેશનના બાળકો નશો કરતા હોઈ શકે છે. દરેક માતા-પિતાએ આ બાબતનું ધ્યાન રાખીને પોતાના બાળક પાસે આવી કોઈ વસ્તુ મળે તો તેને તપસ કરવું જોઈએ, જેથી બાળકોને ગેરમાર્ગે જતા અટકાવી શકાય