કરચલીઓ મટાડવા અને વજન ઓછુ કરવા માટે ભોજનમાં સામેલ કરેલ એક ચપટી કાળા મરી, તે પેટના રોગોથી બચાવે ચ્જ્જે અને કોલોન કેન્સરના ખતરાને ઘટાડે છે. રોગોથી લડવાની ક્ષમતા વધારવા માટે હળદર અને કાળા મરી દુધમાં નાખીને પી શકાય છે. સલાડ અને તળેલી બટેટાની ચિપ્સ પર એક ચપટી ભરીને કાળા મરીનો પાવડર નાખીને ખાવામાં આવે છે.
કાળા મરીનું લેટીન નામ Piper nigrum Linn. છે. જેને હિન્દીમાં કાળી મિર્ચ કહેવામાં આવે છે. જયારે અંગ્રેજીમાં તે Black Pepper તરીકે ઓળખાય છે. આ ખુબ જ ઉપયોગી ઔષધી છે, જેથી આયુર્વેદમાં તેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.

કાળા મરીનો ઉપયોગ પુલાવ અને ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે માત્ર સ્વાદ માત્ર વધારતી નથી પરંતુ તે આરોગ્યને સારું રાખે છે. હળદર ને કાળા મરીને ભેળવીને દુધમાં નાખીને પી શકાય છે. તે પીણું ખાસ કરીને ગંભીર શરદીથી પીડિત દર્દીઓને આપવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટસ, વિટામીન-એ અને કેરોટીનોઈડથી ભરેલું હોય છે જે બીમારીઓથી લડવામાં પણ મદદગાર થાય છે. અહિયાં આપણે કાળા મરીના સેવનથી થતા ફાયદાઓ વિશે જોઈએ.
શરદી: ગરમ પાણીમાં નાખી તેમાં થોડા તુલસીના પાંદડા તેમજ કાળા મરી નાખીને સેવન કરવામાં આવે તો શરદી અને ઉધરસ થોડા જ સમયમાં મટી જાય છે. તે રોગ પ્રતિકારક જ્યુસ બની જાય છે અને શરદીના વાયરસનો નાશ કરે છે.
પાચન તંત્ર: કાળા મરી પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે તો હાઈડ્રોક્લોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીન તોડવામાં મદદ કરે છે. હાઈડ્રોક્લોરિક એસિડ આંતરડાને સાફ કરે છે અને પેટ અને આંતરડાના ઘણા રોગોથી બચાવે છે. તેથી ખાવામાં એક ચપટી જેટલા કાળા મરીનો સમાવેશ કરવો.
કફ: કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેલીને સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.
ઉધરસ: કાળા મારી અને સમાન માત્રામાં મિશ્રી લઈને તેને ખાંડીને ચૂર્ણ બનાવીને આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત સેવન કરવાથી ખાંસી- ઉધરસ ઠીક થાય છે. કાળા મરી નાખીને ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે.
કબજિયાત: ભોજનમાં દરરોજ મોટા કાળા મરીને ઉપયોગ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકાય છે. દરરોજ કાળા મરી ખાવતી કોલોન કેન્સર, કબજીયાત, ઝાડા અને ઘણા પ્રકારની બેકટેરિયાથી થનારી બીમારીઓથી બચાવ કરી શકાય છે. આ માટે તેનું માત્ર એક ચપટી જેટલું પ્રમાણ જ યોગ્ય છે.
કરચલીઓ મટાડે:કાળા મરી ચામડીમાં થતી તકલીફોને રોકે છે તેમજ ચહેરાનું પ્રાકૃતિક કલર જાળવી રાખે છે. યોગ્ય સમયથી કાળા મરીનું સેવન કરવામાં આવે તો કરચલીઓ અને ચામડીની સમસ્યા દુર થઈ શકે છે. તે યોગ્ય સમય પહેલા વૃદ્ધાવસ્થા અને કાળા ડાઘને પણ રોકે છે.
વજન ઘટાડવા: એક ચપટી કાળા મરી ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવો. આ મસાલામાં ફાઈટોન્યુટ્રીએન્ટસની માત્રા ખુબ જ હોય છે, જે વધારે ફેટને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે. જેના લીધે વજન અને શરીર ઘટે છે.
માથાનો ખોડો અને જૂ: માથામાં જૂ નું પ્રમાણ વધી જાય અને ખંજવાળ પુષ્કળ આવવા લાગે છે ત્યારે 10 થી 12 સીતાફળના બીજ અને 5 થી 6 કાળા મરીને વાટીને સરસવના તેલમાં ભેળવી દો. તેને રાત્રે સુતા પહેલા વાળના મૂળમાં લગાવી લો. સવારે વાળ ધોઈને સાફ કરી લો. તેના લીધે જૂ નષ્ટ થઇ જશે. જો માથામાંથી વાળ ખરવાની તકલીફ રહેતી હોય તો કાળા મરી અને ડુંગળી અને મીઠા સાથ વાટીને લગાવવાથી લાભ થાય છે.
સફેદ ડાઘ: Vitiligo ની સમસ્યામાં કાળા મરીનો ઉપયોગ ફાયદાકારક છે. કારણ કે એક રિચર્ચ અનુસાર કાળા મારી નો જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે તે તેને સફેદ ડાઘ પર લગાવવામાં આવે છે ત્યારે તે તેની પ્રક્રિયા વધારીને રોગોના લક્ષણો ઓછા કરવામાં મદદ કરે છે.
સાંધાનો વા: ગઠીયો વા ના દર્દને ઓછું કરવામાં કાળા મરી સારો ઉપાય છે. કારણ કે કાળા મરી વાના રોગને મટાડવાની શ્રેષ્ઠ દવા છે. જેના લીધે ગઠીયો વા મટાડવામાં મદદ મળે છે. જેના લીધે દુખાવો પણ મટે છે. આ રોગને વાનો મુખ્ય રોગ માનવામાં આવે છે.
તાવ: 1 થી ૩ ગ્રામ કાળા મરીના ચૂર્ણમાં અડધો લીટર પાણી અને 20 ગ્રામ મિશ્રી ભેળવીને આઠમો ભાગ વધે ત્યારે ઉકાળીને ઉકાળો બનાવી લો. 5 દાણા કાળા મરી, અજમા એક ગ્રામ અને લીલી ગળો 10 ગ્રામ, આ બધાને 250 મિલી પાણીમાં વાટીને, ગાળીને પીવડાવાથી ખુબ જ લાભ થાય છે. એક ગ્રામ કાળા મરી ચૂર્ણને મધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી ગેસના કારણે થનારો તાવ અને પેટ દર્દ મટી જાય છે.
શારીરિક શક્તિ: કમજોરી, આળસ, ઉદાસીનતા વગેરે દુર કરવા માટે કાળા મરીના 4 થી 5 દાણા, સુંઠ, તજ, લવિંગ એ ઈલાયચી થોડી થોડી માત્રામાં ભેળવી દો. તેને ચાની જેમ ઉકાળી લો. તેમાં દૂધ અને સાકર ભેળવીને પીવાથી લાભ થાય છ. કમજોરી દુર કરવા માટે કાળા મરીના ઔષધીય ગુણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ચહેરાનો લકવો: ચહેરાનો લકવો કે જેને ફેશીયલ પેરાલીસીસમાં ચહેરાના અંગોમાં લકવો આવી જાય છે. આ માટે જો જીભમાં જકડાટ આવી ગયો હોય અને બોલવામાં તકલીફ થઈ રહી હોય તો કાળા મરીનું ચૂર્ણ જીભ પર ઘસવાથી લાભ થાય છે. કાળા મરીનું ચૂર્ણને કોઈ વા મટાડતા તેલમાં ભેળવી દો. તેને લકવા ગ્રસ્ત અંગો પર માલીશ કરવાથી ખુબ જ લાભ થાય છે. કાળા મરી ખાવાના લીધે ચહેરાના લકવાથી બચી શકાય છે.
હરસમસા: બે ગ્રામ કાળા મરી ચૂર્ણ, 1 ગ્રામ તળેલું જીરું, 15 ગ્રામ મધ અને સાકર ભેળવી દો. તેને બે વખત છાશ સાથે કે ગરમ પાણી સથે સેવન કરવાથી હરસમસા મટે છે. કાળા મરી ચૂર્ણ 25 ગ્રામ, તળેલું જીરાનું ચૂર્ણ 35 ગ્રામ અને શુદ્ધ મધ 180 ગ્રામ ભેળવી લો. તેની ચટણી બનાવીને ૩ થી 6 ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી હરસમસા મટે છે.
ઝાડા: એક ભાગ કાળા મરી ચૂર્ણ અને એક ભાગ શેકેલી હિંગને સારી રીતે ખરલ કરી લો. તેના બે ભાગ શુદ્ધ દેશી કપૂર ભેળવીને 125 મિલીગ્રામની માત્રામાં ગોળીઓ બનાવી લો. તેને અડધા કલાકના અંતરથી 1-1 ગોળી દેવાથી કોલરાની પ્રથમ અવસ્થામાં લાભ થાય છે. કાળા મરી ચૂર્ણ 1 ગ્રામ તથા શેકેલી હિંગ 1 ગ્રામને સારી રીતે ખરલ કરી લો. તેમાં ૩ ગ્રામ અફીણ ભેળવીને મધમાં ઘૂંટીને 12 ગોળીઓ બનાવી લો. આ ગોળીઓ 1-1 ગોળી 1 કલાકના અંતરથી કરો. જેનાથી ખુબ જ લાભ થાય છે.
આમ, કાળા મરી કે તીખા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે અને ઘણી બીમારીને મટાડે છે. આ સિવાય પણ કાળા મરી માથાનો દુખાવો, શરદી-ઉધરસ, કફ, આંખની તકલીફ, દાંતનું દર્દ, દમ કે અસ્થમા, પેટના રોગ, મૂત્ર રોગ, નપુસંકતા, ઘાવ સુકાવવા, વાઈ, કેન્સર, ડીપ્રેશન કે તણાવ વગેરે રોગોમાં ખુબ જ ઉપયોગી થાય છે. માટે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ તેમજ તમારા ઉપરોક્ત રોગોમાં આ માહિતીના આધાર પર તમે તેનો ઉપયોગ કરશો તો જરૂર ફાયદો મળશે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.