મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે હેલ્થ અને તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબજ ઉપયોગી થાય છે. WHO એ હરિયાણામાં બનેલી આ મુખ્ય 4 કફ સિરપને જીવલેણ ગણાવી છે તેની આડઅસરથી ગામ્યિયામાં 66 કે તેથી પણ વધુ બાળકોના મોત થયા છે આ સિરપનું ભારત સહીત વધુ દેશોમાં હજુ સુધી વેચાણ શરુ છે માટે તેની ઉપર પ્રતિબંધ લગાવો જોઈએ.
ડાયથેલેન ગ્લાઈકોલ અને ઇથીલેન ગ્લાઈકોલ કમ્પાઉન્ડે ભારત કુલ ૩૩ લોકોના જીવ લીધા છે તેમ છતાં પણ આપણા દેશમાં પ્રતિબંધ કેમ નહિ ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામા આવેલી આ મુખ્ય 4 કફ સિરપ વિશે એક એલર્ટ જાહેર કરવામાં આવેલ છે WHOએ કહ્યું છે કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતા નથી. તથા તેમને એ પણ જણાવ્યું કે આનાથી બાળકો સલામત નથી ખાસ કરીને બાળકોમાં એના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ અથવા તો મૃત્યુનું જોખમ વધી શકવાની ખુબજ શક્યતાઓ તેમાં રહેલી છે.
WHOએ કહ્યું હતું કે ગામ્બિયામાં 66 બાળકના કિડનીની સમસ્યાને કારણે અમુક બાળકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. આ સિરપનું જો સેવન કરવામાં આવે તો બાળકોના મૃત્યુ થવાની પણ શક્યતાઓ તેમાં રહેલી છે.
WHO એ મેડીકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે, આ ફક્ત ગામ્બિયા જેવા દેશો માટે જ નહિ પરંતુ ભારત માટે પણ ખુબજ ગંભીર સાબિત થઇ શકે છે. WHOના બધા જ રીપોર્ટ અનુસાર એ ભારતીય કંપની છે ત્યાં એનું ઉત્પાદન થાય છે તેની સામે સવાલ ઉઠી રહ્યો છે કે આ સિરપનું ભારતમાં પણ વેચાણ થઇ રહ્યું છે જે ખરેખર જોખમી છે ?
જે-તે કંપની એ વેબસાઈટ બંધ કરી દેવી જોઈએ : આ અંગે એલર્ટ જાહેર કર્યા પછી જે-તે નિષ્ણાંત, તબીબો સાથે વાત કર્યા પછી એ જાણવા મળ્યું છે કે જે કંપનીના સિરપ સામે સવાલ છે કે તેણે વેબસાઈટ બંધ કરી દીધી છે જેથી કરીને લોકો વધુમાં માહિતી મળી શકે નહિ.
તે લોકો સ્વાદમાં વધારો કરે છે : ડો. વિવેક શર્મા, બાળરોગ બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું પ્રમાણે જે કમ્પાઉન્ડ diethylene glycol અને ethylene glycol નો ઉલ્લેખ WHOના રીપોર્ટમાં કરવામાં આવ્યો છે એ કાર્બન ઘટકો છે. તથા તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમાં ન તો સુગંધ હોય કે ન તો રંગ હોય એ એક પ્રકારનું ગળ્યું હોય છે તે બાળકોની સિરપ બનાવવામાં એટલા માટે ઉમેરવામાં આવે જેનાથી તે સરળતાથી નાનું બાળક પીઈ શકે.
ઓવરડોઝના કિસ્સામાં જીવલેણ છે : આ દ્રવ્ય ઓવરડોઝના કિસ્સામાં જીવલેણ સાબિત થાય છે તથા દવાઓમાં આ ઘટકોને વધુમાં વધુ 0.14 મીલીગ્રામ પ્રતિ કિલો સુધી મિક્સ કરી શકાય છે જો 1 ગ્રામ કિલોએ વધુ પ્રમાણમાં મિક્સ કરવામાં આવે તો તે મૃત્યુનું કારણ બની શકે છે. WHO અથવા તો આ બધી જ કંપનીઓને એ વાતનો હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી કે જે બાળકોના મૃત્યુ થયા છે તે દવાથી થયા છે અને તેમાં આ ઘટકોની માત્રા કેટલી હતી ?
આ દવાથી મનુષ્યો પર શું અસર જોવા મળે છે: આ દવાથી શરૂઆતના સમયમાં પ્રથમ બે દિવસમાં ઉલટી થાય છે અને પછી ઝાડા સાથે થોડો થોડો પેટમાં દુખાવો થવા લાગે છે તેને માઈનોર કોમા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા અને ચોથા દીવસે કીડનીમાં ફેકચર થાય છે તથા જયારે પેશાબ કરવા જઈએ છીએ ત્યારે બળતરા પણ થવા લાગે છે અને એકાએક બીપીમાં વધારો થાય છે હદયના ધબકારા પણ વધી જતા હોય છે. ત્યારબાદ પાંચમાં થી દસમાં દિવસ સુધી પેરાલીસીસ થઇ શકે છે વ્યક્તિ વધુ માં ડીપ કોમામાં જઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. આ સમસ્યામાંથી જે તે દર્દીને એક વખત બચાવી લેવામાં આવે છે છતા પણ તેમને કીડનીની સમસ્યા તો રહે જ છે.
આ સિરપના મુખ્ય ઘટકો મનુષ્યો અને ખાસ કરીને બાળકો માટે ઝેરી સાબિત થાય છે તથા આ સિરપમાં રહેલા તત્વોથી જે તે બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે તેથી બાળક માટે સૌથી વધુ જોખમી છે આ સિરપ.
આમ, અમે તમને આ આ સિરપનું સેવન બાળકો માટે કેટલી ખતરનાક છે તેના વિશે જરુરી એવી માહિતી આપી.