શું મિત્રો તમને ખબર છે કે TRB પાસે કેટલી સત્તા હોય છે અને તેનું મુખ્ય કાર્ય શું હોય છે જો તમારું કોઇપણ વાહન રોકીને તમને આ રીતે કહે તો તમે પણ તમારા અધિકાર માટે લડીને કહી શકો છો. આજે અમે તમને TRB જવાનની મુખ્ય કામગીરી શું શું હોય છે અને જો તેમણે કરેલી કોઇપણ ભૂલની ફરીયાદ ક્યાં કરવી જોઈએ તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું.
મિત્રો તમે જાણતા જ હશો કે હાલમાં ગુજરાતના રસ્તાઓ ઉપર રખડતા ઢોર અને TRB લોકોના ત્રાસની ચર્ચા ખુબજ થઇ રહી છે. જયારે કોઇપણ TRB જવાન કોઈ વકીલ ઉપર હુમલો કરે છે ત્યારે તે ખરેખર વિચારવા જેવી વાત કહેવાય છે આ પરિસ્થિતિમાં હિમત રાખવી એ સૌથી મોટું હથિયાર છે અને કાયદા અને નિયમોનું જ્ઞાન હોવું જોઈએ. હવે આપણે એક TRB જવાનની મુખ્ય કામગીરી કઈ કઈ હોય છે તથા તેમની પાસે કઈ કઈ સત્તાઓ હોય છે અને તેમની ભરતી કઈ રીતે કરવી જોઈએ તેના વિશે રોડ સેફટીના ખાસ નિષ્ણાંત એવા જે. ડી. શાહ આ બાબત વિશે શું કહે છે તેના વિશે જાણી લઈએ.
TRB એટલે શું: મિત્રો હવે તમને TRBનો અર્થ શું થાય છે તેના વિશે માહિતી આપી દઈએ માટે TRB એટલે ‘ટ્રાફિક બ્રિગેડ’ તરીકે તેમની ઓળખ થાય છે TRB જવાનને અમદાવાદ સહીત અમુક જીલ્લાઓમાં ‘ટ્રાફિક વોર્ડર’ તરીકેની પણ છે તમને કદાસ ખબર નહિ હોય કે TRB જવાન એટલે પોલીસ હશે પરંતુ એવું નથી TRB જવાનને પોલીસ ન કહી શકાય જે ટ્રાફિકન નિયમનમાં મદદરૂપ થાય છે તેને TRB તરીકે કહેવામાં આવે છે.
જાણો TRBને કઈ કઈ મુખ્ય સત્તાઓ દેવામાં આવે છે: મિત્રો તમે કદાસ નહિ જાણતા હોવ તો TRB જવાન પાસે કઈ કઈ મુખ્ય સત્તાઓ હોય છે તેના વિશે TRB જવાનની કામગીરીની વાત કરીએ તો તેમની પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તાઓ હોતી નથી પરંતુ તેમની કામગીરી ટ્રાફિક નિયમનની જ છે તેમને અન્ય કોઈ જ સત્તા આપવામાં આવેલી નથી.
TRB જવાન કોઇપણ વાહનચાલકને રોકીને તેમની પાસે દસ્તાવેજ માંગી શકે ખરી: TRB એટલે કે ટ્રાફિક બ્રિગેડ જેવી કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું કામ નથી તેમનું કામ માત્ર ને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે તથા વાહનનોની વધી રહેલી અવરજવરમાં કોઈ અડચણ રૂપ ન થાય તે તપાસવાનું છે.
TRB જવાન વાહનચાલકને અટકાવી કે રોકી શકે ખરા: મિત્રો TRB જવાન કોઇપણ વાહનને અટકાવી ન શકે પરંતુ વાહન અટકાવવાની તમામ પ્રકારની જવાબદારીઓ ટ્રાફિક શાખાના કર્મચારીની જ છે આ કામગીરી TRB જવાનની નથી હોતી.
TRB જવાન મેમો બનાવી શકે ખરી: ના TRB જવાન મેમો બનાવી શકે નહિ મેમો બનાવવાની તેમને કોઇપણ પ્રકારની સત્તા આપવામાં આવેલી નથી TRB નો કોઇપણ જવાન વાહન ચાલકને અટકાવી પણ ન શકે અને તે કોઇપણ પ્રકારનો દસ્તાવેજ પણ ન માંગી શકે. વાહન રોકવાની કે તેમની પાસે દસ્તાવેજ તપાસવાની મુખ્ય કામગીરી ટ્રાફિક પોલીસની હોય છે TRB ની હોતી નથી.
જો કોઈ TRB જવાન ગેર વર્તુણક કરે તો તેમની ફરિયાદ ક્યાં કરી શકાય છે: જો TRB જવાન વાહનચાલક સાથે ગેરવર્તન કરે તો તેમની જાણ જે તે જીલ્લાની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCP ને પણ આ રીતે ફરિયાદ કરી શકાય છે આ ઉપરાંત પોલીસ કમિશ્નર ને પણ સક્ષમ રીતે ફરિયાદ કરી શકે છે.
TRB જવાનની ભરતી અને તેમનો નોકરીનો કાર્ય કાળ કેટલો હોય છે: મિત્રો TRB જવાનની દરરોજની ડયુટી 8 કલાકની હોય છે અને તેઓ અમદાવાદમાં થયેલી ભરતી મુજબ ૩ વર્ષ સુધી ફરજ બજાવી શકે છે.
TRB જવાન ને કેટલા રૂપિયા વેતન મળવું જોઈએ: TRB જવાનને કોઇપણ પ્રકારનો ચોક્કસ પગાર કે ભથ્થું આપવામાં આવતું નથી પરંતુ તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમકે તેમને લગભગ ૩૦૦ રૂપિયા પ્રતિ દિવસના આપવામાં આવતા હોય છે.
મોબાઇલમાં કઈ રીતે વાહનના દસ્તાવેજ રાખી શકાય: હવે તમે તમારા વાહનના દસ્તાવેજ જો તમારી પાસે ન રાખવા હોય તો તમે તમારા મોબાઇલમાં પણ આ દસ્તાવેજ રાખી શકશો તેના માટે તમારે Mparivahan App કે પછી digilocker App માં તમે તમારા દસ્તાવેજ રાખી શકો છો.
મિત્રો ઉપયોગી માહિતી તમે દરેક લોકો સાથે શેર કરવા વિનંતી જેથી લોકો પોતાના અધિકારથી વાકેફ થાય અને અવાજ ઉઠાવી શકે.