મિત્રો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા તમારી પાસે જયારે પણ સમય હોય ત્યારે આ હદય માટેના ટેસ્ટ કરાવી લેવા ખુબજ ફાયદાકારક છે અમે તમને અલગ અલગ હદયના ટેસ્ટ ક્યાં ક્યાં ટેસ્ટ કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.
જો તમારે હદયના સ્વાસ્થ્યને જાણવા માટે આ ટેસ્ટ કરાવવો ખુબજ જરૂરી છે. તમને બધાને ખબર જ છે કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે હદયને સ્વસ્થ રાખવું ખુબજ જરૂરી છે અને તેના માટે યોગ્ય સમયે મેડીકલ ટેસ્ટ કરાવવા પણ જરૂરી છે જેનાથી તમે જાણી શકો છો કે તમારું હદય કેટલું સ્વસ્થ અને તંદુરસ્ત છે તે.
અત્યારે દર 5 વ્યક્તિમાંથી 4 વ્યક્તિઓનું મૃત્યુ હાર્ટ એટેક કે હાર્ટ સ્ટ્રોક થઇ જવાને કારણે થાય છે તમારે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે હદયને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. આપણા શરીરમાં સૌથી મહત્વના અંગ તરીકે હદયની ગણતરી કરવામાં આવે છે. તમારી ખાવા પીવાની ખોટી આદતો, સુસ્ત જીવનશૈલી અને તણાવપૂર્ણ જીવન હદયના આરોગ્યને બગાડી દે છે આની સાથે જ તમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીશ, કોલેસ્ટ્રોલ પણ હદયને ખરાબ કરી દે છે.
લીપીડ પ્રોફાઈલ ટેસ્ટ : આ મેડીકલ ટેસ્ટ કરાવવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈસડનું સ્તર માપવામાં આવે છે. જો તે વધુ પ્રમાણમાં જમા થવા લાગે તો તે હદયને તથા લોહીના પુરવઠાને અવરોધિત કરે છે અને તેને કારણે હાઈ બ્લડપ્રેશર તથા હાર્ટ ડીસઓર્ડર અથવા તો તેમને હાર્ટ એટેક પણ આવી શકે છે.
કાર્ડિયાક રિસ્ક અને કાર્ડિયાક સ્કીન ટેસ્ટ : હદયના જે મુખ્ય રોગો છે તેનો પારિવારિક ઈતિહાસ કે જે ડાયાબીટીશ, બ્લડ ટેસ્ટ, વધુ પડતું લોહીનું દબાણ, યુરીન ટેસ્ટ, સુગર ટેસ્ટ વગેરે જેવા રીપોર્ટ કરાવવાથી હદય રોગનું નિદાન અથવા તો નિવારણમાં મદદ લાવી શકાય છે. આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારું હદય કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે તે.
ટુ હેલ્થ હાર્ટ : તમે આ હદયનો ટેસ્ટ કરાવીને તમારા હદયના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી શકો છો અને હદયના ચોક્કસ પરિણામો મેળવી શકો છો. આ પરિણામોને આધારે તમે સારવાર માટે યોગ્ય નિર્ણય લઇ શકો છો.
બ્લડ ટેસ્ટ : જયારે તમારા સ્નાયુઓને નુકશાન થાય છે જેમ કે હાર્ટ એટેક આવી જવાથી તમારું શરીર તમારા લોહીમાં રસાયણો મોકલે છે તથા બ્લડ ટેસ્ટ દ્વારા હદયના સ્નાયુઓને કેટલું નુકશાન થયું તે પણ માપી શકાય છે.
એકસરસાઈઝ સ્ટ્રેસ ટેસ્ટ : એક ECG ટેસ્ટ સ્ટ્રેસ ટેસ્ટ તરીકે પણ ઓળખાય છે જેને ટ્રેડમિલ અથવા તો એકસરસાઈઝ ટેસ્ટ કહેવામાં આવે છે આ ટેસ્ટ તમે જયારે કસરત કરો છો ત્યારે કરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા શારીરિક પ્રવુતિ દરમિયાન તમારું હદય કેટલું કાર્ય કરી શકે છે તે આ ટેસ્ટ દ્વારા જોઈ શકાય છે.
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ : તમારા હદયના વિદ્યુત આવેગને ECG દ્વારા વાંચવામાં આવે છે, આ ટેસ્ટમાં જાણવા મળે છે કે તમારું હાર્ટ કેટલું અસરકારક રીતે પંપ કરી રહ્યું છે. ડોક્ટર હાર્ટ એટેક અથવા તો અનિયમિત ધબકારા માપવા માટે ECGનો ઉપયોગ કરે છે.
ડાયાબીટીશ અને મોટાપો માટેનો ટેસ્ટ : ટાઈપ 2 ડાયાબીટીશ અથવા તો મેલીટસ ધરાવતા દર્દીઓમાં વધુ પડતું બ્લડનું પ્રેશર હોય છે જો તેની નિયમિત સારવાર ન કરવામાં આવે તો હદયને પણ અસર કરી શકે છે એટલા માટે તમારે નિયમિત બ્લડ શુગર લેવલની તપાસ કરાવવી જોઈએ. જો તમારો વધુ વજન અને સ્થૂળતા પણ હદયની બીમારીનું કારણ બની શકે છે.
મિત્રો આવી ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો તેમજ બીજા લોકો માટે શેર અવશ્ય કરજો
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા હદયની અલગ અલગ ટેસ્ટ કરીને કઈ રીતે સારવાર અને હદય વિશે માહિતી મેળવી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી.