થાક ગમે ગમે તે પરિશ્રમ કરતા હોય તે લોકોને કે લાંબી મુસાફરી કરતા લોકોને લાગતો હોય છે. જયારે વ્યક્તિને થાક લાગે ત્યારે તે થાકીને આરામ માંગતો હોય છે. જો કે લાંબી મુસાફરી કરનાર વ્યક્તિને ઘણા દિવસો થાક ઉતરતો નથી. આ થાકને પરિણામે આવા વ્યક્તિઓને લાંબા સમય સુધી આરામ કરવો પડે છે. જયારે અમુક લોકોના થાક પગ ભારે ભારે લાગે છે.
આ એક એનેર્જીનો ભરપુર ખજાનો છે. આ માટે જો તમે થાકીને આવીઓ ત્યારે આ વસ્તુને ખાઈ લો તો થાક તરત દૂર થઇ જાય છે. અશક્તિ તરત દૂર થઇ જાય છે. આ માટે અમે જે પદાર્થ જણાવી રહ્યા છીએ તે પદાર્થ છે ગોળ. આ નાનકડો દેશી ગોળનો ટુકડો ઘણું બધું મહત્વનું કાર્ય કરે છે. જે શરીરની જે નબળાઈ હોય તેને દૂર કરે છે.
જયારે આ થાક વધારે પ્રમાણમાં લાગતો હોય તેવા વ્યક્તિઓ આયુર્વેદિક ઉપાય કરીને થાકને ઓછો કરી શકે છે. આ માટે આ ઉપાય કરવાથી મોટાભાગે થાકને ઓછો કરવામાં ખુબ જ ફાયદો રહે છે. આ માટે એક ઔષધીય પદાર્થમાંથી જ બનેલી એક મીઠાઈ કે જેનો થાક ઉતારવામાં ખુબ જ ઉપયોગ થઇ શકે છે. આ મીઠાઈ શરીરમાં ઉર્જા પૂરી પાડે છે.
જયારે તમને થાક લાગ્યો હોય કે તમે પરિશ્રમ કરીને આવ્યા હોય ત્યારે ખુબ થાકી ગયા હોય આ મીઠાઈઆ ટુકડાનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો તમારો બધો જ થાક બે મિનીટ માં ઉતરી જાય છે. આ એક કુદરતી વસ્તુ છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ રામબાણ છે. કારણ કે જે શરીરમાં અશક્તિ, થાક અને નબળાઈ રહેતી હોય, તો તેના માટે એક ટુકડો ખાઈ લો તો થાક, નબળાઈ, અશક્તિ પણ પલભરમાં ગાયબ થઇ જાય છે.
આ શરીરમાં જે અશક્તિ હોય, પરિશ્રમ કરીને આવ્યા હોય ત્યારે જે થાક લાગે ત્યારે આ નાનકડો ગોળનો ટુકડો ખાઈને ઉપર તમે હુંફાળું પાણી પી લેશો તો માત્ર બે જ મીનીટમાં તમારો બધો જ થાક ઓગળી જાય છે. આ થાક ઓગળવાની સાથે સાથે જો તમે નિયમિત આટલો ટુકડો ગરમ પાણી સાથે અથવા હુંફાળા પાણી સાથે સેવન કરો તો શરીરમાં ઘણો પુષ્કળ ફાયદો થાય છે.
આ એક એનર્જીનો ખજાનો છે. જેથી તમે નિયમિત સેવન કરો તો શરીરમાં એનર્જી ભરપૂર મળે છે. આ સિવાય જે લોકોને હિમોગ્લોબીન ગ્લોબીનની ઉણપ હોય તો તે હિમોગ્લોબીનની ઉણપ પૂરી કરે છે. કારણ કે તેની અંદર આયર્ન પુષ્કળ માત્રામાં હોય છે.
જો કોઈને પેટની સમસ્યા રહેતી હોય, ખોરાકના પાચનમાં મુશ્કેલી થતી હોય તો તેના માટે પણ આ ઔષધિ ટુકડો રામબાણ છે. ગોળ છે કે એક પ્રકારની કુદરતી મીઠાઈ છે. આપણે જાણીએ છીએ કે ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી મળે છે. જયારે ખાંડ બને છે તેમાં ઘણી બધી રસાયણિક પ્રક્રિયા થતી હોય છે અને રસાયણોનો ઉપયોગ થતો હોય છે. ખાંડમાં ઘણા બધા રસાયણો મિક્સ કરવામાં આવે છે ત્યારે ખાંડ બને છે. જયારે ગોળ એક કુદરતી મીઠાઈ છે.
ગોળમાં કોઈ રાસાયણીક તત્વો હોતા નથી. જેથી ગોળ એ શક્તિનો ખજાનો છે. જે લોકોને પેટમાં પાચનની સમસ્યા રહેતી હોય. ગેસ, એસીડીટી અને કબજીયાત આ પેટની મુખ્ય સમસ્યા છે જેના માટે ગોળ ખુબ જ સારી દવાના રૂપમાં ઉપયોગી છે. આ સમયે ગોળ ખાવાથી આ સમસ્યા મટી જાય છે. જો તમને સમસ્યા પછી એસીડીટી કે ગેસની સમસ્યા રહેતી હોય તો જમીને ઉભા થઈને નાનકડો ટુકડો ગોળનો ખાઈ લો એટલે તમે ખાધેલો ખોરાક ખુબ ઝડપથી પાચન થઇ જાય છે. જેના લીધે ગેસ કે એસીડીટી થતા નથી.
જો તમને કબજીયાત રહેતી હોય, મળ કઠણ ઉતરતો હોય, વારંવાર ટોઇલેટ જવા છતાં ન ઉતરતો હોય તો તમે રાત્રે સૂતી વખતે ગોળનો ટુકડો ખાઈ અને તેની ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીને સુઈ જાવ એટલે સવારે કબજીયાત દૂર થઇ જાય છે. સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે. આ કબજિયાત સાવ મટી જાય છે. આ એક અનેક વેધરાજ દ્વારા કરવામાં આવેલા અનુભવ સિદ્ધ પ્રયોગ છે. જેનું ખુબ જ ચમત્કારિક પરિણામ આવે છે. આ સિવાય કોઈને કફ રહેતો હોય, કફ દૂર ન થતો હોય, ઉધરસ મટતી ન હોય કે શરદી મટતી ન હોય તો એના માટે પણ તમે રાત્રે સૂતી વખતે આ ગોળનો ટુકડો અને એક ચમચી અજમો બંને એકસાથે ચાવીને ખાઈ જાવ અને ઉપર એક ગરમ પાણી પી જાવ એટલે માત્ર બે થી ત્રણેક દિવસ આ ઉપાય કરશો તો તમને ઉધરસની તકલીફ હશે તો આ તકલીફ બંધ થઇ જશે. આ ઉપાય સુકી ઉધરસ કે કફ વાળી બંને પ્રકારની ઉધરસમાં ઉપયોગી છે.
આ ગોળનું નિયમિત ગરમ પાણી સાથે સેવન કરો તો તમારી ચામડીમાં ચમક આવી શકે છે અને ચામડીની કોઈ સમસ્યા હોય તો મટી જાય છે. જે લોકોને શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો આ લોકો ગોળ અને ચણાનું સેવન કરી શકે છે. આ ગોળ ખુબ જ પુષ્કળ પ્રમાણમાં આયર્ન ધરાવે છે જેના લીધે તે હિમોગ્લોબીનની કમીને પૂરી કરે છે.
આમ, ગોળ એક ઉત્તમ આયુર્વેદિક પદાર્થ છે, માટે જે લોકોને વારંવાર થાક લાગી જાય છે, થોડુ ચાલવા કે દોડવાથી થાકી જતા હોય તો તમે નિયમિત ગોળનું સેવન શરૂ કરી દેશો તો થાક અને નબળાઈ દૂર થઇ જશે. શરીરમાં ઉર્જા મળશે. માટે તમારે નિયમિત આ ગોળનું સેવન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.