મિત્રો આજે અમે તમને એક સરસ વિષય વિશે વાત કરવાના છીએ કે અત્યાર સુધીમાં કોઇપણ એવી વ્યક્તિ નહિ જન્મી હોય કે જેમને શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો ન થયો હોય બધા જ ને કોઈને કોઈ રીતનો દુખાવો તો થયો જ હશે. આયુર્વેદ એવું કહે છે કે કોઈને વાયુ વગર દુખાવો ન થાય તથા તેમના કહ્યા અનુસાર બાળપણમાં કફ વધે છે, યુવાવસ્થામાં પિત્ત વધે છે વૃદ્ધા વસ્થામાં વાયુ વધે છે આમ જોઈએ તો કોઇપણ વ્યક્તિએ સવારે 10 થી 15 મિનીટ સુધી શરીર ઉપર માલીસનો પ્રયોગ કરવો જોઈએ જેથી લાઈફ ટાઈમ માટે તેમને વાયુના રોગોના શિકાર બનવા ન પડે.
મિત્રો જેવી તમારી 40 કે 50 વર્ષની ઉંમર થાય એટલે વાયુનો પ્રકોપ થવાથી આપણને સાંધા દુખતા હોય છે તથા શરીરમાં અલગ અલગ પ્રકારના દુખાવાઓ થતા હોય છે. આપણે તે દુખાવાને દુર કરવા અંતે ટીવી ઉપર અલગ અલગ જાહેરાતો આવતી હોય છે તે મુજબ કરતા હોઈએ છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આપણા જ રસોડામાં અમુક એવી પણ વસ્તુઓ પડેલી હોય છે જેનો આપણે ઉપયોગ કોઇપણ ઓસડીયામાં નથી કરતા આતો પેલી કહેવત જેવી થયું ઘરકી મુરઘી દાળ બરોબર કારણ કે આપણા જ ઘરમાં રહેલી ઔષધીનો આપણે જરા પણ ઉપયોગ કરતા નથી.
તો આજે મારે તમને એક એવું સરસ મજાનું આયુર્વેદિક તેલ વિશે વાત કરવી છે કે જેના આયુર્વેદે ભરપુર પ્રમાણમાં વખાણ કર્યા છે તેવું એક સરસ મજાનું ઔષધીય દુખાવા માટેનું તેલ કઈ રીતે બનાવવું તેના વિશે મારે તમને માહિતી આપવી છે.
તેલ બનાવવાની યોગ્ય રીત : આ તેલ બનાવવા માટે તમારે બીજી કોઇપણ વસ્તુ લાવવાની નથી તમારે ફક્ત આ 5 વસ્તુ લાવવાની છે જે તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. 1) સુંઠનો પાઉડર 2) અજમો ૩) રાઈ 4) લસણ અને 5) હિંગ
તમારે સૌથી પહેલા 300 ગ્રામ જેટલું સરસવનું તેલ લેવાનું છે તથા તેમાં 2 ચમસી સુંઠનો પાઉડર નાખવો, તથા તેમાં 2 ચમસી રાઈ નાખો, તથા 2 ચમસી અજમો નાખવાનો છે, 10 કળી લસણની તેમાં નાખો તથા 1 ચમસી હિંગ નાખો હવે આ સરસવના તેલને ધીમા તાપે ગરમ કરીને આ નાખેલા પાંચેય દ્રવ્યો બરાબર શેકાઈ જાય અને તેની અંદર રહેલું દ્રવ્ય પણ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી તેને બરાબર ગરમ કરવાનું છે. આ તેલમાં નાખેલી લસણની કળીઓ બરાબર બ્રાઉન રંગની થઇ જાય ત્યાં સુધી ગરમ થવા દ્યો ત્યારબાદ આ તેલને નીચે ઉતારી લ્યો તથા ગળણીની મદદથી આ તેલને ગાળી લ્યો હવે તે ગરમ થઇ ગયેલું જે આ પાંચેય દ્રવ્યો વાળું તેલ છે તેને એક બોટલમાં ભરીને મૂકી દ્યો ત્યારબાદ તમને જયારે પણ શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થાય એટલે આ તેલનું માલીશ કરવાથી ફાયદો થાય છે.
આ તેલનો તમને શરીરના જે ભાગ ઉપર દુખાવો થતો હોય તે ભાગ ઉપર દિવસમાં ૩ વખત એટલે કે સવારે, બપોરે અને સાંજે કરશો તો તમને ફાયદો થાય છે.
આમ, અમે તમને શરીરના કોઇપણ ભાગ ઉપર દુખાવો થતો હોય તો તેને કરી રીતે સાવ ઠીક કરી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી તથા કઈ રીતે તેલ બનાવી શકાય તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.