આજે આપણે જેના વિશે વાત કરવાની છે તેને આપણે અનિચ્છનીય વનસ્પતિ સમજીને ખેતર કે શેઢેથી કાઢીને બહાર ફેકી દેતાં હોઈએ છીએ પરંતુ તમને કદાસ ખબર નહિ હોય કે આ વનસ્પતિના આટલા બધા ફાયદાઓ છે તો ચાલો આપણે સૌ જાણી લઈએ તે વનસ્પતિના નામ વિશે.
આ વનસ્પતિને આપણે સૌ ગામડાની ભાષામાં પોપટી કહીએ છીએ અને હિન્દીમાં આ વનસ્પતિને રસભરીના નામેથી ઓળખવામાં આવે છે. ખેતરમાં આ વનસ્પતિને કાઢીને ફેકી દેતા હોય છે નાના નાના બાળકો તો આ વનસ્પતિને આવેલા ફળને ફોડીને અવાજ કરીને આનંદ માણતા હોય છે.
આ વનસ્પતિને જુદા જુદા દેશોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે ભારતમાં તેને રસભરીને મકાઓ, ટેપારિયો, તીપારી, ચોબોર્ટ, પોપટી, ભોલા, બુસરતાયા વગેરેનામોથી ઓળખે છે. આ પોપટી નામની વનસ્પતિની ઘણા પ્રદેશોમાં ખેતી પણ થાય છે, પરંતુ આપણે અહિયાં ખેતી નથી થતી એટલે સામાન્ય કચરો અથવા તો નકામો છોડ સમજીને તેને ઉખેડીને બહાર ફેકી દેતા હોઈએ છીએ.

પોપટીની અંદર એક સરસ મજાનું ગોળ નાના શીણીયા બોર જેવડું ફળ આવેલું હોય છે જે આ પોપટી જયારે પાકી જાય ત્યારે આ ફળ લાલ રંગનું થઇ જતું હોય છે જયારે પોપટી કાચી હોય છે ત્યારે તે લીલા રંગનું ફળ હોય છે જયારે તે એક મહિના પછી પાકી જાય છે ત્યારે તે એકદમ લાલ રંગનું થઇ જતું હોય છે. આ પોપટીના લાલ ફળની ઘણા લોકો અલગ અલગ વાનગીઓ પણ બનાવતા હોય છે.
આ પોપટી પોષકતત્વોનો ભંડાર છે જેમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે જેમ કે પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન A, વિટામીન B2, આયર્ન, વિટામીન C વગેરે. આ પોપટીનું જ્યારે પણ ફળ પાકી જાય ત્યારે તેને ખાવાનું શુકશો નહિ કારણ કે આ પોપટીના ઘણા બધા ફાયદાઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી થાય છે. પોપટીમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપુર માત્રામાં મળી રહે છે તેથી જ તો કુદરતે 4 લીંબુમાં જેટલું વિટામીન C હોય છે તેટલું જ વિટામીન C આ 1 પોપટીના પાકેલા ફળમાં હોય છે.
એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, આપણા શરીરની પાચનશક્તિને મજબુત કરવાનું કામ કરે છે, લીવરને ફાયદો કરે છે તથા તે લીવર ટોનિક પણ છે તેના કારણે જે લોકોને કમળો થયો હોય છે તે લોકો આ રીતે પોપટીના પાકેલા ફળનું સેવન કરશે તો તેને એકદમ સારો એવો ફાયદો થાય છે.
હદય માટે ફાયદો કરે છે : રસભરી વનસ્પતીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન A સારા એવા પ્રમાણમાં રહેલું હોવાથી હદયના રોગોને દુર કરવા માટે ફાયદો કરે છે.
લીવર અને કીડનીનું રક્ષણ કરે છે : જે લોકોને લીવર અને કીડનીને લગતા રોગો હોય તો તેને ઠીક કરવા માટે પોપટીના ફળનું સેવન કરવાથી ફાયદો થાય છે.
પિત્ત શામક છે તેથી જ લોકો પિત્તની પ્રકૃતિ વાળા છે તે લોકોને આ ફળનું સેવન કરવાથી પિત્તમાં રાહત થાય છે તેમજ શરીરમાં વધેલા પિત્તને બહાર કાઢીને દુર કરવાનું કામ કરે છે આ ફળ.
ડાયાબીટીશમાં રાહત થાય છે : જે લોકો ડાયાબીટીશથી હેરાન થઇ રહ્યા છે અથવા તો ડાયાબીટીશની હજી શરીરમાં શરૂઆત થઇ છે તે લોકો માટે આ પાકેલા ફળ એક વરદાન સમાન સાબિત થાય છે. આ ઉપરાંત ડાયાબીટીશ વાળા લોકોએ આ પોપટીના છોડના પાન તોડી લઈને તેનો 2 ચમસી રસ કાઢી લેવાનો છે અને તેને 1 ગ્લાસ પાણી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
આંખ માટે ફાયદો કરે છે : જે લોકોને આંખોએ બરાબર દેખાતું ન હોય અથવા તો આંખોને લગતી કોઇપણ વાયરલ બીમારી હોય તો આ પોપટીનું ફળ તેમને માટે ખુબજ ફાયદો કરે છે તેમજ રતાંધળાપણુંથી બચાવે છે.
રસભરી એટલે કે પોપટીનો આયુર્વેદમાં પણ સારો એવો ઉલ્લેખ કરેલો જોવા મળે છે આપણને સસ્તી મળે છે એટલે તેની આપણે કદર નથી કરતા પરંતુ ખુબજ ગુણોથી ભરેલી આ ઔષધી સમાન વનસ્પતિના અઢળક ફાયદાઓ છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી રસભરી એટલે કે પોપટી વનસ્પતિ વિશે તમે ક્યારેય પણ નહિ સાંભળેલી વાત અને તેના ફાયદાઓ વિશે માહિતી આપી.