મગજ આપણાં શરીરના કાર્ય પ્રણાલીનો તે ભાગ છે જે શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. કદાચ આ જ કારણ છે કે માણસનું શરીર તો પોતે વિકાસ કરી લે છે. પરંતુ બ્રેનનું ધ્યાન રાખવું પડે છે. જણાવી દઈએ કે બ્રેન ટ્યૂમર મગજથી જોડાયેલી એક ખૂબ જ ગંભીર બીમારી છે. તેની સારવાર પણ ખૂબ મોંઘી હોય છે. એટલા માટે 8 જૂનના રોજ આયોજન અને રેલીઓ દ્વારા લોકોને આ બીમારીના કારણોથી અવગત કરાવવામાં આવે છે. જેથી તે આ બીમારીથી બચી શકે. આજના સમયમાં બને ત્યાં સુધી બહારના ખોરાકનું સેવન ટાળવું શરીર માટે ખુબ જ ફાયદાકારક બને છે.
સામાન્ય રીતે આ બીમારીનું કારણ ખરાબ ખાણી-પીણી અને નશીલી વસ્તુનું સેવન કરવાનું હોય છે. પરંતુ ઘણીવાર આ જેનેટિક પણ હોય શકે છે. આ સ્થિતિમાં મગજને લઈને વધું સાવચેતીથી રહેવું જરૂરી છે. ખાસ કરીને પીવાની બાબતમાં. આજે અમે તમને આવી જ કેટલીક ખાદ્ય સામગ્રીઓ વિશે જણાવીશું જે મગજ માટે ઝેરની જેમ કામ કરે છે. તેનું સેવન કરવાથી બ્રેન ટ્યૂમરનું કારણ બની શકે છે. આવો જાણીએ કે કયા એવા ફૂડ છે જે તમારા મગજ માટે ખતરનાક છે.
ટ્રાન્સ ફેટ : એવી ખાદ્ય સામગ્રી જેની અંદર આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ હાજર હોય છે. આ મગજ પર એક ખરાબ અસર નાંખે છે. એવી અનેક શોધ છે જે જણાવે છે કે ટ્રાન્સ ફેટનું વધારે સેવન એલ્ઝાઈમ, ખરાબ યાદશક્તિ અને લોઅર બ્રેન વોલ્યૂમની સમસ્યાનું કારણ બને છે. આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટથી થોડું અંતર બનાવી રાખવું પડશે. આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટવાળા ફૂડની વાત કરીએ તો તેમાં કેક, કૂકીઝ એન્ડ પાઈ, માઇક્રોવેવ પોપકોર્ન, ફ્રોઝન પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, ફ્રાય ચીકન વગેરે જેવા ખોરાકનો સમાવેશ થાય છે.
મીઠા પેય પદાર્થ : હાઈ ફ્રુક્ટોજ પેય પદાર્થ અથવા રિફાઈન્ડ શુગરથી બનેલી વસ્તુ જેમ કે કોલ્ડ ડ્રિંક, સોડા, ફ્રૂટ જ્યૂસ વગેરે તમારા માટે કેટલું ભયંકર છે, તેની પર ઘણી બધી શોધ થઈ ચૂકી છે. આ ન ફક્ત ડાયાબિટીસની સમસ્યા પેદા કરે છે, પરંતુ આ મગજ માટે પણ એટલું જ હાનિકારક છે. તેના સેવનથી યાદશક્તિ પણ નબળી પડે છે અને વ્યક્તિની શીખવાની ક્ષમતા પર પણ અસર પડે છે. તેમજ અનેક શોધમાં પણ જણાવે છે કે બ્રેન ટ્યૂમરનું કારણ પણ બની શકે છે. તેના પહેલા આ તમને સંપૂર્ણ રીતે નુકસાન પહોચાડે તેને આજે જ તમારા જીવનમાંથી નીકાળીને બહાર ફેંકી દો.
પ્રોસેસ્ડ ફૂડ : પ્રોસેસ્ડ ફૂડ જેમ કે રેડીમેડ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ અને બજારમાં ઉપલબ્ધ ઈન્સ્ટન્ટ નૂડલ્સ જેવી વસ્તુઓ ખાવાથી મગજના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તે વધુ સારું છે કે તમે તાજા ફળો, શાકભાજી ખોરાકમાં લો અને ઘરે જ રાંધો. આ ફૂડ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, એવી ખાદ્ય સામગ્રી જેને તૈયાર કરવા માટે ન જાણે કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેમાં જંક ફૂડ, રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ વગેરે સામેલ છે. આ પ્રકારનો આહાર તમારૂ મગજ અને આરોગ્ય બંને માટે હાનિકારક છે. મગજને તંદુરસ્ત બનાવી રાખવા માટે તમે તેનાથી અંતર જ બનાવી રાખો.
વધું મર્કર વાળી માછલી : મર્કરીનું એક ન્યોરોક્સિક તત્વ છે જેની ખરાબ અસર ગર્ભમાં ઉછેરી રહેલા શિશુ પર પડે છે. સામાન્ય રીતે આ પદાર્થ આપણે મોટી માછલીઓ માં જ જોવા મળે છે જેમ કે શાર્ક અને સ્વોર્ડફિશ. જો તમે પણ આ પ્રકારની માછલીનું સેવન કરો છો તેને ખાવાનું બંધ કરી દો.
રિફાઈન્ડ કાર્બ્સ : રિફાઈન્ડ કાર્બ્સનું સેવન આજના સમયમાં ખૂબ વધું થવા લાગ્યું છે. જેના કારણે લોકોના મગજ પર પણ અસર પડે છે. રિફાઈન્ડ કાર્બ્સને બનાવવામાં એક પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. જેમાં ખાદ્ય સામગ્રીને બનાવવા માટે ખૂબ વધું ખાંડ અને કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં મળનારા વ્હાઈટ બ્રેડ, કેક અથવા મેંદાથી બનેલી વસ્તુ રિફાઈન્ડ કાર્બ્સની અંદર જ આવે છે. તેનું સેવનથી ડિમેંશિયાની સમસ્યા થવા લાગે છે. જણાવી દઈએ કે તેના સેવનથી મગજની કાર્ય પ્રણાલીમાં અડચણ પેદા થાય છે અને આ ફૂડ લાંબા સમય સુધી મગજને નુકસાન પહોચાડે છે. જો તમે તમારી થાળીથી તેને હટાવી દેશે તો તમે ટ્યૂમર જેવા સમસ્યાથી પણ બચી શકો છો.
દારૂ : દારૂનું સેવન પૂરતા પ્રમાણની અંદર અને ક્યારેય ક્યારેક કોઈ દવાની જેમ જ કામ કરે છે, પરંતુ તેનું વધું સેવન ન માત્ર બ્રેન ટ્યૂમર પણ અનેક શારિરીક અને માનસિક સમસ્યાઓને જન્મ આપે છે. એવામાં દારૂનું વધારે સેવન બધાં માટે હાનિકારસ હોય છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે.
એસ્પાર્ટેમ : આ એવી ખાદ્ય સામગ્રી છે જેને બનાવવા માટે આર્ટિફિશિલ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે. શુગર ફ્રી પ્રોડક્ટ પણ આની શ્રેણીમાં આવે છે. આ પ્રકારની પ્રોડક્ટ મગજને વધું નુકસાન પહોચાડે છે. જોકે ઓછા પ્રમાણમાં તેનું સેવન સુરક્ષિત ગણાય છે. પરંતુ તમે જો તેના સેવનથી દૂર રહો તો ઉત્તમ રહેશે.
આમ, ઉપર જણાવેલા ખોરાકનું સેવન ટાળવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે તંદુરસ્ત રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.