આજે અમે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તેની વાત કરીએ તો તે એક એવું મિશ્રણ છે કે જેનો તમે ઘરે બેઠા ઉપયોગ કરી શકો છો તો ચાલો જાણી લઈએ કે તે ક્યાં ક્યાં રોગો માટે ઉપયોગી થાય છે આ મિશ્રણ.
આમ તો આ મિશ્રણ અનેક રોગોને દુર કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે તેમ છતાં પણ તે ખાસ કરીને કમર નો દુખાવો, હાથ-પગનો દુખાવો, ઘૂંટણનો દુઃખાવો, લોહીની ખામી, સાંધાના દુખાવાઓ વગેરે પ્રકારના દુખાવાને દુર કરવા આ અમે આજે તમને એક સરસ મજાની રીત બતાવી દેશું.
અમે જે તમને રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ તે તમને ફક્ત 7 જ દિવસમાં રાહત આપશે. હવે તમારે આ રેસીપી તૈયાર કરવા માટે સૌથી પહેલા 50 ગ્રામ જેટલા ફોફા વાળા ચણા (કાબુલી ચણા) લેવાના છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન ખુબજ ભરપુર માત્રામાં મળે છે જો તમારા શરીરમાં લોહીની ખામી હોય તો કાબુલી ચણા નું સેવન કરવાથી તે મટી જાય છે આ સુગર અને ડાયાબીટીશની તકલીફ વાળા લોકો માટે આ ચણા નું સેવન ખુબજ ફાયદો કરે છે.
હવે તમારે અડધો કપ જેટલી મખના લેવાની છે મખનાએ તમને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પાડે છે તેમજ શરીરના સાંધાનો દુખાવો, હડ્ડીઓનો દુખાવો, કમરનો દુખાવો વગેરેને દુર કરવા માટે તમને મખનાઉપયોગી થાય છે.
હવે તમારે 20 નંગ જેટલી બદામ લઇ લેવાની છે બદામમાં સારા એવા પોષકતત્વો મળી આવે છે બદામ રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરવાનું કામ કરે છે, બદામ ખાવાથી તમારી સ્કીન ઉપર ચમક આવે છે કારણ કે બદામમાંથી વિટામીન E સારા એવા પ્રમાણમાં મળે છે.
હવે તમારે 2 ચમસી જેટલા અખરોટ લેવાના છે અખરોટમાંથી વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહે છે અખરોટ મેમરી પાવરને મજબુત કરે છે અને હેલ્થને લગતી મોટા ભાગની સમસ્યાને દુર કરવા માટે ઉપયોગી થાય છે. અખરોટમાં મળી રહેતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો તેમાંથી પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, ફાઈબર, કોપર, ઓમેગા-૩ ફેટી એસીડ વગેરે તત્વો મળી રહે છે.
હવે તમારે અડધી વાટકી જેટલા સફેદ તલ લેવાના છે, સફેદ તલ ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણમાં સારું એવું જળવાઈ રહે છે, હદય રોગ ધરાવતા દર્દીઓ માટે સફેદ તલનું સેવન કરવું ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે, વધુ પડતું લોહીનું દબાણ કંટ્રોલ કરવાનું કામ કરે છે સફેદ તલ, તલનું સેવન કરવાથી શરીરમાં તણાવ, કમજોરી, સતત થાક લાગવો વગેરેને ઠીક કરવાનું કામ કરે છે. આ ઉપરાંત પણ તલનું સેવન કરવાથી શરીરના સાંધાના દુખાવાઓ, હડ્ડીનો દુખાવો વગેરેને શાંત કરવાનું કામ કરે છે.
હવે તમારે અડધો ઇંચનો ટુકડો જેટલી લેવાની છે દાલચીની તમારે દાલચીનીને હલકે હાથે ઘસવાથી તેનો પાઉડર બની જશે.
હવે તમારે અડધું લેવાનું છે જાયફળ તે જાયફળને ઘસીને તેનો પાઉડર બનાવી લેવાનો છે તથા આ બધા જ ને મીઠું કરવા માટે તમારે લેવાની છે 2 ચમસી સાકરનો પાઉડર.
મિશ્રણ બનાવવાની રીત : તમારે એક કડાઈ લેવાની છે તેને સ્લો ગેસ ઉપર ગરમ થવા દ્યો ત્યારબાદ તેમાં અડધી ચમસી જેટલું ઘી નાખીને ગરમ થવા દ્યો ત્યારબાદ તેમાં લીધેલી મખનાનાખો અને થોડી વાર ગરમ થવા દ્યો જેવી મખનાગરમ થઇ જાય એટલે તેને થોડી વાર હલાવીને બહાર કાઢી નાખો, હવે તમે લીધેલી બદામ પણ થોડી વાર માટે ગરમ થવા દ્યો અને તેમાં અખરોટ નાખીને હલાવો અને પછી બહાર કાઢી નાખો હવે શિયાળાની ઋતુ શરુ થવા જઈ રહી છે માટે તમે થોડી વાર ગરમ કરીને તેનું સેવન કરશો તો ખુબજ ફાયદો થાય છે પરંતુ જયારે ગરમીની ઋતુ હોય છે ત્યારે ગરમ ન કરો તો પણ ચાલે.
હવે તમે લીધેલા તલ પણ તેમાં નાખીને તેને બરાબર હલાવી નાખો તલ ગરમ કરો એટલે તે ફૂલીને થોડા મોટા થઇ જશે અને તેનો રંગ પણ થોડો બદલી જશે હવે તલને પણ બહાર કાઢી નાખો.
હવે આપણી મખાણી, તલ, બદામ, અખરોટ, ચણા આ બધી જ વસ્તુઓ ને તમારે મિક્સરમાં નાખીને તેનો ભૂકો કરી નાખવાનો છે હવે બનાવેલા પાઉડરને તમે 20 થી 25 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો.
પાઉડરનું કઈ રીતે સેવન કરવું ? તમારે ઓછા ફેટ વાળું દૂધ ગરમ કરવાનું છે અને તેની ઉપર જે મલાઈ આવે છે તેને દુર કરી લેવાની છે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ લો, હવે ગરમ કરેલા દૂધમાં આ બનાવેલો પાઉડર 1 ચમસી નાખીને તેને બરાબર મિક્સ કરી દ્યો સવારે નાસ્તો કરીને અને સાંજે જમીને 1 ગ્લાસનું સેવન કરી જવું. એક અઠવાડિયા સુધી આ રીતે સેવન કરશો તો તેનાથી તમને ખુબજ ફાયદો થાય છે. આ દૂધનું સેવન જો નાના બાળકોને કરાવશો તો એમને પણ ખુબજ સારો એવો ફાયદો કરે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમને થતા અલગ અલગ દુખાવાઓ સામે કઈ રીતે રાહત મળે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.