આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે એક એવી ઔષધી વિશે વાત કરીશું કે જેના અસંખ્ય ફાયદાઓ જોવા મળે છે ખાસ કરીને અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને એમાં પણ આ છોડને દિવાળી નજીક આવતા જ તેને ફળ આવતા હોય છે. આ ફળના બીજને આયુર્વેદમાં ખુબજ ઉપયોગી ગણાવ્યું છે.
તો વાત કરી લઈએ તે છોડના બીજ વિશે તો તમે કુવાડિયાનું તો નામ સાંભળ્યું જ હશે કુવાડીયો ખાસ કરીને ગામડામાં રોડની બંને બાજુ, ખેતરના શેઢે, ડુંગરાઉ વિસ્તારમાં, વાડમાં વગેરે જગ્યાએ કુવાડીયો કુદરતી રીતે ઉગી નીકળતો હોય છે. કુવાડિયાને લાંબી શીંગો આવે છે અને આ શીંગો દિવાળી ઉપર પાકી જાય છે એ પાકેલી શીંગોમાંથી જે બીજ નીકળે છે તે બીજને ભેગા કરીને તેને એક બરણીમાં સ્ટોર કરીને મુકી દ્યો.

આ કુવાડિયાના બીજનો સૌથી વધુ ઉપયોગ ખાસ કરીને ચામડીના રોગોને દુર કરવા માટે થાય છે ચામડીના રોગો જેવા કે ધાધર, ખરજવું, ખસ, લુ ખસ, સતત ખંજવાળ આવતી હોય વગેરે જેવી ચામડીને લગતી સમસ્યાને દુર કરવા માટે કુવાડિયાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.
આ કુવાડિયાના બીજ માત્રને માત્ર દિવાળી આજુ બાજુ જ મળતા હોય છે પછી તે મળતા નથી અને પછી ગાંધીની દુકાનેથી બહુ મોંઘી કિંમત સુકવીને લોકો લઇ જતા હોય છે માટે જ તેને સોનાના ભાવ સાથે સરખાવવામાં આવ્યા છે. ચામડીના કોઇપણ રોગોને દુર કરવા માટેની અક્ષીર ઈલાજ સાબિત કરતી દવા છે.
કુવાડિયાના બીજનો કઈ રીતે ઉપયોગ કરવો: તમારે સૌ પ્રથમ કુવાડિયાના બીજ એકઠા કરવા ત્યારબાદ તેને ખાંડીને મિક્સરની મદદથી તેનો બરોબર ભૂકો કરી નાખવો કે તેનું ચૂર્ણ બનાવી લેવું. પછી સવારે 1 ચમસી અને સાંજે 1 ચમસી પાણી સાથે લેવાથી ફાયદો કરે છે તથા તમે બહારના ઉપયોગ માટે કણજીનું તેલ વાપરી શકો છો. તમને ધાધર, ખસ, ખરજવું, ખંજવાળ આવતી હોય તો તેની ઉપર કણજીના તેલથી માલીશ કરવાથી ફાયદો થાય છે.
કુવાડિયાનો છોડ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઉગી નીકળતો છોડ છે ગરીબ લોકો આ છોડનો સૌથી વધુ ઉપયોગ કરે છે કારણ કે આ છોડ એ એક પ્રકારની ઉત્તમ ઔષધી છે અને તે સૌથી વધુ રોગોનો નાશ કરે છે તમે કુવાડિયાના પાનની ભાજી કરીને તેનું સેવન કરશો તો તમને આવતી ખંજવાળ માટે છે લોકો કુવાડિયાના પાનનું રાયતું બનાવીને પણ ખાઈ છે. તમે કુવાડીયાના પાનના બીજની કોફી બનાવીને ખાશો તો ખસ, ખંજવાળ, ખુજલી, કફ, શરદી, ખાંસી, દમ, શ્વાસ તથા આવતી ઉધરસ સાવ મટી જાય છે.
કુવાડિયાના બીજમાંથી ક્રાઈઓસોફેનીક એસીડ કાઢીને તેનો ઉપયોગ ધાધર માટેનું મલમ બનાવવા માટે થાય છે આ બનાવેલા મલમનો ઉપયોગ વિશ્વ આખામાં કરવામાં આવે છે.
કુવાડિયાના પાનથી શરીરમાં કોષો વધવા લાગે છે તથા સોરાયસીસ જેવી ચામડીની બીમારીને મટાડવા માટે ઉપયોગી થાય છે. તમને શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ થઇ હોય ત્યારે કુવાડિયાના થોડા પાન લઈને તેને ગરમ કરીને લગાડવાથી થતી પીડા મટી જાય છે.
અત્યારે મોટા ભાગના લોકોને વધુ પડતી ચરબીની સમસ્યા હોય છે તો કુવાડીયો ચરબીને ઓગાળવા માટે પણ ફાયદો કરે છે તેના ઈલાજ માટે તમારે થોડા કુવાડિયાના મૂળ લેવા અને તેને ગરમ કરીને તેનો ઉકાળો બનાવી લેવો પસી તે ઉકાળાને ગાળીને તેનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળી જાય છે.
નાના બાળકોને 8 મહિના પછી દુધિયા દાંત આવવાની શરૂઆત થતી હોય છે આ સમયે જે તે બાળકને કુવાડિયાના પાનનો ઉકાળો કરીને સવારે અડધી ચમસી અને સાંજે અડધી ચમસી પીવડાવવાથી નાના બાળકોને દાંત સરળતાથી આવી જા
તમે આ સોનાથી પણ કિંમતી વસ્તુ છે તેને સ્ટોર કરી લેજો કારણ કે આ સ્ટોર કરેલી વસ્તુ તમને જયારે પણ સ્કીનનો પ્રોબ્લેમ આવે ત્યારે તે કામ લાગશે. આમ, અમે તમને આ લેખના માધ્યમથી કુવાડિયાના બીજ વિશે જરૂરી એવી માહિતી આપી તથા તે મુખ્ય ક્યાં ક્યાં રોગોને દુર કરે છે તેના વિશે પણ સમજ આપી.