મિત્રો તમે લીંબુ પાણી તો પિતા જ હશો પરંતુ મારે તમને આ લીબું પાણી એક અલગ રીતથી બનાવીને કઈ રીતે તમે ફક્ત ને ફક્ત 2 થી ૩ અઠવાડિયા સુધીમાં જ તમારું વધી રહેલુ વજન ઘટાડી શકો છો તેના વિશે વાત કરી લઈએ. જો તમે આ રીતે લીંબુ પાણી બનાવીને તેનું સેવન કરશો તો તે તમારો વજન તો ઘટાડી જ દેશે પરંતુ તેની સાથે સાથે બીજા પણ ઘણાબધા ફાયદાઓ કરશે જેવા કે શરીરમાંથી ખરાબ કચરો બહાર ફેકી દેશે, ડાયજેશન જેવી બીમારી હશે તો તેમાંથી છુટકારો અપાવશે, તમારી સ્કીનમાં નિખાર લાવશે, અને બીજી પણ અનેક બીમારીઓથી તમને બચાવી દેશે.
લીંબુ પાણી કઈ રીતે બનાવવું: તમારે લીંબુ પાણી બનાવવા માટે સૌ પ્રથમ ૩ તાજા લીંબુ લાવવાના છે ત્યારબાદ તે લીંબુને સારી રીતે સ્વસ્થ પાણીની મદદથી ધોઈ નાખવાના છે, જો તમે લીંબુને સારી રીતે ધોવામાં ન આવે તો તેમાં રહેલા બેક્ટેરિયા દ્વારા તમે બીમાર પડી શકો છો માટે પહેલા તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ.
સૌથી પહેલા તમારે એક બાઉલ લેવાનું છે અને તેને અડધું પાણીથી ભરી દેવાનું છે ત્યારબાદ તેમાં ૩ ચમસી સફેદ વિનેગારનું પાણી નાખવાનું છે હવે તમે લીધેલા લીંબુને તેમાં નાખીને બરાબર ધોઈ લેવાના છે. તમે સાદા પાણીની મદદથી પણ લીંબુને ધોઈ શકો છો પરંતુ આવી રીતે લીંબુને ધોવાથી તેમાં બેક્ટેરિયાનો નાશ થાય છે. ત્યારબાદ હવે લીંબુને ફરી વખત સ્વચ્છ પાણીથી ધોઈ લેવા.
હવે આ સ્વસ્થ ધોયેલા લીંબુને ચપ્પુ વડે કાપી લો ત્યારબાદ એક વાટકીમાં આ બધા જ લીંબુનો રસ કાઢી લો, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે લીંબુ પાણી બનાવવાનું છે તેમાં આ લીંબુના રસનો ઉપયોગ કરવાનો નથી પરંતુ તમારે તેમાં લીંબુના રસ કાઢેલા જે છાલા વધેલા છે તેનો જ ઉપયોગ કરવાનો છે. હવે તમારે એક નોન સ્ટીક પેન અથવા તો તવી કે કડાઈ લેવાની અને તેમાં તમે એક લીટર જેટલું પાણી નાખીને ગરમ કરો આ પાણી ગરમ થઇ જાય એટલે તેમાં વધેલા લીબુના છાલા છે તેને નાખી દ્યો અને ગરમ કરવાનું શરુ કરી દ્યો, લીંબુના ફાયદા તો મોટા ભાગના લોકો જાણે જ છે પરંતુ લીંબુના છાલાના ફાયદા બહુ ઓછા લોકો જાણતા હોય છે.
લીંબુના છાલામાંથી તમને વિટામીન C, વિટામીન B, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ ઉપરાંત સારા એવા પદાર્થો મળી રહેતા હોવાથી ખુબજ ફાયદો કરે છે. હવે ગરમ પાણીમાં આ લીંબુના છાલા ખુબ ઉકળી જાય પછી તેમાં અડધી ચમસી સિંધવ મીઠું તેમાં નાખવાનું છે ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દ્યો, આ તૈયાર થયેલા લીંબુ પાણીને એક ડબ્બામાં નાખીને ગરણીની મદદથી ગાળીને તેનું સેવન કરવું તથા સેવન કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ગરમ ગરમ લીબું પાણીજ પીવાનું છે ફ્રીઝમાં ઠંડુ કરીને પીવાનું નથી.
આ લીંબુ પાણીનું સેવન તમારે જમતા પહેલા 1 કલાક અગાઉ પીવાનું છે અને દિવસમાં ૩ વખત આ પ્રયોગ કરવો, તમે 2 થી ૩ અઠવાડિયા સુધી સતત આ રીતે લીંબુનું બનાવેલું પાણી પીશો એટલે તમારું વજન આપો આપો ઘટી જશે.
આમ, અને તમને આ આર્ટીકલ દ્વારા એક અલગ રીતે લીંબુ પાણી બનાવીને તેનું સેવન કઈ રીતે અને કેટલા સમય સુધી કરવું તેના વિશે માહિતી આપી.