અમે તમને આજે એક એવા ઔષધીય ઓસડીયા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે તમારા રસોડામાં પડેલી ઔષધીને તમે ભૂખ્યા પેટે સેવન કરી લેશો તો તેનો ખુબજ વધારે ફાયદો થાય છે. તમારા રસોડામાં રહેલી આ એક ફૂલ જેવી ઔષધી એટલે કે લવિંગ ની મારે તમને વાત કરવી છે.

લવિંગમાં રહેલા તત્વો : લવિંગમાં વિટામીન C, મેગ્નેશિયમ, વિટામીન K અને ફાઈબરનું પ્રમાણ રહેલું હોય છે આ ઉપરાંત પણ સૌથી વધારે મહત્વનું તત્વ યુજીનોલ આ તત્વ તમારા રસોડામાં રહેલા બીજા કોઇપણ તત્વોમાં જોવા નહિ મળે. આ યુજીનોલ એ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. આ તત્વ શરીરમાં રહેલી તમામ ગંદકીને પેશાબ વાટે, પરશેવા વાટે, મળ વાટે બહાર ફેકી દેશે તથા શરીરની બધી જ ગંદકી ફેકી દેવાનું કામ લવિંગ કરે છે.
શરદી-ઉધરસમાં રાહત આપે : તમને જો કોઈ વાર શરદી ઉધરસ થઇ હોય તો તેને ઠીક કરવા માટે તમે 2 નંગ લવિંગનું સેવન કરશો એટલે તમને ફાયદો કરે છે. આ ઉપરાંત લવિંગનું તેલ દાંત ઉપર લગાડવાથી દાંતને લગતી સમસ્યા માંથી સાવ છુટકારો અપાવે છે. લવિંગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે દરરોજ સવારે 2 લવિંગ ચાવીને ખાઈ જવા જેને કફ હોય અથવા તો વાયુની પ્રકૃતિ હોય તે લોકો ભૂખ્યા પેટે 2 કાચા લવિંગ ચાવીને ખાઈ જાય તથા જે લોકોને વધુ પ્રમાણમાં પિત્તની સમસ્યા હોય અને તેને કારણે પેટમાં એસીડીટી થતી હોય અથવા તો પેટમાં બળતરા થતી હોય તેવા લોકોએ કાચા લવિંગનું સેવન કરવાનું નથી તેમણે લવિંગને શેકીને તેનો ઉપયોગ કરવાનો છે.
કામેચ્છામાં વધારો કરે છે : જો તમને કામેચ્છામાં રસ ન પડતો હોય અથવા તો જરા પણ ઈચ્છા ન થતી હોય તો તમારે લવિંગના દરરોજ 1 થી 2 દાણા ખાવાથી ફાયદો થાય છે અને તમારી સેક્યુઅલ સમસ્યામાંથી પણ સાવ છુટકારો મળે છે.
તમે સવારે ભૂખ્યા પેટે 2 લવિંગ ચાવી ચાવીને ખાઈ જશો ત્યારબાદ તમે સીધા બપોરે ખાશો તો આ વચ્ચેના સમયગાળા દરમિયાન આ 2 લવિંગ ખુબજ કામ આપશે. તે આખા શરીરમાંથી કાચા આમને પકવવાનું અને બાકી રહેલા કચરાને બહાર કાઢીને ફેકી દેવાનું કામ આ યુજીનોલ તત્વ કરે છે અને તે લવિંગમાં રહેલું છે.
તમારા બાળકોને અથવા તો તમને પેટમાં કૃમિ હોય તો તમારે સવારે લવિંગ નહિ ખાવાના પરંતુ રાત્રે સુતા પહેલા તેને 2 લવિંગ ખવડાવી દેજો પેટના આંતરડામાં કૃમિ કે કરમિયા હશે તે સાવ સાફ થઇ જશે.
ડાયાબીટીશને કંટ્રોલ કરે છે : તમે ડાયાબીટીશની સમસ્યાથી સાવ કંટાળી ગયા હોવ અને જેને લીધે અનેક સમસ્યા તમને થતી હોય તો તેને ઠીક કરવા માટે લવિંગનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.
અત્યારે બહેનોમાં સૌથી વધુ વધી રહેલું બ્રેસ્ટ કેન્સરના પ્રમાણને બહેનો જો દરરોજ 2 લવિંગ ખાશે તો તેને ફાયદો કરે છે. બહેનોમાં બ્રેસ્ટ કેન્સરને રોકવાનું કામ લવિંગ કરે છે. લીવરને મજબુત કરવાનું કામ અને લીવરમાં જમા થયેલા ટોક્સિકને દુર કરવાનું કામ પણ આ લવિંગ કરે છે.
માથાનો દુખાવો મટાડે છે : જો તમે માથાના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો 2 લવિંગને પીસીને 1 કપ ઉકાળેલા પાણીમાં બરાબર મિક્સ કરીને તેને ગાળીને તેમાં યોગ્ય ખાંડ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં ફાયદો થાય છે.
તમને સ્કીનને લગતી સમસ્યાને ઠીક કરવાનું કામ પણ લવિંગ કરે છે તથા બીજા પણ અનેક નાના મોટા પ્રોબ્લેમને ઠીક કરવાનું કામ લવિંગ કરે છે. જે લાકો વાયુની પ્રકૃતિ વાળા હોય છે તેમણે ભૂખ્યા પેટે 2 લવિંગ ચાવીને ખાઈ જવાથી ફાયદો થાય છે. તેમજ જેમને પિત્તની પ્રકૃતિ હોય તે લવિંગને શેકી નાખે તો તેનાથી ખુબજ ફાયદો થાય છે.
લવિંગમાં ફાઈબર અને મેગેનીઝનું સારું એવું પ્રમાણ રહેલું હોય છે અને એમાં પણ મેગેનીઝએ હાર્ટની માંસપેશીઓને મજબુત કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં સૌથી મહત્વનું કામ હદય કરે છે અને છેક શેવાડાના સેલ સુધી લોહીને પહોચાડવાનું અને તેમાંથી ઉર્જા મેળવવાનું કામ હદય કરે છે.
લવિંગનું સેવન કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તેનાથી સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ખુબજ ફાયદો કરે છે કારણ કે જો લવિંગનું વધુ પ્રમાણમાં સેવન કરવમાં આવે તો તેનાથી મેલ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે એટલા માટે લવિંગનો જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો હોય તો કોઈ નિષ્ણાંતની સલાહ લેવી.