નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ પિસ્તાના આયુર્વેદિક ગુણો અને તેનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. પીસ્તા એક સુકો મેવો છે જે ઘણી બધી મીઠાઈઓમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પિસ્તા દેખવામાં લીલા કલરના હોય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પીસ્તાની ઉપરની છાલ ઉતારીને ખાવામાં આવે છે.
પિસ્તામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં ફાયબર, પ્રોટીન, એમીનો એસીડ, ફેટી એસીડ્સ, વિટામીન-B6, વિટામીન-A, વિટામીન-E, એન્ટી ઓક્સીડેન્ટ, ફેટ્સ, હોય છે. પિસ્તાનું સેવન કરવાથી મગજને તંદુરસ્ત રાખી શકાય છે.
પુરુષોમાં મળતા હોર્મોન્સ પર સકારાત્મક પ્રભાવ નાખવાની સાથે તે મર્દાનગી વધારે છે. પિસ્તાનું સેવન કરવાથી પુરુષોમાં યૌન ક્ષમતા વધે છે કારણ કે પીસ્તા ગરમ તાસીરના હોય છે. પુરુષોમાં જોવા મળતી બીમારીઓમાં પિસ્તાનું સેવન વરદાન સમાન સાબિત થાય છે. પિસ્તામાં એમીનો એસીડ હાજર હોય છે જે સંતાન પ્રાપ્તિ માટે ખુબ સહાયક નીવડે છે.
પિસ્તા પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે જે પેટની સમસ્યાને દુર કરવાની સાથે મગજને તંદુરસ્ત રાખે. પિસ્તામાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને ચમકદાર બનાવવાની સાથે ફેફસાનું કેન્સર, પ્રોટેસ્ટ કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતાને દુર કરે છે. કેન્સરની બીમારીમાં પિસ્તાનું સેવન ફાયદાકારક બને છે કારણ કે પિસ્તામાં મળતા પૌષ્ટિક ગુણો કેન્સરના કણો સામે લડે છે અને કેન્સર બીમારીને સારી કરે છે.
પિસ્તામાં વિટામીન-B6 હોય છે જે ઓક્સિજનનો પ્રવાહ વધારીને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે જેથી એનીમીયાની સમસ્યા દુર થાય છે. નિયમિત પિસ્તાનું સેવન કરવાથી પાચનશક્તિ વધારે છે અને પેટની સમસ્યા પણ દુર થાય છે.
પિસ્તામાં વિટામીન-B6 હોય છે જે રક્તકણોની સંખ્યા વધારે છે. ઘણી વખત કોઈ કારણોસર શરીરમાં સોજા આવી જતા હોય છે, પિસ્તામાં મળતા વિટામીન-A અને વિટામીન-E સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. છાતીમાં થતી બળતરાને દુર કરવા માટે પિસ્તાનું સેવન લાભદાયી થાય છે.
પિસ્તામાં વિટામીન-C અને વિટામીન-E વધારે માત્રામાં હોય છે માટે તેના સેવનથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે. પિસ્તામાં વિટામીન-A મળી આવે છે જે આંખોની નબળાઈ દુર કરીને આંખોને તંદુરસ્ત રાખે છે. પિસ્તાનું સેવન આંખ માટે પણ ફાયદા કારક સાબિત થાય છે.
પિસ્તામાં મળતા ફાયટોસ્ટેરોલ, એન્ટી ઓક્સીડેન્ટ હદયને સ્વસ્થ રાખમાં મદદરૂપ બને છે. હદય રોગની સમસ્યામાં પિસ્તાનું સેવન કરવાથી ફાયદો થાય છે, પિસ્તામાં હાજર ગુણો ધમનીઓમાં લોહીને જમા થતા રોકે છે અને શરીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખે છે.
વધતી ઉમર સાથે ત્વચામાં કરચલીઓ પડવા લાગે છે આ કરચલીઓને ચેહરા પરથી દુર કરવા પિસ્તાનું સેવન લાભદાય સાબિત થાય છે. પીસ્તાનું સેવન કરવાથી શરીનું વજન ઘટાડી શકાય છે અને મોટાપાની સાને દુર કરી શકાય છે કારણ કે તેમાં ફાયબર અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે આપણને જલ્દી ભૂખ લાગવા નથી દેતું.
પિસ્તાનું સેવન નાના બાળકો માટે ખુબ જ લાભદાયી બને છે કારણ કે તેનું સેવન કરવાથી મગજ ઝડપી બને છે અને યાદશક્તિ વધે છે. ડાયાબીટીસની સમસ્યામાં પિસ્તાનું સેવન ફાયદાકારક બને છે કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાયબર હોય છે જે ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે.
પીસ્તામાં રહેલા ફેટી એસીડ્સ વાળને ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. બ્લડપ્રેશરની સમસ્યામાં પિસ્તાનું સેવન કરવાથી તે કંટ્રોલમાં રહે છે.
આમ, પિસ્તાનું સેવન સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. પિસ્તાની તાસીર ગરમ પ્રકૃતિની હોવાથી અન્ય કોઈ દવા લેતા હોવ, ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જનહિત માટે જરૂર શેર કરજો.