નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ભાદરવા મહિનામાં રોગોથી બચવા કઈ વસ્તુનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેન ધ્યાન રાખવાની સાથે આહારવિહારનું પણ નિયમન કરવું જોઈએ. ભાદરવાની શરૂઆત થતા જ ગરમીનું જોર વધે છે જેના કારણે રોગોનો ફેલાવો શરુ થઇ જાય છે.
ભાદરવા મહિનાને બીમારીઓનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં પિત્ત પ્રકોપ વધારે જોવા મળે છે. આ મહિનામાં સૂર્યના સખત તાપના કારણે શરીરમાં પિત્ત વધવા લાગે છે, જયારે પિત્ત પ્રકોપ વધે છે ત્યારે ગરમીનો તાવ આવે છે. ભાદરવા મહિનામાં અવનવી બીમારીઓ થવાનો ભય રહે છે જેમાં તાવ, શરદી-ઉધરસ જેવી વાયરલ બીમારીઓ વધારે થાય છે.
શરીમાં પિત્તનું પ્રમાણ વધવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમ કે છાતીમાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, તાવ આવી જવો, ચક્કર આવી જવા, હાથ પગના તળિયામાં બળતરા થવી વગેરે જેવી સમસ્યા ઉભી થાય છે. આ મહિનામાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિતર બીમાર પડતા વાર લાગે નહિ.
ભાદરવા મહિનામાં તડકો વધારે પડતો હોય છે તેના કારણે શરીમાં ઘણી બધી બીમારીઓ થવાનો ભય રહે છે. આ મહિનામાં મોટા ભગાના લોકોને તાવ આવતો હોય છે. જે ગરમીનો તાવ હોય છે. તાવ આવવા પર નિદાન અવશ્ય કરાવવું જોઈએ જેથી કોઈ અન્ય સમસ્યા ન પેદા થાય. ચાલો જાણીએ ભાદરવા મહિનામાં કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ મહિનામાં ઠંડા ખોરાક એટલે કે ઠંડી તાસીર ધરાવતા ખોરાકનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકોપથી બચવા માટે ઠંડી તાસીરની વસ્તુનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. ભાદરવા મહિનામાં રોગોથી બચવા સાકરના પાણીનું સેવન લાભદાયી સાબિત થાય છે.
ભાદરવા મહિનામાં જે લોકોને તાવની અસર રહેતી હોય તે લોકો નિયમિત રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં સાકર નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે. આનું સેવન કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે દૂધ ગરમ કરીને ઠંડુ થયા બાદ પીવું
ભાદરવા મહિનામાં ચોખા અને દુધની ખીરનું સેવન કરવાથી તાવની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. નિયમિત સવારે ખીરનું સેવન કરવાથી શરીરની ગરમીને દુર કરી શકાય છે સાથે પિત્તને પણ ઠંડુ કરી શકાય છે. તમે અનુકુળતા પ્રમાણે દૂધ પૌવાનું પણ સેવન કરી શકો છો.
ભાદરવા મહિનામાં બને ત્યાં સુધી બહારનો તીખો તળેલો, મસાલેદાર, ચટપટું અને ચટાકેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આ મહિનામાં જેમ બને તેમ હળવા ખોરાકનું સેવન કરવું જોઈએ. આ મહિનામાં આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આહાર વિહારનું ધ્યાન રાખવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. અને પિત્ત પ્રકોપથી પણ બચી શકાય છે.
આમ, ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપથી બચવા અને તાવને દુર રાખવા આ ઠંડી પ્રકૃતિના આહારનું સેવન કરવાથી તાવને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ તાવથી દુર રહી શકો. આ ઉપયોગી અમે સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.