આજે આપણે જેના વિશે માહિતી મેળવવાની છે તેના વિશે વાત કરીએ અત્યારની યુવાથી માંડીને છેક વૃદ્ધ લોકોને પણ પોતાના વાળ એકદમ કાળા હોય તેવું ઈચ્છતા હોય છે લોકો વાળને કાળા કરવા માટે અલગ અલગ ઘણાબધા નુસ્કાઓ કરતા હોય છે છતાં પણ તેમને ધાર્યું પરિણામ મળતું નથી.
આજે અમે તમને એવા કેટલાક સાવ દેશી ઉપાયો બતાવી દઈએ જેથી જે પ્રમાણે તમે ઉપાયો અજમાવશો એટલે તમને ખુબજ સારામાં સારું પરિણામ મળશે.
તમે નાળીયેરના તેલ વિશે તો જાણો જ છો જે માથામાં નાખવાથી તમને ખુબજ ફાયદાઓ થાય છે તેમજ માથામાં થયેલા બીજા કોઇપણ પ્રકારના રોગો અથવા તો ઇન્ફેકશનને દુર કરવાનું કામ કરે છે અને અત્યારે સૌથી મોટી જો કોઈ માથાને લગતી સમસ્યા હોય તો તે છે માથાના વાળ નાની ઉંમરમાં સફેદ થઇ જવા તથા માથાના વાળ સફેદ હોવાને લીધે ઉંમર મોટી દેખાવી તેમજ વૃદ્ધ દેખાવું.
વાળ સફેદ થઇ જવાના મુખ્ય કારણ જેનેટિકસ, વાળમાં પોષણની કમી હોવી, વાતાવરણ અને ખરાબ જીવનશૈલી, અમુક ખરાબ પડેલી આદતો, વાળમાં નિયમિતપણે ઓઈલ મસાજ ન કરવું વગેરે અમુક કારણો માથાના વાળને કાળા કરવા માટે જવાબદાર છે.
નાળીયેર તેલમાં મીઠો લીમડો મિક્સ કરીને લગાડો : આ વાત સાંભળીને કદાસ તમને નવાઈ લાગશે કે નાળીયેરના તેલમાં મીઠો લીમડો નાખીને વાળ સફેદ કરી શકાય. વાળ સફેદ કરવા માટે મીઠો લીમડો ખુબજ ઉપયોગી છે કારણ કે મીઠા લીમડામાં સફેદ વાળને કાળા કરવા માટેનો ગુણ તેમાં રહેલો છે આ ઉપરાંત મીઠા લીમડામાંથી વિટામીન B ભરપુર પ્રમાણમાં મળી રહે છે તેથી તે માથાના વાળમાં હેર ફોલીક્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે. મીઠા લીમડામાં બીટાકેરોટીન નામના તત્વો પણ સારા એવા પ્રમાણમાં હોવાથી વાળને તે મૂળમાંથી સફેદ થવાથી રોકે છે.
ઉપયોગ કરવાની રીત : તમારે એક મુઠી ભરીને મીઠા લીમડાના પાન લેવા તેને 1 કપ નાળીયેર તેલમાં શેકી લેવા, જયારે આ પાન એકદમ કાળા રંગના થઇ જાય એટલે તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લો પછી તેને ઠંડુ કરીને એક શીશીમાં ભરી લો આ તેલને તમે 2 થી લઈને ૩ અઠવાડિયા સુધી માથામાં લગાડશો એટલે ખુબજ ફાયદો થશે.
આમળાં અને મેથી : આમળાં અને મેથીને માથાના વાળ સફેદ કરવા માટે એક ઉત્તમ ઉપાય કહેવામાં આવે છે તેના ઈલાજ માટે તમારે થોડા સુકા આમળાંનો પાઉડર લેવો અને તેમાં મેથીના દાણાનો 2 ચમસી જેટલો પાઉડર મિક્સ કરી લેવો હવે તેમાં 2 ચમસી જેટલું પાણી ઉમેરી એકદમ પેસ્ટ તૈયાર કરો. આ તૈયાર થયેલો પેસ્ટ તમે તમારા માથામાં લગાવશો એટલે ખુબજ ફાયદો થાય છે.
નાળીયેરનું તેલ અને મહેંદી : તમે જાણો જ છો કે માથાના વાળમાં મહેદી લગાવો એટલે સફેદ થયેલા વાળ બધા લાલ થઇ જતા હોય છે પરંતુ જો તમે માથામાં આ રીતે નાળીયેરના તેલમાં મહેંદી મિક્સ કરીને લગાડશો એટલે સફેદ વાળ લાલ નહિ પણ કાળા થશે. ઉપયોગ કરવાની રીત : તમારે એક બાઉલ લેવાનો છે અને તેમાં એક ચમસી ભરીને 1 ચમસી ભરીને એલોવેરા જેલ અને 2 ચમસી ભરીને નાળીયેર તેલ તથા તેમાં 2 ચમસી ભરીને મહેંદી મિક્સ કરી દ્યો. આ તૈયાર થયેલા મિશ્રણને 20 થી 25 મિનીટ સુધી વાળમાં રાખો અને પછી તમે તમારું માથું સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખો આ પ્રયોગ તમારે એક અઠવાડિયામાં ફક્ત એક જ વાર લગાડવાનો છે.
બદામ તેલ અને લીંબુનો રસ : તમારે 2 ચમસી જેટલું બદામનું તેલ લેવું અને તેમાં 2 ચમસી જેટલો લીંબુનો રસ કાઢી તે બંનેને બરાબર મિક્સ કરી અને તમારા માથાના વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. બદામના તેલમાં વિટામીન E હોય છે જે વાળના મૂળને પોષણ આપવાનું કામ કરે છે લીંબુના રસમાં વિટામીન C ભરપુર માત્રામાં મળી રહેતો હોવાથી તે વાળના વિકાસમાં ફાયદો કરે છે.
નાળીયેર તેલ અને એલોવેરા જેલ : તમે જાણો જ છો કે નાળીયેર તેલ અને એલોવેરા જેલનો ઉપયોગ તો ઘણા પ્રાચીન સમયથી કરવામાં આવે છે. વાળને ઉપયોગી એવા મોટાભાગના ગુણો એલોવેરામાં મળી રહે છે. તેથી તે વાળ માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
ઉપયોગ કરવાની રીત : તમારે એક બાઉલ લેવાનું છે અને તેમાં 2 ચમસી જેટલું નાળીયેર તેલ લેવાનું છે તથા 2 ચમસી જેટલો એલોવેરા જેલ લેવાનો છે, તથા 2 ચમસી જેટલો લીંબુનો રસ લઈને તેને બરાબર મિક્સ કરી દ્યો. આ તૈયાર થયેલા મિશ્રણને તમારા વાળના મૂળથી છેડા સુધી બરાબર માલીશ કરીને લગાડી દ્યો. અડધો કલાક સુધી આ મિશ્રણને તમારા માથામાં રાખી દ્યો અને પછી વાળમાં માલીશ કરવાથી વાળ થઇ જશે એકદમ કાળા. આ પ્રયોગ તમારે અઠવાડીયામાં 2 વખત કરવાનો છે.
નાળીયેર તેલ અને ડુંગળીનો પેસ્ટ : તમે એક વાટકીમાં 2 ચમસી જેટલું નાળીયેરનું તેલ લો અને તેમાં દોઢથી 2 ચમસી જેટલો ડુંગળીનો પેસ્ટ બનાવીને બંનેને મિક્સ કરી દ્યો આ બનાવેલા પેસ્ટને નિયમિત માથામાં નાખવાથી ફાયદો થાય છે અને વાળ બને છે એક્દમ કાળા.
આમ, અમે તમને માથાના વાળને કઈ રીતે કાળા કરવા તેના વિશે જરૂરી એવી માહિતી આપી તથા અલગ અલગ ઘરે બેઠા દેશી નુસ્કાઓ કરીને વાળને કાળા કરવા માટેના ઉપાયો બતાવ્યા.