મિત્રો આજે અમે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જાણે ચોમાસાનો અંત આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે તેવામાં ફરી એક વખત હવામાન વિભાગે પાછી ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસવાની ફરી એક વખત આગાહી કરવામાં આવી છે આ વરસાદ સૌથી વધુ ક્યાં વિસ્તારમાં પડશે તેના વિશે તમને માહિતી આપી દઈએ.
ગુજરાતમાં ચોમાસાનો અંત આવી રહ્યો છે તથા ઘણા સમયથી વરસાદ પણ વિરામ લઇ ચુક્યો છે માટે આ વર્ષની નવરાત્રીનું આયોજન કરતા આયોજકો અને ખેલૈયાઓ ખુશ ખુશાલ થઇ ચુક્યા છે તેવામાં ફરી એક વખત હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી આપી છે.
અત્યારની હવામાન વિભાગની આગાહી જોતા એવું લાગી રહ્યું છે કે નવરાત્રીના દિવસો દરમિયાન થોડા ઘણો વરસાદ આવવાની તો આગાહી રેહેશે જ પરંતુ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ ફરી વખત બનશે જેના ભાગ ઉપે દક્ષિણ ગુજરાતમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે.
વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ચોમાસાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને આગામી બે દિવસ પછી કચ્છમાંથી ચોમાસું વિદાઈ લેવાની ફૂલ તૈયારી કરી રહ્યું છે આ સમયે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વખત ખુબજ માઠા સમાચાર મળી રહ્યા છે. પહેલાની હવામાંન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓ ખુશ ખુશાલ અને ખુબજ આનંદમાં હતા. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ ગઈ છે.
મિત્રો ગુજરાતમાં રાહતના સમાચાર એ છે કે હવે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ થોડા અંશે નહીવત જોવા મળી રહી છે. આગામી 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ખુબજ વરસાદ પડવાની શક્યતાઓ છે બીજી તરફ કચ્છ માંથી ધીમે ધીમે ચોમાસું વિદાઈ લેવાની શરૂઆત કરી ચુક્યું છે.
કચ્છમાં આગામી મંગળવારથી ચોમાસું વિદાઈ લેશે : અત્રે તમને જણાવી દઈએ કે કચ્છમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસું વિદાઈ લેવાની ફૂલ તૈયારી કરી રહ્યું છે તેવામાં ભારતીય હવામાન ખાતાએ 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમા સૌથી પહેલા વિદાઈ રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ હોવાની જાણકારી આપી હતી. 2022ના આ ચોમાસાની વિદાઈની સમયરેખા લખપત તાલુકા સુધી દર્શાવવામાં આવી છે. વાત કરીએ આ વખતના કચ્છમાં પડેલા વરસાદની તો કચ્છમાં 86 દિવસમાં સરેરાશ 456 મીમી વરસાદની સામે 845મીમી વરસાદ નોંધાઈ ચુક્યો છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ અને વાવાઝોડાનું જોર રહેશે અને ક્યાં સ્થળે ચોમાસાની વિદાઈ થઇ ચુકી છે તેના વિશે તમને માહિતી આપી.