મિત્રો આજે અમે તમને એક મહત્વના વિષય ઉપર વાત કરવાના છીએ કે ભાદરવા મહિનામાં શા માટે લોકોને તાવ આવે છે અથવા તો આ મહિના દરમિયાન શા માટે લોકો સૌથી વધુ બીમાર પડતા હોય છે તેના વિશે તમને જાણકારી આપી દઈશું.
મિત્રો ભાદરવો મહિનો જ એક એવો મહીનો છે કે સૌથી વધુ લોકો આ મહિના દરમિયાન બીમાર પડતા હોય છે ભાદરવા મહિના દરમિયાન લોકોને તાવનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તાવ આવવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો તે છે વધી રહેલું પિત્તનું પ્રમાણ.
મિત્રો તમે જાણો છો કે આપણું શરીર મુખ્ય ત્રણ પ્રકૃતિને લીધે ચાલે છે વાયુ, કફ, અને પિત્ત આ મુખ્ય ત્રણ પ્રકૃતિ માંથી કોઇપણ પ્રકૃતીનું પ્રમાણ વધ-ઘટ થાય અથવા તો તેનું બરાબર બેલન્સ જળવાઈ ન રહેવાથી આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે તેથી સૌથી વધારે અને સૌથી ખરાબ રોગો આ પ્રકૃતિના કારણે થાય છે. જો તમારા શરીરમાં વાયુની કોઈ ખોટ ઉત્પન્ન થઇ તો લગભગ 80 જેટલા રોગો વાયુને કારણે થતા હોય છે, પિત્તના પ્રમાણમાં વધ-ઘટ થવાથી લગભગ 40 કે તેથી પણ વધુ રોગો થતા હોય છે.
આપણે ત્યાં જ્યારે ચોમાસાના પ્રથમ બે મહિના શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે તથા પિત્ત એ એક એવા પ્રકારની વસ્તુ છે જેમાં ગરમી જોવા મળતી હોય છે. ચોમાસામાં શરદ ઋતુ શરુ થાય એટલે ભાદરવો મહિનો શરુ થાય છે અને ભાદરવા મહિનામાં સૌથી વધુ તડકા પડતા હોય છે. પહેલા બે મહિના સતત ઠંડક મેળવ્યા બાદ સીધી જ ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે શરીરના તડકાના લીધે ગરમી ઉત્પન્ન થતી હોય છે.
આપણે આ પ્રકૃતિથી બચવા માટે ગરમ પ્રકૃતિનો ખોરાક બંધ કરી દેવો જોઈએ જેનાથી આપણા શરીરમાં પિત્ત થવાની શક્યતાઓ દુર થઇ જાય છે. જેમાંથી ખાટો રસ આવતો હોય તેવા બધા ફળો ખાવા જોઈએ નહિ.
ભાદરવા મહિના દરમિયાન આવતા તાવથી બચવા શું શું કરવું: જો તમારે ભાદરવા મહિનામાં પિત્તથી થતા તાવના પ્રકોપથી બચવા માટે આદુ, તુલસી, ફુદીનો આટલી વસ્તુઓ ભેગી કરવાની છે. તમારે સૌ પ્રથમ આદુને ખમણી વડે છીણી લેવાની છે અને તેનો પેસ્ટ બનાવી લેવાનો છે તથા એક ચમસી ભરીને આદુનો રસ કાઢી લેવાનો છે ત્યારબાદ તુલસીના પાન વાટીને તેમાંથી પણ રસ કાઢી લેવાનો છે હવે તમારે ફુદીનાના પાનનો પણ રસ કાઢી લેવાનો છે, ત્રણેય વસ્તુના રસને તમારે એક ભેગો કરીને બરાબર મિક્સ કરી દેવાથી ખુબજ ફાયદો થાય છે. કોઇપણ વ્યક્તિને તાવ આવ્યો હોય તેને આ રસ પીવડાવવાથી ફાયદો થાય છે અને આવેલો તાવ સાવ દુર થઇ જાય છે. આ એક એવો ઈલાજ છે જે તમને આવેલો કોઇપણ પ્રકારનો તાવ મટાડી દે છે અને શરીરનું તાપમાન નીચું ઉતારી દે છે. આ ઈલાજ રામબાણ સમાન છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તાવ સામે કઈ રીતે રાહત મેળવી શકાય તેના વિશે માહિતી આપી અને ભાદરવા મહિના દરમિયાન આવેલા તાવ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેના વિશે માહિતી આપી.