મિત્રો આજે મારે તમને CR પાટીલ સાહેબે 6 કિલો વજન કઈ રીતે ઘટાડ્યું તથા તેમણે એવા ક્યાં ક્યાં દેશી ઉપાયો અજમાવ્યા કે જેથી કરીને 6 કિલો સુધીના વજનમાં જોરદાર ઘટાડો થયો. આ ઉપરાંત પણ તેમની આંખોની નીચે જે કાળા રંગના કુંડાળા હતા તે પણ ગાયબ થઇ ગયા વગેરે જેવી સંપૂર્ણ માહિતી આપી દઈશું.
CR પાટીલ સાહેબ છેલ્લા 10 દિવસથી જોઈએ તો તે જાહેર કાર્યક્રમમાં જોવા મળતા નથી CR પાટીલ દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ ખાતે 10 દિવસ સુધી નેચરોપથીની સારવાર લીધા પછી તેમને સતત ૩ દિવસ સુધી ઘી પીધું હતું. તથા તેમને ઓઈલ મસાજ પણ કર્યું હતું આ ઉપરાંત તેમણે પાઉડર મસાજ પણ લીધા હતા. CR પાટીલ સાહેબને જે આંખોની નીચે કાળા રંગના કુંડાળા હતા તે પણ સાવ દુર થઇ ગયા છે. તેમનો છેલ્લે વજન 98 કિલો હતો તે ઘટીને 92 કિલો થઇ ગયો.
CR પાટીલ સાહેબનો રોજનો કાર્યક્રમ: તેઓ સવારે યોગા અને મેડીટેશન કરે છે, તથા તેઓ ઓઈલ મસાજ અને પાઉડર મસાજ કરે છે, તેઓ બપોરે ફક્ત 4 રોટલી, શાક અને દાળ-ભાત જમવામાં લે છે. તેમણે સતત ૩ દિવસ સુધી ઘી પીધું, તથા નેચરોપથીની સારવાર પણ લીધી. તેમણે ભોજનમાંથી ઈડલી, ઉપમા, અને નટ્સની બાદબાકી કરી દીધી છે.
CR પાટીલને શું પરિણામ મળ્યું: આ નેચરોપેથીનો પ્રયોગ કરવાથી તેમની કમર 2 ઇંચ જેટલી ઘટી ગઈ તથા કમરની બંને બાજુએ ચરબી પણ ઘટી ગઈ, વજન 98 કિલો માંથી 92 કિલો સુધીનો થઇ ગયો છે, આ ઉપરાંત તેમની સ્ફૂર્તિ અને ઉર્જામાં વધારો થયો છે.
CR પાટીલે ક્યાં સારવાર લીધી: CR પાટીલે વજન ઘટાડવા માટેની સારવાર તેઓ સુરત આવ્યા બાદ તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીજી તેમના કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે એ માટે વિશેષ ધ્યાન રાખે છે તથા તેનો એક અનુભવ મને પણ થયો છે તેમ તેઓ જણાવે છે તથા તેઓ જણાવે છે કે વધતા વજનને કારણે બહાર મીટીંગોમાં કાર્યરત રહેવાને કારણે તેમના ચહેરા ઉપર થાક દેખાતો હતો. એટલા મારે વડાપ્રધાને આયુષની આયુર્વેદ ઇન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે ચુચન કર્યું હતું.
તેમને સતત 10 દિવસની સારવાર લીધા બાદ 6 કિલો સુધીનું વજન ઘટી ગયું હતું અને તે સારામાં સારી તાજગી અને સ્ફૂર્તિ અનુભવે છે.
CR પાટીલ સાહેબના પત્નીએ પણ સારવાર લીધી હતી: આયુર્વેદ ધરોહરને આયુષ મંત્રાલયના હેઠળ લાવીને વિશાળ ઇન્સ્ટીટયુટનું સંકુલ ઉભું કરીને AIIMS નો દરજ્જો આપવામાં આવ્યો છે અને ત્યાં દરરોજ 3000થી પણ વધુ લોકો નેચરોપેથીનો લાભ મેળવે છે. CR પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે તેમની પત્નીએ પણ આ રીતે સારવાર લીધી હતી પરિણામે તેમનું શુગર લેવલ ૩૦૦ થી ઘટીને ૧૪૦ સુધીનું થઇ ગયું હતું.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી CR પાટીલ સાહેબે કઈ રીતે નેચરોપેથીની સારવાર લીધા બાદ તેમના વજનમાં ઘટાડો થયો તેના વિશે જરૂરી માહિતી આપી.