મિત્રો આજે લગભગ 99 ટકા લોકોને તો ખબર નથી હોતી કે સુવાની સાચી રીત કઈ છે? તો આપણે આજે કઈ બાજુ સુવાથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે, આપણે કોઇપણ કસરત કે યોગા જયારે કરીએ છીએ ત્યારે તેની સ્થિતિ અને તે કસરત કરવાથી થતા ફાયદાઓ વિશે જાણ હોવી જરૂરી છે. આપણે જેટલું ઊંઘને મહત્વ આપીએ છીએ પરંતુ તેની કઈ બાજુ અને કઈ પોઝીશનમાં સુવું જોઈએ અને તેનાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેની માહિતી આપણ ને હોતી નથી તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવી લઈએ.
લોકો અલગ અલગ ઘણી બધી રીતે સુતા હોય છે જેમ કે ચત્તા પીઠ નીચે રાખીને સુતા હોય છે, ઊંધા પેટ નીચે રાખીને સુતા હોય છે, ડાબી બાજુ પડખું ફરીને સુતા હોય છે, જમણી બાજુ પડખું ફરીને સુતા હોય છે આ બધી જ સ્થિતિમાં સુવાથી શું શું ફાયદાઓ અને કેવું કેવું પરિણામ આવે છે તેના વિશે માહિતી આપી દઈએ. અલગ અલગ સ્થિતિમાં સુવાથી અલગ અલગ ફાયદાઓ અને ગેર ફાયદાઓ વિશે માહિતી મેળવી લઈએ.
જમણી બાજુ પડખું ફરીને સુવાથી આવતું પરિણામ: મિત્રો ઘણાબધા લોકો એવા હોય છે કે તેઓ જમણી બાજુ પડખું ફરીને સુતા હોય છે. જમણીબાજુ ફરીને સુવું એ સ્વાસ્થ્ય માટે નુકશાન સાબિત કરે છે તેથી તેની સીધી જ અસર આપણા પાચનતંત્ર ઉપર પડે છે. તમે જે ભોજન લીધેલું છે તે ડાબી બાજુ જવાને બદલે તે વિરુધ બાજુ જતું હોવાથી ભોજનનું બરાબર પાચન થતું નથી. ખાધેલા ભોજનને જરૂરી માત્રામાં પાચકરસ મળતો નથી પરિણામે એસીડીટી ના કારણે પેટમાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, કોઇપણ વસ્તુ પ્રત્યે અપચો આવી જવો, પેટ ફૂલી જવું, સતત કબજિયાત જેવું રહેવું તથા શરીર પરની ત્વચા અને વાળને લગતી સમસ્યા પણ થવાની શકયતાઓ રહેલી જોવા મળે છે. એટલા માટે બને તો જમણી બાજુ પડખું ફરીને સુવાનું ટાળવું જોઈએ.
ડાબી બાજુ સુવાથી શું પરિણામ આવે છે: મિત્રો જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે હંમેશા ડાબી બાજુ સુવાનું જ સુચન કરવામાં આવે છે કારણ કે જો તમે ડાબી બાજુ પડખું ફરીને જયારે સુવો છો ત્યારે તમે જે ખોરાક ખાધો છે તે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સહેલાઇથી જતો હોવાથી પાચન થવામાં સમય લાગતો નથી પરિણામે તમારું પેટ ભારી ભારી લાગતું નથી પરિણામે પાચન સંબધિત કોઇપણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી તથા જો તમને ગેસ, એસીડીટી, કમરનો દુખાવો, બ્લડ નું સર્ક્યુલેશન સારા એવા પ્રમાણ થાય છે. વધુ પડતું બીપીનું પ્રમાણ, હદય રોગની સમસ્યા વગેરેમાંથી છુટકારો મળે છે.
ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરના બધા જ અંગો સારી રીતે કાર્યશીલ રહે છે, શરીર ના અલગ અલગ અંગો સુધી લોહી અને ઓક્સિજન સારી રીતે પહોચે છે. આયુર્વેદ અને ડોક્ટર પણ હંમેશા ડાબી તરફ સુવાની જ સલાહ આપતા હોય છે. ડાબી બાજુ સુવાથી આપણા લીવર ઉપર દબાણ આવતું નથી પરિણામે તે યોગ્ય રીતે કાર્ય કરતુ રહે છે.
ઉંધા સુવાથી આવતું પરિણામ : જો તમે ઉધા પડીને સુવાની સ્થિતિને અયોગ્ય સ્થિતિ ગણવામાં આવી છે કારણ કે આ સ્થિતિમાં સુવાથી ફેફસા ઉપર દબાણ આવે છે અને ક્યારેક આપણે જયારે સુતા હોઈએ છીએ ત્યારે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે તેના કારણે ગંભીર પરિણામ આવી શકે છે. આ ઉપરાંત પેટના બળે સુવાથી કમરનો દુખાવો થવો, કરોડરજ્જુ ઉપર દબાણ આવવું વગેરે જેવી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે.
ચત્તા પીઠના બળે સુવાથી આવતું પરિણામ : જે સ્ત્રીઓ ગર્ભવતી હોય છે તે સ્ત્રીઓ ડાબા પડખે સુવે તો લાભદાઈ થાય છે તમે બધા જાણો જ છો કે ગર્ભવતી સ્ત્રીને પેટનો આકાર મોટો થઇ જવાથી ચત્તા પડખે સુવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત ડાબા પડખે સુવાથી પણ ફાયદો થતો હોય છે કારણ કે ગર્ભવતી મહિલા ડાબી બાજુ સુવાથી તે જમણી બાજુ ઓશીકું અથવા કે તકિયો રાખીને સુવાથી ફાયદો થાય છે.
તમારે સૌથી મહત્વની વાત યાદ રાખવાની છે કે રાત્રે ભારે કે પચવામાં યોગ્ય ન હોય તેવો ખોરાક લેવો જોઈએ નહિ, જો તમને જમણે પડખે સુવાની ટેવ પડી ગઈ હોય તો તેને દુર કરવા માટે તમારે જમણી બાજુ લેમ્પ રાખી દેવાથી ધીમે ધીમે તમને ડાબી બાજુ સુવાની આદત પડી જશે.
મિત્રો, આ માહિતી વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય છે, એટલે તમારા જીવન માં ચોક્કસ અમલ કરજો તેના પરિણામ જરૂર સારા મળશે તેમજ આવી ઉપયોગી માહિતી સારી લાગી હોય તો લાઈક અને કમેન્ટ અવશ્ય કરજો તેમજ બીજા લોકો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહિ.