અમે તમને આજના આ આર્ટીકલમાં લીલા શાકભાજી ને હંમેશા કેવી રીતે ખાવા જોઈએ અથવા તો તમે જો લીલા શાકભાજી ખાવાના ખુબજ શોખીન હોવ તો તેનું સેવન ક્યારે કરવું , કેવી રીતે કરવું વગેરે ને વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. તથા લીલા શાકભાજી ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને માટે કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે પણ અમે તમને માહિતી આપીશું તથા લીલા શાકભાજી માં ક્યાં ક્યાં મુખ્ય વિટામિન્સ જોવા મળે છે તેના વિશે પણ સર્ચા કરીશું.
તમે જો અમુક શાકભાજી ને ઉતાવળથી અધકચરુ ચાવીને કે બરાબર ધોઈને ખાવાના બદલે ઝડપથી ખાઈ જતા હોવ છો જે તમારા સ્વાસ્થ્યને માટે ખુબજ નુકશાન કરે છે અને તેને લીધે તમારી તબિયત જલ્દીથી બગડી જતી હોય છે. માટે આજે અમે તમને તેનો સંપૂર્ણ ઈલાજ બતાવી દઈશું.
અમુક શાકભાજી એવા હોય છે કે જેને તમારે બરાબર બાફીને કે શેકીને જ ખાવા જોઈએ જેવા કે બટાકા, રીંગણ, દુધી, સૂરણ,વટાણા, વગરે ને તમારે બરાબર બાફીને કે શેકીને જ ખાવા જોઈએ નહીતર તે તમારા શરીરમાં ઘણાબધા પ્રકારના નુકશાન પહોચાડતા હોય છે જેવા કે પેટમાં દુખાવો થવો, પેટમાં ગેસ થવો, એસીડીટી જેવું સતત લાગ્યા કરવું, પેટમાં બળતરા થવી, બેચેની સતત લાગ્યા કરવી, અપચો આવવો, વગરે જેવા મુખ્ય રોગો થવાની શક્યતાઓ રહેલી છે માટે તમારે હંમેશા લીલા શાકભાજીને બરાબર રંધાઈ જાય પસી જ ખાવા જોઈએ તથા તેને કાચું પણ ન ખાવું.
બટેકા : જો તમે બટેકા નું સેવન કરવા માંગો છો તો તેને તમારે સૌ પ્રથમ તો સ્વચ્છ પાણીની મદદથી ધોઈ લેવા જોઈએ. ત્યારબાદ તેને બરાબર બાફીને કે બરાબર શેકીને જ ખાવા જોઈએ. અમુક બટેકા એવા પણ હોય છે કે તેમાં લીલા રંગના ડાઘ જોવા મળતા હોય છે માટે તેવા બટેકા હંમેશા ન ખાવા જોઈએ જે તમારા આરોગ્ય ઉપર માઠી અસર કરતા હોય છે. તથા બટેકા ને ખાતા પહેતા તેની ઉપરની છાલ ને ઉખેડીને પસી જ તેનું સેવન કરવું જોઈએ.
સૂરણ : તમે જયારે સૂરણનું સેવન કરો છો ત્યારે તમારે સૂરણ ઉપરની છાલ ને ઉખેડી નાખવી ત્યારબાદ તેના જેમ બને તેમ નાના નાના ટુકડા કરી નાખવા અને પસી તેનું શાક બનાવવું. સૂરણનું શાક બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે બરાબર બફાઈ ગયું છે તે જોવું.
રીંગણ : મિત્રો રીંગણ હંમેશા પોચા આવે છે પરંતુ તેને પણ તમારે બરાબર બાફીને ને જ ખાવા જોઈએ. તથા તેના પણ તમારે નાના નાના ટુકડા કરી નાખવા અને પસી જ તેને ખાવા જોઈએ. જો તમે કાચા રીંગણ ખાશો તો તમને તેના લીધે ઘણીબધી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી હોય છે.
દુધી : જો તમે દૂધીનું સેવન કરો છો તો પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દુધીને પણ તમારે બરાબર છાલ ઉતારીને અને તેને બાફીને જ તેનું સેવન કરવું જોઈએ. દુધી એ આપણા શરીર માટે ખુબજ ફાયદો કરે છે અને આપણા શરીર માટે ઉપયોગી પણ નીવડે છે.
આમ, અમે તમે તમને અમુક લીલા શાકભાજી ખાવાથી તથા ફાયદાઓ તેમજ લીલા શાકભાજી ને જો તમે અધકચરું ખાવ તો તેનાથી થતું નુકશાન વિશે અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે.