અમે તમને આજે આ લેખમાં જો તમને પેટમાં ગેસ થતો હોય અથવા તો પેટમાં કોઇપણ પ્રકારની ગરબડ થઇ હોય તો તેને ઠીક કઈ રીતે કરવી તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું. જો તમારા પેટમાં સતત ગેસ બનતો રહેતો હોય અને તેને લીધે તમે સતત પરેશાન થતા હોવ તો આજે અમે તમને એક સરસ મજાનો ઉપાય બતાવી દઈએ.
પેટમાં ગેસ થવાના મુખ્ય કારણો અને તેનાથી ઉભી થતી આડઅસર: જો તમારી ખરાબ ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીને કારણે તમારા પેટમાં ગેસની સમસ્યા થાય છે તમે જમ્યા પછી પણ જો તરત જ બેચી જાવ તો પણ તમને ગેસ થાય છે પેટમાં ગેસ થવાના કારણે પણ અનેક નાની મોટી સમસ્યા થઇ શકે છે આવી સ્થિતિમાં જે તે લોકો ગેસ બંધ કરવા માટેની દવાઓ લેતા હોય છે.
જો તમે ગેસ બંધ થવાની દવા લો છો તો તેનાથી પણ તમને કેટલીક આડઅસરો થતી જોવા મળે છે. અમે તમને આજે કોઇપણ પ્રકારની દવા લીધા વગર એક એવો નુસકો બતાવી દઈએ જે પ્રમાણે કરવાથી ખુબજ ફાયદો થાય છે.
પ્રયોગ નંબર 1 : જો તમને પેટમાં ગેસ થઇ રહ્યો હોય ત્યારે તમારે તમારા પગના ઘૂંટણથી લગભગ 3 ઇંચ નીચે તમારે તમારી 2 આંગળીઓને આ બિંદુ ઉપર રાખીને ધીમે ધીમે મસળવાની છે અને માલીશ કરવાની છે તથા આ મુખ્ય બિંદુ ઉપર આંગળી વડે 2 થી ૩ મિનીટ સુધી દબાવી રાખવાથી પેટમાં થતા ગેસમાં રાહત થાય છે.
પ્રયોગ નંબર 2 : જો તમે તમારા શરીરમાં ગેસ બનતો હોય તો તમારા પગની ઘૂંટીથી ૩ ઇંચ જેટલી ઉપર અસ્થિ પર જે સ્થિત છે તમારા હાથની બંને આગળીઓને આ બિંદુ ઉપર મુકીને માલીશ કરવાથી અથવા તો દબાવવાથી પેટમાં થતો ગેસ ઠીક થઇ જાય છે અને ગેસ સાવ બંધ થઈ જાય છે.
પ્રયોગ નંબર ૩ : તમારા પેટમાં ગેસ બનતો હોય તો તે સમયે તમે આ પોઈન્ટ દબાવી દેશો તો તેનાથી તમને ખુબજ ફાયદો થાય છે તમારે તમારી નાભીની નીચે દોઢ ઇંચ સ્થિત છે તમારે આ બિંદુ પણ ૩ આંગળીઓ રાખવાથી ફાયદો થાય છે તમે હવે હળવા હાથે ગોળ ગોળ મસાજ કરશો એટલે તે સાવ ઠીક થઇ જશે આ માલીશ તમારે 2 થી ૩ મિનીટ સુધી કરવાનું છે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધુ પડતું દબાણ કરવાનું નથી.
આમ, અમે તમને પેટમાં બનતા ગેસને ઘરે જ આ મુખ્ય પ્રયોગ કરવાથી ફાયદો થાય છે તેના વિશે માહિતી આપી.