આયુર્વેદમાં ઉધરસનું એક રામબાણ ઔષધ આપવામાં આવ્યું છે. આ ઔષધ છે ભોરીંગણી. ભોરીંગણી ખેતરોમાંથી મળી રહેશે. તેમજ ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહેશે. ભોરીંગણી આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ભોરીંગણી કફનો સર્વાંગી રીતે નાશ કરનારી વનસ્પતિ છે. ભોરીંગણી ચોમાચા અને શિયાળામાં કોઈ પણ જંગલી વિસ્તાર કે ઉબડખાબડ વિસ્તારમાં ઉગી નીકળે છે. ખાસ કરીને નદીના પટમાં વધારે પ્રમાણમાં ઉગી નીકળતી હોય છે.

ભોરીંગણી વાદળી ફૂલવાળી અને સફેદ ફૂલવાળી પણ ભોરીંગણી થાય છે. આયુર્વેદમાં આ બંને ભોરીંગણીનું ખુબ જ મહત્વ છે. આપણે જે રીંગણા ખાઈએ છીએ તેની મૂળ પ્રજાતિ આ ભોરીંગણી છે. ભોરીંગણી એ સમ્પૂર્ણ રીતે કફનો નાશ કરનારી છે. આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ. એ ત્રિદોષના કારણે જે રોગ થાય છે. જેમાં વાયુનો રોગ આખા શરીરમાં ખુબ જ વ્યાપ્ત પ્રમાણમાં હોય છે. પિત્ત પણ આપણે ખુબ જ નડતર રૂપ છે.
એજ રીતે કફ છે તે પણ આપણા ફેફસામાં જમા થાય છે. જેના કારણે શરદી, ઉધરસ થાય છે. જેના લીધે તાવ આવે છે. હાથ પગના દુખાવા થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ પણ શરીરમાં કફના કણો વધવાને કારણે થાય છે. જેના લીધે લોહી ઘટ્ટ થાય છે, લોહી જાડું થાય છે.
ભોરીંગણીનો રસ આ રોગમાં ખુબ જ ચમત્કારિક પરિણામ આપે છે. ભોરીંગણી કંટક કુળની વાન્સ્પતિ છે. જેને દાંડલીથી માંડીને પાંદડા સુધી કાંટા હોય છે. આ ભોરીંગણીનો રસ કફ સાથે પીવાથી કોઇપણ પ્રકારનો કફનો રોગ શાંત થાય છે. ભોરીંગણીથી દમનો રોગ પણ શાંત થાય છે.
ભોરીંગણીથી શ્વાસ ચડ્યો હોય તો પણ મટે છે. આ ભોરીંગણીથી કવાથ પણ બને છે, જેનું ઘન દ્રવ્ય પણ બને છે. ભોરીંગણીથી ચૂર્ણ પણ બને છે. કફ નાશક અનેક પ્રકારના દ્રવ્યો આ ભોરીંગણીથી બને છે.
ભોરીંગણી આપણા શરીરમાં કફને શાંત કરવા માટે અતિ ઉત્તમ અને ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ભોરીંગણીની મહિનામાં ક અઠવાડિયે બે થી ચાર વખત પાન કરવામાં આવે તો અથવા તો તેની ધુમાડી લેવામાં આવે તો પણ કફમાં ફાયદો થાય છે.
આ ધુમાડી લેવાથી આપણા કફના કણો ઓગળી જાય છે અને શરીરમાંથી બહાર નીકળે છે. આ રીતે ભોરીંગણીનો ઉપયોગ કરીને આપણે દવાખાને ગયા વિના જ આપણે કફનો નાશ કરી શકીએ. દવાખાનાના કે હોસ્પીટલના ખર્ચાથી બચી શકીએ છીએ.
આ સિવાય શરદી અને ઉધરસના ઈલાજ માટે આ ભોરીંગણી લાવીને તેને પાણીમાં નાખીને તેનો ઉકાળો કરવો. આ ઉકાળો પીવાથી ઉધરસમાં સારી રાહત થશે. ભોરીંગણીના તૈયાર ઔષધો પણ મળે છે. તે લેવાથી આપણને રાહત થાય છે. પરંતુ બની શકે ત્યાં સુધી ઘરે ઉકાળો બનાવીને પીવો આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આ ઉકાળો પીધા બાદ ઉપર મધ લેવાથી ખુબ જ ફાયદો થાય છે.
શરદી, ઉધરસ અને કફ સિવાય બીજી સમસ્યામાં પણ આ ભોરીંગણી ખુબ ઉપયોગી છે. આ ભોરીંગણીના બીજ દાંતના રોગોમાં પણ ઉપયોગી છે. આ બીજ પાયોરિયા જેવા દાંતમાંથી પરું અને રસી નીકળતા રોગને દુર કરે છે. જે દાંતમાં રહેલા કીડાનો નાશ કરે છે.
જે લોકોને ચામડીની સમસ્યા હોય ચામડી પર ફોલ્લીઓ થયેલી હોય, ગુમડા થયા હોય તો તેવી, ધાધર અને ખરજવું થયું હોય, ઉનાળામાં અળાઈ નીકળતી હોય તો તેવી સમસ્યામાં પણ આ ભોરીંગણી લાભ કરે છે. ચામડીના રોગમાં ભોરીંગણીના પાંદડાનું ચૂર્ણ કે પેસ્ટ બનાવીને લગાવવાથી ચામડીના રોગો નાશ પામે છે. સાથે પેટના રોગ પણ મટે છે.
ભોય રિંગણીનું ચૂર્ણ બનાવીને માથા પર લગાવવાથી માથામાં ખરતા વાળની સમસ્યા દુર થાય, માથાનો દુખાવો મટે છે.
ભોય રિંગણીના પાકા ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને ગાયના દૂધ કે ભેંસના દૂધ સાથે તેમાં થોડું મીઠું અને ખાંડ ભેળવીને સેવન કરવામાં આવે તો આંખના રોગો, નપુંસકતા જેવા રોગો મટે છે.
ભોરીંગણીનો મૂળ, કરિયાતું અને સુંઠનો 20 ટી 30 ગ્રામ જેટલો ઉકાળો દિવસમાં ત્રણ વાર પીવાથી સામાન્ય તાવ જલ્દીથી મટી જાય છે. ભોરીંગણીનો 20 ગ્રામ રસ અને અનંતમૂળનું 20 ગ્રામ ચૂર્ણ એકત્ર કરી કાંજી સાથે લેવાથી કફ અને મૂત્ર સાફ થઇ તાવનું જોર નરમ પડે છે અને તાવ ઉતરી જાય છે. ભોરીંગણના મૂળ, સુંઠ અને ગળોના ઉકાળામાં મધ અને પીપરનું ચૂર્ણ ભેળવીને પીવાથી તાવ મટે છે.
ભોરીંગણીના મૂળનો ઉકાળો એક એક કલાકે બે ત્રણ વાર આપવાથી હેડકી મટે છે. ધોળી ભોરીંગણીના મૂળની છાલનું ચૂર્ણ સેવન કરવાથી હ્રદય સંબંધી બીમારીઓ દુર રહે છે. આ ચૂર્ણ 1 થી 2 ગ્રામની માત્રામાં લેવું જેથી તેની યોગ્ય રીતે જેરુરી માત્રામાં અસર થાય.
ભોરીંગણી, જીરા ને આમળાનું ચૂર્ણ મધમાં ચાટવાથી અસ્થમા દમ અને શ્વાસ સંબંધી રોગો મટે છે. ભોરીંગણીના પાન, ફળ, ફૂલ, છાલ અને મુળની ભૂકી દુધમાં લેવાથી અસ્થમા (દમ) હલકો પડે છે. ભોરીંગણીના ફળનો ઉકાળો સિંધ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી ભયંકર અસ્થમામાં પણ ફાયદો કરે છે. નાની ભોરીંગણીના મૂળ, ધોળા જીરું અને આમળા સાથે બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી અસ્થમામાં રાહત થાય છે.
મસાલેદાર ખોરાક ખાવાથી અથવા કોઈ આડઅસરના લીધે ઉલ્ટી થઇ રહી હોય તો આ સમયે ભોરીંગણી ખુબ જ અસરકારક જડીબુટ્ટી છે. 10 થી 20 મિલી ભોરીંગણીના રસમાં 2 ચમચી મધ નાખીને સેવન કરવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. અરડૂસી, ગળો તથા નાની ભોરીંગણીથી બનેલા ઉકાળાને ઠંડો પડ્યા બાદ તેમાં મધ ભેળવીને, 10 થી 20 મિલી માત્રામાં પીવાથી સોજો અને ખાંસી વગેરેમાં આરામ થાય છે. અને જેના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે.
આમ, ભોય રિંગણી ખુબ જ ઉપયોગી છે. જે કફ, શરદી અને ઉધરસમાં રામબાણ ઔષધી હોવાની સાથે બીજી અનેક સમસ્યામાં પણ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ ભોરીંગણી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે અને તમને થતી શરદી અને ઉધરસ તેમજ કફની સમસ્યામાં ખુબ જ ફાયદો કરે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.