આયુર્વેદમાં અનેક નેચરોથેરાપી અને વડીલો તેમજ વૈધ દ્વારા કહેવામાં આવે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, પિત્ત અને કફ તરીકે ઓળખવામાં આવે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે. આ ત્રણેય દોષના અસંતુલનને કારણે જ શરીર રોગીષ્ટ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછું 8 કલાક રાખેલુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે.
દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં ભરેલું પાણી ચમત્કારિક ફાયદાઓ છે. આ ચમત્કારો પાછળ વિજ્ઞાનિક કારણો રહેલા છે. પહેલાના સમસ્યામાં મોટા ભાગના લોકોના ઘરમાં પાણી ભરવાનું વાસણ તાંબામાંથી બનેલું હતું. આથી જ તેની અંદર ભરેલું પાણી પીવાના કારણે લોકો લાંબો સમય સુધી સ્વચ્છ રહી શકતા હતા.
તાંબાના વાસણમાં ભરેલું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે. પાણીની અંદર જ્યારે તાંબાનો આ ગુણ ભળે છે ત્યારે તેની અંદર અનેક પોષક તત્વો ભળી જાય છે. જે શરીરને અનેક પ્રકારની બીમારીઓમાંથી બચાવે છે.
હાલના સમયમાં ઘણા લોકો વધતી ઉમરના લક્ષણોથી પરેશાન છે. કોઈ લોકોને તેના ચહેરા પર કે વાળ પર આ ઉમરના લક્ષણો દેખાય તો ગમતું નથી. આ ઉમરની સાથે અનેક સમસ્યાઓ પણ શરૂ થાય છે. સ્ત્રીઓ અને પુરુષ દરેક ધારે છે કે તેની વધતી ઉમરની નિશાનીઓ છુપાયેલી રહે. જો તમે પણ આવું ઈચ્છો છો તો તમારે માટે લાંબાના વાસણમાં ભરેલું પાણી ઉપયોગી છે.
તાંબાનું પાણી ચામડીની કરચલીઓ, ચામડી ઢીલી પડી જવી વગેરેને દૂર કરે છે તેમજ તે શરીરની મરેલી ચામડીને પણ દૂર કરે છે અને નવી ચામડીને લાવે છે. આવી રીતે તાંબાના વાસણમાં ભેળું પાન પીવાથી ચામડી કુદરતી રીતે જ ચમકદાર બની જાય છે અને કાયમી માટે સ્વસ્થ રહે છે.
તાંબામાં રહેલું પાણી બેક્ટેરિયાને ખત્મ કરે છે. કોપરની પ્રકૃતિ ઓલીગોડાયનેમિકના એટલે કે બેક્ટેરિયા પર ધાતુઓના પ્રભાવ પર અસર કરે છે. જેનાથી તાંબામાં રાખેલા પાણીના નિયમિત સેવનથી બેકટેરિયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરિયા અને કમળા જેવા રોગોના કીટાણુંઓ મરી જાય છે. આ માટે ઉપયોગમાં લેવામાં આવતું પાણી સ્વચ્છ હોવું જોઈએ.
કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથીને નોર્મલ કરી દે છે. તેની કાર્ય પ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી સાંધાના કે વાના દુખાવાને દુર કરે છે. સાંધાના દુખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણો જ ફાયદો થાય છે. તાંબાના વાસણમાં એવા ગુણ છે કે શરીરમાં યુરિક એસીડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દૂર કરે છે. તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી શરીરમાં કોઈપણ પ્રકારનો વા હોય તો દૂર થઈ જાય છે.
તાંબાના વાસણમાં રહેલુ પાણી કોપરની કમીને દૂર કરે છે. શરીરમાં કોપરની કમી થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. દરરોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં કોપરની કમી પૂરી થઈ જાય છે અને બીમારી ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાથી સુરક્ષા મળે છે. તે ચામડીને સ્વચ્છ બનાવે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી ચામડીને ચમકદાર બનાવે છે અને ચામડીમાં નિખાર લાવે છે. આ માટે ચામડીને ચમકદાર બનાવવા માટે સવારે ઉઠીને તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું અને તેનાથી મોઢું પણ ધોવું જોઈએ. જેથી ખીલ ફોલ્લા ડાઘ વગેરે દૂર થાય છે અને ચામડીની સમસ્યાઓ મટી જશે.
આંખોના નંબર ઉતારવામાં પણ તાંબાના વાસણમાં રહેલું પાણી ઉપયોગી છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીથી સવારે ઉઠીને તરત આંખો પર ઝાલખ મારવી. જેનાથી આંખને અંદરથી ઠંડક મળે છે અને ધીરે ધીરે નંબર પણ ઓછા થાય છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પાચન ક્રિયાને ઠીક કરે છે. એસીડીટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે. આયુર્વેદ અનુસાર જો તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોય તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછું 8 કલાક રાખેલું પાણી પીવું જોઈએ. તેનાથી આ સમસ્યાઓ દૂર થશે.
જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે એટલે શરીરમાં કોઈ કમી કે કમજોરી આવતી નથી. શરીરમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આરામ પણ મળે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી લીવર અને કીડની માટે પણ ઉપયોગી છે. તાંબામાં એન્ટીઇન્ફલેમેટ્રી અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે માટે તાંબાનું પાણી શરીરમાં કોઇપણ પ્રકારના ઈન્ફેકશનને દુર કરે છે જેથી લીવર અને કીડનીને પણ સ્વસ્થ રાખે છે.
કોપર શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બેહદ જરૂરી છે. તે શરીર માટે આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દૂર થાય છે.
કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. તાંબાના વાસણમાં રાખેલું પાણી વાત, પિત્ત અને કફની સમસ્યાને દૂર કરે છે. માટે આ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદમાં ઉપયોગી થાય છે.
કોઈ વ્યક્તિ હ્રદય રોગથી પીડિત હોય તેમજ હાર્ટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તેણે તાંબાના જગમાં રાત્રે પાણી રાખવું અને સવારે ઉઠીને તે પાણી પી લેવું. આવું નિયમિત કરવાથી ફાયદો થાય છે. આ પાણી દરરોજ સવારે પીવાથી હ્રદય મજબુત અને સ્વસ્થ બને છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. આ સિવાય હાઈપર ટેન્શનની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે. દરરોજ તાંબાના વાસણનું પાણી પીવું યાદ શક્તિ માટે પણ ઉપયોગી છે. તાંબાના વાસણ વાળું પાણી મગજમાં ખુબ જ લાભ કરે છે. જેના લીધે સ્મૃતિ શક્તિ તેજ બને છે.
આમ, તાંબાના વાસણમાં ભરેલું પાણી શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આના લીધે જો સવારે ઉઠતાવેત તાંબાની અંદર ભરેલું પાણી પીવામાં આવે તો તેના કારણે શરીરના આ બધા ફાયદાઓ થઈ શકે છે. આ રીતે આપણે તાંબાના લોટા કે કોઈ અન્ય વાસણમાં પાણી રાખીને આ પાણી પીવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે