આજે આપણે જેના વિશે માહિતી મેળવવાના છીએ તેનો ઉપયોગ એક ઔષધી તરીકે અને મુખવાસ તરીકે પણ થાય છે તમે જમી લીધા બાદ આ મુખવાસનું સેવન કરશો તો તેનાથી સ્વાસ્થ્ય માટે લાભ થાય છે.
તો ચાલો વાત કરી લઈએ તે મુખવાસ વિશે તમે સુવાનું નામ તો સાંભળ્યું જ હશે આયુર્વેદમાં પ્રાચીન કાળથી સુવાનો ઉપયોગ તો ઘરગથ્થુ ઈલાજ માટે અથવા તો ઔષધી તરીકે કરવામાં આવે છે આપણા ઘરે નાના બાળકોને પેટમાં દુખતું હોય તે સમયે સુવા ચાવીને તેમાં ટીપું પાણી નાખીને પાવાથી ફાયદો થાય છે.

આપણે ત્યાં ગામડે જે સ્ત્રી પ્રસુતા છે તેમને પ્રાચીન સમયથી પ્રસુતિ થયા બાદ સુવાનું સેવન કરાવવામાં આવે છે કારણ કે સુવા ખાવાથી બીજા કોઇપણ રોગો આવતા નથી તે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તથા જમી લીધા પછી જો બરોબર પાચન ન થતું હોય તો જમ્યા બાદ શેકેલા સુવા ખવડાવવાથી પાચન યોગ્ય રીતે થાય છે.
કોઈપણ નાનું ગામડું હોય ત્યાં ડોક્ટર કે વૈદ્ય ન હોય ત્યાં સુયાણી પ્રસુતા સ્ત્રીની તંદુરસ્તી જાળવવા માટે સુવાનો ખોરાક લેવાનું અને સુવાનું પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારે 100 ગ્રામ જેટલા સુવા લેવાના છે અને 2 લીટર પાણીમાં તેને ગરમ કરીને ઉકાળી નાખો તથા તેમાં ચોથા ભાગનું પાણી બળી જાય એટલે તેને ઠંડુ પાડીને ઉકાળી નાખો ત્યારબાદ અડધો અડધો કપ આ પાણી પીવાથી ફાયદો થાય છે.
આ રીતે પ્રસુતા સુવાના પાણીનું સેવન કરે તો તેને ખોરાક પ્રત્યે અરુચિ થતી હોય તો તેને દુર કરે છે. શરીરમાં રહેલા અમુક નકામાં જંતુનો નાશ કરે છે. પ્રસુતા સ્ત્રીના જનન અવયવોને આ સુવા વાળા પાણીથી ધોઈ નાખવાથી તે જગ્યાએ કોઈપણ પ્રકારનો ચેપ લાગતો નથી તથા યોનિના સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા ધારણ કરીને મૂળ સ્થિતિમાં આવી જાય છે સુવાનુ સેવન કરવાથી પ્રસુતાના ધાવણ વધારવામાં મદદરૂપ થાય છે.
તમે વરીયાળી, ધાણા દાળ તથા સુવાને સરખે ભાગે લઇને શેકી નાખો ત્યારબાદ તેને થોડા થોડા ખાંડી ઉપરથી ચાલોતરા કાઢી નાખો હવે તૈયાર થયેલા મિશ્રણ ઉપર સંચળ અથવા તો સિંધવ મીઠાનું પાણી નાખીને તેની ઉપર છંટકાવ કરીને બરોબર મિક્સ કરી દેવું અને તેને થોડી વાર માટે સુકવી દેવુ સુકાઈ જાય પછી તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
તમે સુવાને 24 કલાક સુધી પાણીમાં પલાળી રાખી તેનો અર્ક કાઢી નાખો આ અર્ક બાળકોના ઉદરશુળ, ઉલટી, હેડકી વગેરે જેવી સમસ્યા હોય તો કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર આપી શકાય છે. સુવાના અર્કથી આપણી પાચનક્રિયાને મજબુત કરે છે. આ ઉપરાંત ઝાડામાં આમ આવતો હોય ઝાડામાંથી દુર્ગંધ આવતી હોય તે સમયે સુવાનું ચૂર્ણ લેવું ખુબજ ફાયદાકારક છે.
પ્રસુતા સ્ત્રી માટે સુવાની પોટલી બનાવી જે-તે પ્રસુતાની યોનીમાં મુકવાથી યોનીશુળ મટી જાય છે તથા તે ભાગમાં જંતુઓ નાશ પામે છે આ સિવાય ગર્ભાશયમાં રહેલા જંતુઓનો પણ નાશ કરે છે અને બગાડ બધો જ બહાર નીકળી જાય છે.
સંતાનપ્રાપ્તિ માટે ફાયદો કરશે : સુવા દાણા સંતાન પ્રાપ્તિ માટે ખુબજ ઉપયોગી થાય છે જે સ્ત્રીઓ નિસંતાન પણું ધરાવે છે તેમને માટે સુવા દાણા આશીર્વાદ સમાન સાબિત થાય છે તેના માટે દરરોજ તમારે એક ચમસી જેટલું સુવાનું ચૂર્ણ લેવાનું છે અને તેને ઘી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાનું છે તમે આ રીતે એક મહિના સુધી સુવાના ચૂર્ણને ઘી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી સંતાન વગરની સ્ત્રીને સંતાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. તથા આ પ્રયોગ કરવાથી વૃદ્ધોમાં પણ યુવાન જેવી શક્તિ આવે છે.
માસિકસ્ત્રાવની સમસ્યા દુર કરે છે : અત્યારે જોઈએ તો વધુ પડતું બહારનું ખાવાને લીધે તથા અનિયમિત ખાણી-પીણી ને કારણે મોટા ભાગની સ્ત્રીઓને અનિયમિત માસિકસ્ત્રાવથી પીડાઈ રહી હોય છે માટે તે સ્ત્રી જો સુવા દાણાનું સેવન કરશે તો તેમને આ સમસ્યા માંથી છુટકારો મળશે અને જે અનિયમિત થઇ ગયેલુ માસિક ચક્ર નિયમિત થઇ જશે. તથા હોર્મોન્સને સંતુલન કરવાનું કામ કરે છે અને ગર્ભાશયને શુદ્ધ કરે છે.
હાડકાં મજબુત કરે છે : જો તમે કોઇપણ ઉંમરમાં સુવા દાણાનું સેવન કરવાનું શરુ કરી દેશો તો તે તમારા શરીરમાં હાડકાંને લગતી સમસ્યા જેવી જે હાડકાંમાં વારંવાર ફેકચર આવી જતું હોય તથા કેલ્શિયમની ખામી હોય, હાડકાંમાં તિરાડ પડી જવી વગેરે જેવી હાડકાંને લગતી સમસ્યા માટે સુવા દાણાનું સેવન કરવાથી ફાયદો થાય છે.
સાંધાના રોગો દુર કરે છે : જો તમે સંધિવા અથવા તો સાંધાના દુખાવાથી સતત પરેશાન થતા હોવ તો સુવા દાણાનો ઉપયોગ કરશો તો આ પ્રકારની સમસ્યા માંથી સાવ છુટકારો મળે છે કારણ કે સુવા દાણાના પાંદડાની પેસ્ટ, તથા ફ્લેક્સસીડ અને એરંડાના બીજને 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી સંધિવા, સાંધાનો દુખાવો, અને શરીર પરનો સોજો દુર કરે છે આ સુવા.
તમારે સુવા દાણાનું અડધીથી પોણી ચમસી જેટલું ચૂર્ણ એક ચમસી જેટલી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગેસ, પેટમાં આફરો ચડી જવો, પેટમાં ગેસ ભરાવો, અપચો આવી જવો તથા અરુચિ અને મંદાગ્ની માટે ફાયદો કરે છે.
પેટમાં આવતી ચૂક મટાડે છે : જો તમને આવર નવાર પેટમાં ચૂક આવતી હોય તો તેને ઠીક કરવા માટે સુવાને રેચક ઔષધ સાથે લેવાથી આવતી ચૂક માંથી રાહત થાય છે. જે લોકો વાયુથી પરેશાન છે તેમને સુવાની ભાજી ખવડાવવાથી વાયુને મટાડી દે છે.
ભૂખ લગાડે છે : જો તમે સુવાદાણાને એક ચમસી ગોળ સાથે તેનું સેવન કરશો તો તમને ખુબજ કકડીની ભૂખ લાગે છે.
કેન્સર અને હદય માટે ફાયદો કરે છે : કેન્સરની સામે સુવા દાણા ફાયદો કરે છે સુવામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ભરપુર પ્રમાણમાં હોય છે તે શરીરમાં રહેલા નકામાં ઝેર અને ફ્રી રેડીકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે.
તમે શેકેલા સુવાને મોઢામાં રાખીને ચાવી જવાથી મોઢામાંથી દુર્ગંધ પણ આવતી નથી અને મોઢું થઇ જાય છે એકદમ ફ્રેશ.
આમ, અમે તમને આ લેખ દ્વારા સુવા ખાવાથી થતા ફાયદો વિશે માહિતી આપી તથા સુવાનો કેવી રીતે મુખવાસ બનાવવો વગેરે જેવી માહિતી આપી.