મિત્રો આજે અમે તમને એક મહત્વના વિષય વિશે માહિતી આપવાના કે જેનો ઉપયોગ લગભગ મોટા ભાગના લોકો કરે જ છે ગામડામાં તો ખાસ અને શહેરમાં પણ લોકો બાજરાનો રોટલો ખાતા હોય છે. બાજરાના રોટલાને અનાજ નો રાજા તરીકે ગણવામાં આવે છે.
મારે તમને આજે એ વાત કરવી છે કે ભાદરવા મહિનામાં ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધની શુભ શરૂઆત થતી હોય છે જે આપણા સ્વર્ગસ્થ પિતૃના મોક્ષ અર્પણાર્થે શ્રાદ્ધ નાખતા હોય છે આયુર્વેદે જેને અનાજનું સોનું કહ્યું તે છે બાજરી, બાજરી એ સૌરાષ્ટ્રમાં, મારવાડમાં, ઉત્તર ગુજરાતમાં અને થોડા અંશે મધ્ય ગુજરાતમાં બાજરાનો ભરપુર માત્રામાં ઉપયોગ થાય છે, બાજરીનો ગરમા ગરમ રોટલો, દેશી ઘી, કઢી અને ખીચડી હોય એટલે આપણને દેશી કાઠીયાવાડી ખાણું તરત યાદ આવી જાય છે.
બાજરીનો રોટલો એ અનાજનું સોનું જેમાં આર્યન એટલે કે લોહતત્વ જે આપણા શરીરમાં હિમોબ્લોબીનને વધારવાનું કામ કરે છે એટલા માટે તેને અનાજનું સોનું કહેવામાં આવ્યું છે. પરંતુ તમારે બાર મહિના પૈકી ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષ દરમિયાન બાજરીનું સેવન કરવાની મનાઈ કરવામાં આવી છે. ભાદરવા મહિના દરમિયાન બાજરી ન ખાવાનું એક જ કારણ છે કે બાજરી એ શરીરમાં પિત્તનો પ્રકોપ વધારે છે. આ 15 દિવસ દરમિયાન ખુબજ તડકો પડે છે તથા બફારો પણ ખુબજ વધુ પ્રમાણમાં થતો હોય છે.
જો તમે આ સમય દરમિયાન પાણી ન પીવો તો તેનાથી ડીહાઈડ્રેશન થઇ જવાની શક્યતાઓ તેમાં રહેલી છે. આયુર્વેદ ના કહ્યા અનુસાર આ સમયમાં જો કોઈ પિત્તને સૌથી વધુ પ્રકોપ કરતુ હોય તો તે છે બાજરી એટલા માટે બાજરીનું આ સમય દરમિયાન ક્યારેય સેવન કરવું જોઈએ નહિ. એટલા જ માટે આપણે જયારે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નાખીએ છીએ ત્યારે પણ તેમાં ચોખાની બનાવેલી ખીર અને રોટલી નાખતા હોઈએ છીએ. આ બંને પિત્ત શામક છે.
મિત્રો તમે પણ ભલે બારે મહિના બાજરીનો રોટલો ખાતા હોવ છતા પણ તમારે શ્રાદ્ધ પક્ષના 15 દિવસ દરમિયાન બાજરીનો રોટલો ખાવો જોઈએ નહિ.
આમ, અમે તમને આ લેખ ના માધ્યમથી ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન શા માટે બાજરીનો રોટલો ન ખાવો જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.