શિયાળાની સીઝન શરુ થઇ ગઈ છે એટલે ડેન્ડ્રફ એ વાળની સૌથી સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગે છે અને વિવિધ પ્રકારના શેમ્પુ અને સાબુ ઉપયોગ કરતા હોય છે પણ ડેન્ડ્રફ માંથી છુટકારો મળતો નથી . આ કિસ્સામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમારે શેમ્પૂમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી તેનાથી વાળ ધોવા જોઈએ, જેનાથી સરળતાથી ડેન્ડ્રફ માંથી છુટકારો મેળવી શકાશે!
આ ડેન્ડ્રફ સમસ્યા એટલી મોટી છે કે તેનાથી બીજી ઘણી સમસ્યાઓ ઉદભવી શકે છે. ડેન્ડ્રફ તમારા વાળને નબળા અને પાતળા બનાવે છે. તેથી વાળને સ્વસ્થ રાખવા માટે ડેન્ડ્રફને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. બજારમાં મળતા વિવિધ કેમિકલ વાળી વસ્તુ નો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. અહી તમને એક સરસ મજાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ કે શેમ્પુમાં તમે આ ચાર માંથી કોઈ એક વસ્તુ ને મિક્સ કરી દેશો તો ડેન્ડ્રફ માંથી કાયમી છુટકારો મળશે!
એલોવેરા જેલ: શુદ્ધ એલોવેરા જેલ તમારા વાળ માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. તેથી વાળ ધોતા પહેલા શેમ્પૂમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેનાથી વાળ ધોઈ લો. એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, તેમજ વાળને મજબુત કરવામાં ખુબ હેલ્પ કરશે!
મધ: મધ એન્ટીઑકિસડન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. જેના કારણે તે સ્કેલ્પની એલર્જી અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. તેથી જો તમે તમારા વાળને શેમ્પૂ કરવા જઈ રહ્યા છો, તો શેમ્પૂમાં મધ ઉમેરો અને તેને માથાની ચામડી પર લગાવો અને 15 મિનિટ સુધી મસાજ કરો, આમ કરવાથી તમને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળશે. ચહેરાની સુંદરતા જાળવવા ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે. અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે.
લીંબુનો રસ: એલોવેરાની જેમ લીંબુના રસમાં પણ ઘણા એન્ટી-ડેન્ડ્રફ ગુણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. નહાતા પહેલા શેમ્પુમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી દેવો તેનાથી ખુબ સારું પરિણામ મળશે!
આમળાનો રસ: આમળામાં વિટામિન સી, ટેનીન, એમિનો એસિડ અને આવશ્યક ફેટી એસિડ હોય છે જે વાળને પોષણ પૂરું પાડે છે. આમળાનું તેલ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. આ ડેન્ડ્રફને એકઠા થતા અટકાવે છે. આમ, આમળા ખોપરી ઉપરની ચામડીમાં પીએચ સંતુલન જાળવવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
બહેનો અને ભાઈઓ ઉપરના માંથી કોઈપણ એક વસ્તુ નો ઉપાય કરી જોવો તમને 100% પરિણામ મળશે તેમજ ડેન્ડ્રફને દુર કરવામાં સફળતા મળશે. માહિતી સારી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહિ.