નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ એલચીની છાલ માંથી બનાવેલા ચૂર્ણના ફાયદા વિષે. એલચી દરેક ઘરના રસોડામાં જોવા મળતી હોય છે અને એલચીનો ઉપયોગ કોઈપણ મીઠાઈમાં થાય છે. એલચી લગભગ બધાને ભાવે છે આ એક એવી વસ્તુ છે કે તેને ખાધા પછી થોડી જ વારમાં મૂડ ફ્રેશ થઈ જાય છે. એલચીના દાણા જેટલા ઉપયોગી છે એટલી જ એલચીની છાલ પણ ઉપયોગી સાબિત થાય છે.
લોકો એલચીના દાણાનું સેવન કરે છે અને તેની છાલ ફેકી દે છે. પરંતુ આજે અમે તમને એલચીની છાલના ફાયદા વિશે જણાવીશું. એલચીની છાલ વાસ્તવમાં પાચનતંત્ર સારું રાખે છે અને પાચનક્રિયા ઝડપી બનાવે છે. આ સિવાય એલચી શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં પણ મદદ કરે છે. તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ છે. આમ એલચી આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. ચાલો જાણીએ એલચીની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા વિષે.
આ રીતે બનાવો એલચીની છાલમાંથી પેટ સાફ કરવા માટેનો પાવડર : તમે એલચીની છાલમાંથી એક ખાસ પ્રકારનો પાવડર બનાવી શકો છો. એલચીના બીજમાં જ નહીં, પરંતુ તેની છાલમાં પણ ખૂબ જ વિશિષ્ટ ગુણો જોવા મળે છે. તે ખૂબ જ સુગંધિત છે અને તેમાં રેચક ગુણધર્મો હોય છે. એટલે કે તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. તો તમે એલચીની છાલમાંથી પેટ સાફ કરનાર પાવડર બનાવી શકો છો.
આ પાવડર બનાવવા માટે સૌપ્રથમ ઈલાયચીની છાલ ભેગી કરો, હિંગ, અજમો, મોટી ઈલાયચીના દાણા અને સંચળ પાવડર લો. હવે આ બધી વસ્તુઓને તવા પર થોડી ગરમ કરો. હવે જ્યારે આ દરેક વસ્તુ ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સરમાં મિક્સ કરીને તેનો એક પાવડર બનાવો. હવે આ પાવડરને એર ટાઈટ ડબ્બામાં બંધ કરીને મૂકો. દરરોજ જમ્યા પછી એક ચમચી તેનું સેવન કરો.
ઉબકા : ઘણી વખત આપણને અપચો કે અતિશય આહારને કારણે ઉબકા આવે છે. એલચીની છાલમાંથી બનેલો પાવડર તમને આમાં મદદ કરી શકે છે. આ પાવડર બનાવવા માટે એલચીને છોલીને મેશ કરો. ત્યારપછી અડધો ગ્રામ જાવંત્રી પાવડર, અડધી ચમચી સાકર મિક્ષ કરો, હવે જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.
પેટ માટે ફાયદાકારક : એલચીની છાલમાંથી બનેલો પાવડર પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાવડરથી શરીરમાં લાળનું પ્રમાણ વધે છે જેના કારણે પાચનક્રિયા ઝડપી બને છે. તમે જે ખાઓ છો તે બધું જ તે શ્રેષ્ઠ રીતે પચાવે છે. આ ઉપરાંત, એલચીની છાલમાંથી બનેલી આ પાવડર પેટને સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આમ એલચીની છાલમાંથી બનેલા પાવડરના સેવનથી આ બે મહત્વના ફાયદા થાય છે.
એસિડિટી માટે ફાયદાકારક : એલચીની છાલ એસિડિટી માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. વાસ્તવમાં, આ પાવડરમાં જોવા મળતા પદાર્થો એસિડિટીને શાંત કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે. સંચળ અને મિશ્રી બંને મૂળ સ્વભાવના છે. તે પેટમાં ઉત્પાદિત એસિડને તટસ્થ કરીને કામ કરે છે. આ સિવાય તેમાં ધાણાજીરું, જાવંત્રી, હિંગ અને અજમો હોય છે, આ તમામ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
આ સિવાય તમે ઈલાયચીની છાલનું પાણી પણ પી શકો છો, તમારે ઈલાયચીની છાલને પાણીમાં ઉકાળવી જોઈએ. આ પછી તેને ઠંડુ થવા માટે એક વાસણમાં મુકો અને તેમાં મધ ઉમેરો અને આ પાણીનું સેવન કરો. આ રીતે એલચીનું પાણી પાચનતંત્રને સારું રાખે છે અને વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી જો તમે કોઈપણ વસ્તુમાં ઈલાયચીનો ઉપયોગ કરો છો અને તેની છાલ ફેંકી દો છો તો આ આદત છોડી ને ઈલાયચીની છાલનો આ રીતે ઉપયોગ કરો.
આમ, એલચીની છાલ માંથી બનાવેલો પાવડર શરીર માટે ઘણો લાભદાયી સાબિત થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને પણ બીમારીમુક્ત રહો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરજો.