મિત્રો આજે તમને મારે એક એવા વિષય વિશે માહિતી આપવી છે કે જેની ક્યારેય પણ એક્સપાયરી ડેટ એટલે કે વેલીડીટી આવતી હોતી નથી તમે તમારા મનપસંદ કોઇપણ સમયે આ વસ્તુ ખાઈ શકો છો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન નહિ પહોચાડે.
મિત્રો તમે ઘણીવખત જોયું હશે કે અમુક વસ્તુઓ જે પેક હોય છે તેની એક્સપાયરી ડેટ છાપેલી હોય છે તે આપણે બધા જાણીએ જ છીએ તથા કોઇપણ વસ્તુનું સેવન કરવા માટેનો એક ચોક્કસ સમય નક્કી કરેલો જોવા મળે છે જો તમે તે સમય વીતી ગયા પછી તે વસ્તુનું સેવન કરવાથી બીમાર પડી શકો છો અને શરીરને તેનાથી નુકશાન થતું હોય છે. માટે આજે અમે તમને એવી અમુક વસ્તુ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે તમે આ વસ્તુઓ જો ખરીદવા માંગતા હોવ તો તેનીં એક્સપાયરી ડેટ ભલે થઇ ગઈ હોવા છતા પણ ખરીદી શકો છો અને તેનું સેવન પણ કરી શકો છો.
વિનેગર : તમે વિનેગરનો ઉપયોગ ઘણી અલગ અલગ રીતે કરી શકો છો પરંતુ ખાસ કરીને અથાણામાં વિનેગર નાખવામાં આવે જેથી તે બહુ લાંબા સમય સુધી સારા રહે છે આ ઉપરાંત તમે વિનેગર વાળી ડુંગળીનું સેવન કરશો તો પણ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તમને વધુમાં જણાવી દઈએ કે વિનેગરનો ઉપયોગ તમે એક્સપાયરી ડેટ થઇ ગયા પછી પણ કરી શકો છો જેનાથી તમને કોઇપણ પ્રકારનું નુક્શાન થતું નથી.
ખાંડ : મિત્રો ખાંડ એ એક એવી વસ્તુ છે જેનો તમે બહુ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો ઘણી વખત તમે જોયું પણ હશે કે ખાંડના પેકેટ ઉપર 2 વર્ષ સુધીની એક્સપાયરી ડેટ મારેલી હોય છે પરંતુ તમે 2 વર્ષ પછી પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમારે ખાંડમાં એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તે જગ્યા એ હવા લાગવી જોઈએ નહિ તો તે ખાંડ વર્ષો સુધી સારી રહે છે.
મધ : તમે જો મધનો યોગ્ય રીતે સંગ્રહ કર્યો હશે તો તે વર્ષો સુધી બગડશે નહિ અને મધને હવા ન લાગે એવા ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને રાખવા જોઈએ એવું તમે કરશો તો વર્ષો સુધી મધ બગડ્યા વિના રહી શકે છે.
પાસ્તા : તમે જોયું હશે કે પાસ્તા એ આપણે બધાની પસંદગી માંથી એક છે મોટા ભાગના લોકોને પાસ્તા વધું પસંદ હોય છે, પાસ્તાની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી તેને હવાચુસ્ત અને એર ટાઈટ કન્ટેનરમાં યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે એટલે તે વર્ષો સુધી સારા રહે છે.
આમ, અમે તમને અમુક એવી વસ્તુઓ હોય છે જેની એક્સપાયરી ડેટ થઇ ગઈ હોવા છતાં પણ તમેં ઉપયોગ કરી શકો છો.