મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે કે અમુક લોકો પગમાં પણ કાળો દોરો બાંધતા હોય છે માટે આ કાળો દોરો બાંધવા પાછળનું શું મુખ્ય કારણ છે તેના વિશે કંઇક અલગ જ માહિતી જણાવી દઈએ તથા આની પાછળ જ્યોતિષશાસ્ત્રનું શું કહેવું છે વગેરે જેવી માહિતી મેળવી લઈએ.
પગમાં કાળો દોરો પહેરવા પાછળ અલગ અલગ ઘણા કારણો જવાબદાર હોય છે તેમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ વાત કરીએ તો કાળો દોરો પગમાં બાંધવાથી કે ધારણ કરવાથી ખરાબ નજર લાગતી નથી તેમજ ખરાબ વિચારો આવતા હોય તો તે પણ આવતા નથી આ ઉપરાંત તેમની પાસે જો નકારાત્મક શક્તિઓ આવી ગઈ હોય તો તે દુર થઇ જાય છે પછી ક્યારેય પણ પાછી આવતી નથી. પગમાં કાળો દોરો બાંધવા પાછળનું ધાર્મિક મહત્વ તેમાં એવું છુપાયેલું છે કે તમે કદાસ નહિ જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે પગમાં કાળો દોરો બાંધવાથી તે ખરાબ નજરથી તમને બચાવે છે તેથી ઘણા લોકો કાળા રંગના કપડા પહેરતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિલાઓએ હંમેશા ડાબા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ જ્યારે પુરુષોએ જમણા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારી નોકરી અથવા વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું છે, તો તમે તમારા પગમાં કાળો દોરો પહેરી શકો છો. આના કારણે તમને ન માત્ર નુકસાનથી છૂટકારો મળશે, પરંતુ તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે.
મિત્રો તમે ઘણી વખત જોયું પણ હશે કે નાના બાળકોને ખરાબ નજરથી દુર રાખવા માટે કપાળે કાળો ચાંદલો તથા તેમની આંખોમાં કાજળ પણ લગાડતા હોય છે અને પગમાં કાળો દોરો પણ બાંધતા હોય છે અત્યારે મોટા ભાગે લોકો ફેશન અને સ્ટાઇલ માટે પણ પગમાં કાળો દોરો બાંધે છે પરંતુ આપણા ઘરે ઘણીવખત વડીલોના મુખે વાત કરતા સાંભળ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી.
પગમાં કાળો દોરો નાના બાળકો, ભાઈઓ અને મહિલાઓ પણ બંધાતા હોય છે તમને કદાસ ખબર નહિ હોય કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કઈ રીતે કાળો દોરો બાંધવાથી તમારામાં રહેલી નકારાત્મક શક્તિઓને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.
તમને રાહુ – કેતુ સહીત શનિની મહાદશામાંથી બચાવે છે આ કાળો દોરો: તમારી કુંડળીમાં રહેલા નવ ગ્રહો પૈકી કોઇપણ ગ્રહનો પ્રભાવ નબળો પડતા તેમના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવવાની શરુ થઇ જતી હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પગમાં કાળો દોરો બાંધશો તો તમને શનિની મહાદશા, સાડાસાતીનો પ્રભાવ ઘટી જતો હોય છે, તથા તમને તમારી કુંડળીમાં શનિ ગ્રહને મજબૂતી મળે છે તથા તમારી કુંડળીમાં રાહુ – કેતુ નબળા પડી જવાથી જ્યોતિષ કાળો દોરો બાંધવાની સલાહ આપે છે.
ખરાબ નજરથી બચાવશે આ કાળો દોરો: તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે નજર લાગી જવી એમાં પણ ખાસ કરીને નાના બાળકોને નજર લાગતી હોય છે તથા કોઈના ઘરને, વ્યાપારને, અને તેમની ખુશીઓને પણ ખરાબ નજર લાગતી હોય છે, લાગેલી નજર ઉતારવા માટે ગામડાના ઘણા નુસ્કાઓ દ્વારા નજર ઉતારતા હોય છે તથા તેમના પગે કાળો દોરો બાંધવામાં આવતો હોય છે, તેથી જે તે વ્યક્તિ નકારાત્મક વલણથી દુર રહે અને ખરાબ શક્તિઓ પણ તેમની પાસેથી દુર રહે છે.
આમ, અમે તમને કાળો દોરો શા માટેપગમાં બાંધવામાં આવે છે અને તેને બાધવા પાછળ જ્યોતિષશાસ્ત્રનું શું કહેવું છે તેના વિશે સમજ આપી.