ભાદરવો મહિનો શરુ થતા જ તાપનું પ્રમાણ વધવા લાગે છે અને સખત તાપ પડે છે. આ સમયે સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખું પડે છે. આ મહિનામાં પિત્ત પ્રકોપ હોય છે એટલે કે શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે. આયુર્વેદ અનુસાર પિત્તના વધવાના કારણે 40 થી વધારે રોગો થતા હોય છે. ભાદરવા મહિનામાં પિત્ત ભડકે છે તેનું મુખ્ય કારણ ભાદરવો સૂર્ય બળવાન હોય છે અને ભાદરવામાં સૂર્યના કારણે શરીરમાં પિત્ત વધે છે.
શરીરમાં પિત્તનું પ્રમાણ વધવાથી અનેક સમસ્યા ઉભી થાય છે જેમ કે છાતીમાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, ચક્કર આવી જવા, હાથ પગના તળિયામાં બળતરા થવી વગેરે જેવી સમસ્યા ઉભી થાય છે. આ મહિનામાં ખાવા-પીવાથી માંડીને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે નહિતર બીમાર પડતા વાર લાગે નહીં. આજે અમે તમને ચાર એવી શાકભાજી વિષે જણાવવાના છીએ જેનું સેવન ભાદરવા મહિનામાં કરવું જોઈએ નહિ, નહિતર બીમાર પડશો.
ભીંડો : ભાદરવા મહિનામાં ભીંડાનું શાક ખાતા સમયે સાવધાની રાખવી જરૂરી કારણ કે ભીંડાનું શાક ચીકણું હોય છે. જ્યાં સુધી શક્ય ન બને ત્યાં સુધી ભીંડાનું સેવન ન કરવું જોઈએ. વડીલો પણ કહેતા કે ભાદરવાનો ભીંડો ભારે, માટે ભાદરવા મહિનામાં ભીંડાનું શાક ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે.
રીંગણા : ભાદરવા મહિનામાં રીંગણનું સેવન કરવું જોઈએ નહી. રીંગણા ગરમ પ્રકૃતિ ધરાવતા હોવાથી ભાદરવા મહિનામાં તેનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ. રીંગણમાં આયર્ન તત્વ મળી રહે છે જે શરીરમાં પિત્તના પ્રમાણમાં વધારો કરી શકે છે. રીંગણ ગરમી ઉત્પન્ન કરનારું હોવાથી તેનું સેવન ટાળવું જોઈએ.
કાકડી : ભાદરવા મહિનામાં કાકડીનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી પિત્તને વધુ ઉગ્ર બનાવે છે અને તમારી ડાયજેસ્ટીવ સીસ્ટમને નબળી પાડી દે છે. જે લોકોને એસીડીટી હોય એ લોકોએ પણ આ સમયે કાકડીનું સેવન ન કરવું જોઈએ.
ગુવાર : ભાદરવા મહિનામાં ગુવારનું શાક પણ ખાવું જોઈએ નહિ, કારણ કે તે પિત્ત વધારી શકે છે. ગુવારનું સેવન કરવાથી શરીરમાં વાયુ પણ ઉતપન્ન કરી શકે છે.
આમ, ભાદરવા મહિનામાં આ 4 શાકભાજીનું સેવન ટાળવાથી પિત્ત પ્રકોપથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ ઘણી બધી બીમારીઓથી બચી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી