આપણા જીવનમાં ઘણા બધા ઉતાર-ચઢાવ આવતા હોય છે અને તે ઉતાર-ચઢાવ આવવા ખૂબ જ સ્વાભાવિક વાત છે, પરંતુ આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ક્યારેક તો દુઃખી થઇ જાય છે અને ક્યારેક ખુશ થઇ જાય છે. તેમની આંખોમાં ક્યારેક દુઃખના આંસુ જોવા મળે છે અને ક્યારે ખુશીના આંસુ જોવા મળે છે. પરંતુ અમુક લોકો એવા હોય છે જે પોતાના દિલની વાત લોકો સામે વ્યક્ત કરવા માંગતા નથી અને તે પોતાના આંસુઓને રોકવાની કોશિશ કરે છે.
એક બે વખત પોતાના આંસુઓને રોકવું સારી બાબત છે પરંતુ વારંવાર આમ કરવાથી સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થઈ શકે છે. અને આ નુકસાન વિશે તમને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે આસુ રોકવાથી વ્યક્તિને સ્વાસ્થ્યથી જોડાયેલી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે.
આંખોની તકલીફ ઊભી થાય : જ્યારે વ્યક્તિને આંસુ આવે છે ત્યારે તેમની પાપણ ફફડવામાં મદદ મળે છે, ત્યાં જો વ્યક્તિ પોતાના આંસુને રોકે છે તો આંખોમાં ભીનાશ ની ઉણપ થઈ શકે છે. તેની સાથે જ તે મ્યુકોસ મેમ્બ્રેનને સુકવવાની સમસ્યા પણ ઊભી થાય છે. તે સિવાય આંખોની સમસ્યામાં જાંખુ દેખાવું પણ સામેલ છે, ત્યારે આંસુ ને રોકવાથી આંખોની આવી સમસ્યા ઉભી થઇ શકે છે.
ભાવનાઓનું અસંતુલન પેદા થવું : રડવાથી આપણા મનને શાંતિ મળે છે, અને તેનાથી વ્યક્તિની ભાવના ઉપર પણ ખૂબ જ સારો પ્રભાવ પડે છે. ભાવનાઓને કાબૂમાં રાખવા માટે વ્યક્તિએ રડવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો લોકો પોતાના આંસુને રોકે છે તેમનામાં ભાવનાઓના અસંતુલન ની સમસ્યા ઉભી થઇ શકે છે.
તણાવના કારણે કંટાળી જવું : આંસુને રોકવા માટે વ્યક્તિએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે રડવાની ભાવના પ્રગટ થાય ત્યારે વ્યક્તિ ઈમોશનલ થઈ જાય છે, અને તે જ કારણ હોય છે કે તેનાથી સિગ્નલ મળે છે કે વ્યક્તિને રડવાનું મન થાય છે ત્યાં જ શરીર પણ પોતાને આ અવસ્થાને આધીન માની લે છે. આ પ્રક્રિયાથી આપણા હોર્મોન રિલિઝ થવા લાગે છે તે કિડની સુધી જઈને કોર્સીટોલ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે.
મનોદશા પર નકારાત્મક પ્રભાવ પડે છે : શું તમે જાણો છો કે રડવાથી આપણને જે તકલીફ પડી રહી છે તેને ઓછી કરવામાં મદદ મળી શકે છે, રડવાથી વ્યક્તિનું મન હલકું થઈ જાય છે તેની સાથે જ ભાવનાત્મક સંતુષ્ટતા પણ મળે છે. જયારે વ્યક્તિ પોતાના રડવાને કંટ્રોલ કરે છે અથવા રોકે છે તો તેનાથી શરીરને ગરમ હવા બહાર નીકળી શક્તી નથી, અને શરીરમાં તાજગી અને ઠંડી હવા પ્રવેશ કરી શકતી નથી. તાજી અને ઠંડી હવા આપણા શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં ઉપયોગી છે, ત્યારે તેની ઉણપ આપણા શરીરના ઉચ્ચ તાપમાનને વધારી શકે છે અને આ જ કારણે વ્યક્તિને તણાવનો સામનો કરવો પડે છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
આમ, જયારે પણ વધારે વેદના થાય અથવા દુખ પડે ત્યારે રડી લેવું જોઈએ. હી જણાવ્યા અનુસાર જો તમે તમારા આંસને રોકશો તો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.
નોંધ : ઉપર જણાવેલ ઉપાયથી જાણકારી મળે છે કે જો વ્યક્તિ આંસુ રોકવાની કોશિશ કરે છે તો તેમના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. પરંતુ એક બે વખત આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, પરંતુ વારંવાર આમ કરવાથી સ્વાસ્થ્યને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં વ્યક્તિને જાણકારી હોવી જોઈએ કે રડવાથી ન માત્ર આંખો સાફ કરી શકાય છે પરંતુ વ્યક્તિનું મન પણ હલકું થઈ જાય છે.