આજે અમે તમને એક એવી દિવ્ય ગણાતી ઔષધી વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે જે શિયાળાની ઋતુમાં સૌથી વધારે અને સારા એવા પ્રમાણમાં મળી રહેશે જેનું તમે સેવન કરશો તો તમને ગઢપણ ઝડપથી આવવા દેશે નહિ અને તમને એકદમ યુવાન રાખશે.
તો ચાલો આ ઔષધીના નામનો પરિચય મેળવી લઈએ તેનું નામ છે આમળાં જેને આરોગ્યનું ડબલ એન્જીન પણ કહેવામાં આવે છે. આજથી લગભગ હજારો વર્ષ પહેલા ચવન ઋષીએ તેમની વૃદ્ધાવસ્થામાં પોતાની યુવાની પાછી મેળવી દીધી હતી. આજ આમળાંમાંથી એક સરસ મજાની પ્રોડક્ટ બને છે અને તેનું નામ છે આમલ કી રસાયણ દ્વારા તેમણે પોતાની યુવાની પાછી મેળવી દીધી હતી.

આમળાં માંથી આમળાંનું અથાણું, આમળાંની ચટણી, આમળાંનું શાક, આમળાંનો મુરબ્બો, આમળાંનો પાઉડર વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. આમળાં માંથી મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો તેમાંથી વિટામીન C ઉપરાંત વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં આમળાં ભરપુર પ્રમાણમાં મળી રહેશે અને તેમાંથી વિટામીન C નામનું તત્વ ભરપુર પ્રમાણમાં મળતું હોવાથી તેને અમૃત કહેવામાં આવ્યું છે. વિટામીન C રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. બીજા બધા જ ખાટા ફળોમાં વિટામીન C મળે જ છે જેવા કે મોસંબી, લીંબુ, ખાટા કાતરા વગેરે માંથી વિટામીન C મળે છે પરંતુ આ આમળાં માંથી મળતા વિટામીનમાં આભ જમીનનો તફાવત હોય છે. એવું કહેવાય છે કે 4 મોસંબી માંથી જેટલું વિટામીન મળે છે તેટલું જ વિટામીન ફક્ત 1 જ આમળાં માંથી મળી રહે છે.
આમળાં અને આંબાની ગોટલીને પીસીને માથાના રૂટ્સમાં લગાડવાથી વાળ મજબુત બને છે અને વાળ સફેદ પણ થતા નથી. આમળાં શિવાયના બીજા બધા ફળો કે જેમાંથી વિટામીન C મળતું હોય જે ગરમી મળતા તેમાંથી વિટામીન નાશ પામે છે પરંતુ આમળાં એક જ એવું ફળ છે જેમાંથી ગરમીમાં પણ વિટામીન નાશ પામતું નથી.
તમે શિયાળાની ઋતુમાં ભરપુર પેટે આમળાંનું સેવન કરી શકો છો જેટલા ખવાય તેટલા આમળાં ખાવા જોઈએ જે ખુબજ ફાયદો કરે છે. આપણે બધા જાણીએ જ છીએ કે ગળું, ગોખરું અને આમળાં એ રસાયણચૂર્ણ તેમજ હરડે, બહેડા અને આમળાં એ ત્રિફળાચૂર્ણ છે. આમળાંને મોટા ભાગની આયુર્વેદિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવે છે.
આમળાંનું સેવન કરવાથી ભરપુર માત્રામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ તમે જાણો જ છો કે ઈમ્યુનીટી સીસ્ટમની આપણા શરીરમાં કેટલી કિંમત છે તે કોરોના કાળમાં જાણી ગયા છીએ. આમળાંનું સેવન કરવાથી પાચનશક્તિમાં ફાયદો થાય છે તેમજ તમને કબજિયાત, ઝાડા વગેરે સમસ્યામાંથી સાવ છુટકારો થાય છે તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે કારણ કે આમળાંમાં ફાયટોન્યુટ્રીઅંટસ હોવાથી તે મગજના કોષોને નુકશાન પહોચાડતા મુક્ત રેડીકલ સામે લડવામાં મદદરૂપ થાય છે.
તમારે શિયાળાની ઋતુમાં દરરોજ આમળાં ઉપર નાના નાના ચપ્પુની મદદથી કાપાં કરી નાખવા ત્યારબાદ તેની ઉપર સિંધવ મીઠા વાળું પાણી તેની ઉપર નાખીને તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે. તમારે દરરોજનું ઓછામાં ઓછુ 1 આમળું ખાઈ જવું અને વધુમાં વધુ 4 થી 5 આમળાં ખાવાથી ફાયદો થાય છે. આમળાં ગેસ, અપચો અને પાચનને લગતી સમસ્યા હશે તો તેમાં રાહત આપે છે.
તમે આમળાંનો મુરબ્બો બનાવીને તેનું સેવન કરશો તો પણ તે તમને ખુબજ ફાયદો કરે છે. આપણને અમુક રોગો થાય અને તેની સારવાર કરવી તેની કરતા રોગો થયા પહેલા જ તેનો ઈલાજ કરી લેવો ખુબજ ફાયદો કરે છે. માટે કહેવાય છે કે પુર આવતા પહેલા જ પાળ બાંધી લેવી જરૂરી છે.
બ્લડશુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે તથા તે ડાયાબીટીશને પણ એકદમ કંટ્રોલ અને નિયંત્રણમાં રાખે છે. શિયાળાની ઋતુ દરમિયાન કાચાં લીલા આમળા જ ખાવા જેવો આમળાંનો સમય પૂરો થાય એટલે આમળાંને છાયામાં સુકવી દેવા અને તે સુકાઈ જાય એટલે મિક્સરમાં તેનો પાઉડર બનાવી લેવો ત્યારબાદ સવારે અને સાંજે તમે આ પાઉડરનું સેવન કરી શકો છો. આ આમળાંના પાઉડરને તમે તમારા ઘરે દાળ – શાક બનાવવા માટે પણ રાખી શકો છો.
તેથી જ તે હજારો વર્ષ પહેલા ચવન ઋષીએ આમળાંના સેવન દ્વારા પોતાની યુવાની પાછી મેળવી લીધી હતી તે 65 વર્ષે પણ યુવાન જેવું જીવન જીવતા અને તેનું સ્વાસ્થ્ય પણ યુવાન જેવું જ હતું. જો કોઈને આમળાં ખાવા ન પસંદ હોય તો આમળાંનું જ્યુસનું સેવન પણ કરી શકો છો.
આમ, અમે તમને શિયાળાની ઋતુમાં આમળાંનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેમજ આમળાંનો મુરબ્બો અને આમળાંનું જ્યુસ બનાવીને તેનું કઈ રીતે સેવન કરવું તેના વિશે જરૂરી એવી માહિતી આપી.