અમે આજે તમને શિયાળાની ઋતુમાં થતું અને વેલાઓની ઉપર કાંટા વાળું ફળ વિશે માહિતી આપી દઈએ આ ફળ વિશે તો બધા જાણતા જ હોય છે પરંતુ તેના ગુણો વિશે બહુ ઓછા લોકોને જાણ હોય છે. આ ફળને જો પ્રમાણસર ખાવામાં આવે તો તેને અમૃત સમાન ગણવામાં આવે છે અને જો બહુ વધુ પડતું ખાશો તો તે શરીર માટે નુકશાન કરે છે.
આ ફળ વેલા ઉપરાંત પાણીમાં પણ થાય છે, શિંગોડા બધા જ લોકોને ખુબજ ભાવે છે અને તેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો આ શીગોડા તમને આખા શિયાળા દરમિયાન સરળતાથી મળી રહે છે.

શિંગોડામાં રહેલા તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન A, આયર્ન અને ફાઈબર ભરપુર પ્રમાણમાં મળી રહે છે આ તત્વો માંથી કાર્બોહાઈડ્રેટ પણ ભરપુર માત્રામાં મળી રહે છે જેનાથી એનર્જી ભરપુર પ્રમાણમાં મળી રહે છે એટલા માટે જ કદાસ ઉપવાસ ઉપર આ શિંગોડા ખાવાનું કહેવમાં આવ્યું હશે તે શરીરમાં કેલરીનું પ્રમાણ પણ વધારે છે.
વાત કરીએ મિનરલ્સની તો તેમાંથી ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શિંગોડાને જો ભૂખ્યા પેટે ખાવામાં આવે તો ખુબજ ફાયદો કરે છે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જમીને શિંગોડાને ક્યારેય પણ ખાવા જોઈએ નહિ.
તમારે શિંગોડાને હાથે ફોલીને જ ખાવા જોઈએ એમનેમ મોઢે ન ખાવા જોઈએ કારણ કે હવે શીંગોડાને વધુ કાળા દેખાડવા માટે તેની ઉપર કાળા રંગનો સિન્થેટિક કલર મિક્સ કરવામાં આવે છે જેથી ગ્રાહકો તેનો કલર જોઈને વધુ પ્રમાણમાં આકર્ષાય છે માટે જ શીંગોડાને હાથે થી ફોલીને પછી જ ખાવા જોઈએ.
ગાળામાં લાગેલું ઇન્ફેકશન દુર કરે છે : જો તમે શીગોડા ખાશો તો તમને ગળામાં લાગેલું કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન હશે તો તેને દુર કરવા માટે શિંગોડાનું સેવન કરવાથી તે સાવ મટી જાય છે અને રાહત થાય છે તથા માંસપેશીઓને મજબુત કરવાનું કામ પણ શિંગોડા કરે છે.
શ્વાસની સમસ્યા માટે : જે લોકોને સતત શ્વાસની તકલીફ રહેતી હોય અથવા તો અસ્થમાની બીમારી હોય તો તેવા લોકોએ શીંગોડાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે કારણ કે શીંગોડામાં સારા એવા તત્વો મળી રહેતા હોવાથી ફેફસાને શુદ્ધ રાખે છે.
કમળાના રોગો દુર કરે છે : જે લોકોને કમળો થઇ ગયો છે તેના શરીરમાં પિત્તદોષ વધે છે પરંતુ તે લોકો જો શિંગોડાનું સેવન કરશે તો તેમાંથી પિત્ત શામક ગુણ મળી રહે છે જે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ વધુ પડતા બ્લડ પ્રેશરથી પીડાઈ રહેલા લોકો માટે પણ શિંગોડા ફાયદાકારક છે.
સગર્ભા મહિલાઓ : જે મહિલાઓ સગર્ભાવસ્થા ધરાવે છે તે મહિલાઓ શિંગોડાનો ભરપુર માત્રામાં ઉપયોગ કરી શકે છે જેનાથી ગર્ભમાં રહેલા બાળકને પોષણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
માસિકને લગતી સમસ્યા : અમુક સ્ત્રીઓને માસિકને લગતી સમસ્યા જેવી કે અનિયમિત માસિકસ્ત્રાવ રહેતો હોય તો તે સ્ત્રીઓએ શિંગોડાનું સેવન કરવાથી આ સમસ્યા માંથી રાહત થાય છે.
હાડકાંને મજબુત કરવા માટે ફાયદો કરે છે : જે લોકોને કેલ્શિયમની ખામી હોય અને જેને લીધે તેમને સતત હાડકાંને લગતી સમસ્યાઓ થતી હોય જેવી કે વારંવાર હાડકાંમાં ફેકચર થઇ જતું હોય વગેરે જેવી હાડકાંને લગતી સમસ્યાને ઠીક કરવા માટે શિંગોડાનું સેવન કરવું ખુબજ જરૂરી છે.
આંતરડાને હેલ્ધી રાખે છે : શિંગોડામાં ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી તમને કબજીયાતને લગતી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે. આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે આ શિંગોડા.
લોહીની ઉણપ દુર કરે છે : શિંગોડાની અંદર આયર્નનું પ્રમાણ મળી રહેતું હોવાથી તે લોહીની ઉણપ ઉભી થવા દેતું નથી. તેથી ગર્ભવતી મહિલાએ શીંગડાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
થાઈરોઈડ માટે શિંગોડા ફાયદો કરે છે : જે લોકોને થાઈરોઈડને લગતી બીમારી છે તેવા લોકો માટે શિંગોડા વરદાન સમાન સાબિત થાય છે. તમે બને ત્યાં સુધી કાચા શિંગોડા બજારમાંથી લઈને તેને સૌ પ્રથમ બાફી નાખવા ત્યારબાદ તેને ચપ્પુ વડે કાપીને જો તેનું સેવન કરવામાં આવે તો ખુબજ ફાયદો કરે છે .
આયુર્વેદમાં કહ્યા અનુસાર શિંગોડાને જો તમે માપસર ખાશો તો તે અમૃત સમાન ગુણકારી છે અને તેને જો તમે પેટ ભરીને ખાઈ લેશો તો તે ખુબજ નુકશાન કરે છે એટલા માટે શિંગોડાને યોગ્ય પ્રમાણસર જ ખાવા જોઈએ. શિંગોડામાં ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી તે ગેસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે માટે જો તમે પેટ ભરીને ખાશો તો તમારું પેટ એકદમ ભારી ભારી થઇ જશે અને પાચન થવામાં પણ તકલીફ પડશે.
બવાસીર માટે શિંગોડા ફાયદો કરે છે : જે લોકો સતત બવાસીરની તકલીફથી હેરાન થઇ રહ્યા છે તે લોકો શિંગોડાનું સેવન કરશે તો આ તકલીફમાંથી તેમને સાવ છુટકારો મળે છે તમે શિંગોડાના લોટની રોટલી પણ ખાઈ શકો છો.
તમારે હંમેશા શિંગોડાનું સેવન એક નાસ્તા તરીકે જ કરવું જોઈએ તેને પેટ ભરીને ક્યારેય પણ ખાવા જોઈએ નહિ. જો તમે 7 થી 8 શિંગોડા ખાઈ લેશો તો તે અમૃતનું કામ કરશે અને પેટ ભરીને ખાશો તો પેટમાં સમસ્યા ઉભી કરવાનું કામ કરે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી શિંગોડા ખાવાથી કેવા કેવા લાભો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.