આજકાલ લોકો ખૂબ જ વ્યસ્ત જીવન જીવતા થઈ ગયા છે અને દરેક વ્યક્તિ પોતાના માં જ મસ્ત જોવા મળે છે. હાલના સમયમાં પતિ અને પત્ની બંને બહાર નોકરી કરતા હોવાના કારણે તેઓ બહારનો ખોરાક વધુ પડતો લેતા હોય છે, અને તેના જ કારણે તેઓનું વજન પણ ખૂબ જ વધી જાય છે. આમ વધુ પડતા વજનના કારણે તેઓ ખૂબ જ તણાવમાં આવી જતા હોય છે. તેઓ વજન ઓછું કરવા માંગે છે પરંતુ તેમને જિમમાં જવાનું બિલકુલ પસંદ હોતું નથી. આમ કસરત કર્યા વગર વજન ઓછું કરવાનો વિચાર જો તમારા મનમાં પણ આવ્યો હોય તો અમે તમારા માટે ખૂબ જ સરસ આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જેમાંથી તમારા શરીરની વધારાની ચરબીને તમે ચપટીમાં ઓગાળી શકો છો.
આજે આપણે વાત કરીશું એક એવા આયુર્વેદિક ઔષધીની જેનું નામ છે મધ. મધનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરનું વજન ખૂબ સારી રીતે ઉતારી શકીએ છીએ અને તે આપણા શરીરના અંદરના ભાગ તથા બહારના ભાગ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને કુદરતી સોનું માનવામાં આવે છે.
મધનો ઉપયોગ ઘણા વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને ખરેખર તો જોવા જઈએ તો મધ 8 હજાર વર્ષ જૂની આયુર્વેદિક ઔષધી છે. અને મધનો સ્વાદ નાનાથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી બધાને જ ખૂબ જ પસંદ પડે છે, અને તે પૌષ્ટિક તથા એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો માટે પણ ખૂબ જ મહત્વનું છે. આમ આ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની વધારાની ચરબીને ખૂબ જ સારી રીતે ઓગાળી શકો છો.
મધનો ઉપયોગ આયુર્વેદમાં બીજી ઘણી બધી આયુર્વેદિક ઔષધી સાથે કરવામાં આવે છે અને તેને આયુર્વેદમાં
‘યોગ વાહી’ પણ કહેવામાં આવે છે. આમ તેને યોગવાહી એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે તે પદાર્થમાં એકદમ ઊંડા પેશીમાં પ્રવેશી શકે છે અને તેનો ગુણધર્મ મધમા જોવા મળે છે.
અમુક માહિતી અનુસાર વજન ઓછું કરવા માટે મધના ફાયદા જોવા જઈએ તો મધ ખરેખર તાજું મધમાખી માંથી એકત્રિત કરવામાં આવ્યુ હોય તે શરીરના વજનમાં વધારો કરે છે. પરંતુ જે મધ સ્ટોર કરેલું હોય અને ખૂબ જ જૂનું હોય તે આપણા શરીરની વધારાની ચરબી અને કફ દૂર કરવાનું કાર્ય કરે છે.
શરીરની ચરબી ઓગાળવા માટે આ રીતે મધનો ઉપયોગ કરો : નોર્મલ ઠંડુ હોય તેવું એક ગ્લાસ પાણી લેવું, ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આમ આ પાણીનું સેવન કરવાથી શરીરની ચરબી ઓગાળવાની સાથે સાથે બીજી ઘણી બધી તકલીફ દૂર થાય છે.
જેઓને શરદી, ઉધરસ, સાઇનસાઇટીસ જેવી બીમારી હોય અને જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય તેમને એક નાની ચમચી હળદર એક નાની ચમચી કાળા મરીના પાવડર સાથે એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.
મધ નો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી જરૂરથી રાખવી જોઈએ : ક્યારેય પણ મધને કોઈ ગરમ વસ્તુ સાથે ઉમેરવી જોઈએ નહીં. જો તમે ગરમ વાતાવરણમાં કાર્ય કરી રહ્યા છો તો તમારે તે કાર્ય કરતી વખતે મધનું સેવન કરવું જોઈએ નહીં. મધને મસાલાવાળા ખોરાક આથાવાળા ખોરાક તથા કોલ્ડ્રીંક સાથે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં અને તેને ઘી સાથે પણ મિક્સ કરવું જોઈએ નહીં.
આમ , મધનું સેવન કરીને તમે ઝડપથી પેટની વધારાની ચરબીને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.