મિત્રો આજે અમે તમને આ લખાણ દ્વારા એ માહિતી આપવાના છીએ કે ભાદરવા મહિનામાં કુષ્ણપક્ષમાં ભાદરવી પૂનમથી ભાદરવી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષનું પર્વ મનાવવામાં આવે છે. આ 16 શ્રાદ્ધના દિવસોમાં લોકો તેમના સ્વર્ગસ્થ પિતૃને દૂધ અને ખીરના સ્વરૂપે કાગવાસ નાખતા હોય છે. આ દિવસોમાં કાગવાસ એટલા માટે નાખવામાં આવે છે કે કારણ કે આ દિવસો દરમિયાન આપણા પૂર્વજો, સ્નેહીઓ, ગુરુઓ, મિત્રો, સેવકો, એમ દરેકને આ દિવસો દરમિયાન ઋણ ચૂકવવાનો અવસર મળે છે.
આ દિવસોમાં ધાર્મિક જ નહિ પરંતુ ખગોળની દ્રષ્ટિએ અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે. શ્રાદ્ધનો ઉલ્લ્ખે રામાયણ, મહાભારત, ગરુડપુરાણ, શ્રુતિ પુરાણોમાં કરેલો છે. કાગડાને યમદૂત તરીકે પણ કહેવામાં આવે છે કાગડો અત્યારના મોબાઇલની જેમ જ સંદેશ આપણા સ્વર્ગસ્થ પિતૃઓને પહોચાડે છે. તમે દૂધપાક કે ખીર રોટલી કાગડાને ખવડાવવાથી તે તૃપ્ત થાય છે. કાગડાને પિતૃલોકનું માધ્યમ કહેવામાં આવે છે. શ્રાદ્ધ કરવા પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે જેમ કે શ્રાદ્ધ એ મંત્ર યુક્ત ક્રિયા છે જે પિતૃઓને શાંતિ આપે છે તેમજ તૃપ્તિ અને મોક્ષ માટે કરવામાં આવતું હોય છે. શ્રાદ્ધની વિધિ નાની મોટી મૃત્યુ પામેલ પિતૃ વ્યક્તિઓનું ઋણ ચુકવવા માટે કરવામાં આવતી વિધિ છે.
મિત્રો કદાસ તમને ખબર નહિ હોય કે આપણા પૂર્વજો કર્મના આધારે અલગ અલગ યોનીમાં જન્મ લે છે જેવી કે રાક્ષસ, યક્ષ, નાગ, દેવ વગેરે જેવી યોનીમાં જન્મ લે છે આ દરેકને અન્નની અવશ્કતા હોય છે તેમજ વાત કરીએ ભોજનની તો ભોજન ફક્ત ને ફક્ત પૃથ્વીલોકમાં જ મળે છે આથી જ પિતૃપક્ષ શરુ થતા જ પિતૃઓ ભોજનની સંતૃપ્તિ માટે પોતાના પરિવાર જનોના ઘરે આવે છે આથી જ મૃત્યુ પામેલ તિથી કે સર્વ પિતૃ શ્રાદ્ધ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી બધા જ પિતૃને સંતુપ્તી મળે છે.
હિંદુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા બીજા બધા હિંદુ પર્વ જેવો મહત્વનો માનવામાં આવે છે. ખગોળની દ્રષ્ટીએ અને પર્યાવરણ સબંધમાં પણ આ દિવસોનું મહત્વ ખુબજ વધારે જોવા મળે છે.
મિત્રો તમે જોયું હશે કે ઘરની છત કે બિલ્ડીંગની પાળીઓ ઉપર ખીર પૂરી સહીતના સંપૂર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાદ્ધ પક્ષમાં જોવા મળતો હોય છે. હિંદુ ધર્મ પાળતા દરેક પ્રાંત, જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ ધર્મની વ્યક્તિ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખે છે.
કાગવાસમાં ખીરનું મહત્વ : જયારે તમે શ્રાદ્ધ નાખો છો ત્યારે તમે કાગવાસમાં ખીર ધરાવો છો તે ખુબજ મહત્વનું છે કેમ કે પિતૃઓ આ સમયે વાયુ સ્વરૂપે ફરતા હોય છે ઉકળતા દૂધમાં ચોખા ભળતા એક પ્રકારનો સોડમ ઉત્પન્ન થાય છે જેનાથી પ્રસન્ન થઈને તે વાયુતત્વમાં આકર્ષાય છે અને આ સુગંધથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ મહિનામાં ખીર ખાવાથી શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.
તમે જાણો જ છો કે ભાદરવા મહિના દરમિયાન કફ અને પિત્તના રોગો સૌથી વધુ પ્રમાણમાં થતા હોય છે ખીર આ તમામ રોગોને શાંત પાડવાનું કામ કરે છે તથા કાગડાઓ તેમના બચ્ચાને પોષણ માટે આ સમયે ખીરનો ખોરાક ખવડાવવાથી તેમનો પણ ઉછેર થઇ જતો હોય છે.
શ્રાદ્ધ કરવાની પરંપરા આજ કાલથી નથી પરંતુ તેનો ઉલ્લેખ રામચરિત માનસમાં પણ કરેલો છે ભગવાન શ્રી રામેં પોતાના પિતાજી દશરથ રાજાનું શ્રાદ્ધ પણ પુષ્કરમાં કર્યું હતું. શ્રાદ્ધ વિધિને હિંદુ ધર્મનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે પરંતુ સમય અને સંજોગો અનુસાર તેમાં અમુક ફેરફારો થયા છે. પરંતુ શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવાની પ્રથા તો આજ સુધી જળવાઈ રહેલી જ જોવા મળે છે.
મહાભારતમાં એક કથા મુજબ રાજા કર્ણના મૃત્યુ બાદ તેમનો આત્મા જયારે સ્વર્ગે સીધાવ્યો ત્યારે સ્વર્ગમાં તેમને ખુબજ સોનુ અને ઘરેણા આપવામાં આવ્યા હતા. રાજા કર્ણએ આ સમયે ત્યાં કીધું કે ભોજનના બદલે સોનું કેમ આપી રહ્યા છો ? ત્યારે ભગવાન ઇન્દ્રએ કહ્યું કે તમે આખી જિંદગીભર સોનાનું દાન કર્યું છે પરંતુ તમે તમારા પૂર્વજોને ક્યારેય અન્નનું દાન કર્યું નથી ત્યારે કર્ણએ કહ્યું કે તેમને પૂર્વજો અંગે કોઇપણ પ્રકારની કાઈ જાણકારી ન હતી એટલા માટે તેઓ તેમને કંઈપણ દાન કરી શક્યા નથી.
ત્યારબાદ એ કરેલી ભૂલ સ્વીકારવા માટે કર્ણ રાજાને 16 દિવસ માટે પૃથ્વી ઉપર પાછા મોકલવામાં આવ્યા ત્યારે તેમણે 16 દિવસ સુધી પોતાના પૂર્વજોને યાદ કરીને તેમનું શ્રાદ્ધ કર્યું અને અન્નદાન તર્પણ કર્યું તેથી જ આ 16 દિવસને પિતૃ – પક્ષ સોળ શ્રાદ્ધ તરીકે કહેવામાં આવે છે.
ખગોળશાસ્ત્ર મુજબ ૧૫ જુલાઈ પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે તેથી જ ભાદરવા મહિનામાં તે કન્યા અને પછી તુલા રાશી તરફ તે પ્રસ્થાન કરે છે. તમે બધા જાણો જ છો કે બ્રહ્માંડ 12 રાશી અને 27 નક્ષત્રોથી બનેલું છે. મેષ રાશીને પ્રવેશદ્વાર માનવામાં આવે છે તો મીન રાશીને મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે. આ રાશી બ્રહ્મલોક સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. કન્યા રાશીમાં જેવું સૂર્યનું આગમન થાય છે એટલે તેમાં પિતૃલોક જાગૃત થાય છે તેથી જ તે ભાદરવી પૂનમથી ભાદરવી અમાસ સુધી આ રીતે શ્રાદ્ધનું પર્વ મનાવવામાં આવે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા શ્રાદ્ધના દિવસોમાં કેમ ખીર- પૂરી કે દૂધપાક બનાવવામાં આવે છે તથા કાગવાસ વિશે પણ જરૂરી એવી માહિતી આપી.