અમે તમને આજે આ સરસ મજાના આર્ટીકલમાં તમારા રસોડામાં રહેલી આ ચીજનો તમે ઉપયોગ કરશો એટલે ચહેરા ઉપરના પડેલા તમામ ડાર્ક સર્કલ્સ થઇ જશે સાવ દુર અને તમારો ચહેરો એકદમ ચમકી ઉઠશે.
અમે તમને એ પણ જણાવી દેશું કે આ ચહેરા ઉપર ડાર્ક સર્કલ પડવા પાછળ ક્યાં ક્યાં પરિબળો તેમાં જવાબદાર છે તેના વિશે માહિતી આપી દઈશું. તમારા રસોડામાં રહેલા દૂધ સાથે આ વસ્તુઓ ભેળવીને તમે તેનો ઉપયોગ કરશો એટલે તમને સારામાં સારો ફાયદો થાય છે.
અત્યારે જોઈએ તો આંખની નીચે ડાર્ક સર્કલની સૌથી વધુ સમસ્યા મહિલાઓમાં જોવા મળી રહી છે તથા હવે પુરુષોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે પુરતી ઊંઘ ન લેવી, સતત ચિંતા કરતા રહેવી, સતત ઉંમરમાં વધારો થવો, વધારે રડતા રહેવું, સતત વધુ પડતું કમ્પ્યુટર ઉપર બેચી રહેવું, પૌષ્ટિક ભોજનનો અભાવ હોવો, સતત સ્કીન સામે જોતા રહેવું, માનસિક તણાવ હોવો વગેરે કારણોસર ચહેરા ઉપર ડાર્ક સર્કલ પડતા હોય છે.
તેમને વૃદ્ધાવસ્થાનો અનુભવ થાય છે. હવે તમને જણાવી દઈએ કે તમે પણ આ રીતે ડાર્ક સર્કલથી પરેશાન છો તો તેના માટે દૂધ તમને ફાયદો કરે છે તે તમારા ચહેરા ઉપર પડેલા ડાર્ક સર્કલને દુર કરવા માટે ફાયદો કરે છે. હેલ્થના નિષ્ણાંત એવું જણાવે છે કે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ રીતે સમસ્યા અલગ અલગ રીતે જોવા મળતી હોય છે.
બટાકાનો રસ અને દૂધ : તમે સૌથી પહેલા એક બટેકુ લો તમે તેને છીણીને તેને દબાવીને તેનો રસ કાઢી લો હવે તમે એક ચમસી ભરીને બટાકાનો રસ લો તથા એક ચમસી ભરીને તેમાં ઠંડુ દૂધ લો, આ બંનેને તમે મિક્સ કરી દ્યો હવે તમે એક કોટનનું પોતું લઈને તમારી આંખની નીચે તેને લગાવી દ્યો આ પોતું 15 થી લઈને 20 મિનીટ સુધી તેને ત્યાં એમનેમ રહેવા દ્યો ત્યારબાદ તેને ત્યાંથી હટાવીને તમારું મોઢું સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. આ ઉપાય તમે દિવસમાં ૩ વખત કરશો એટલે ખુબજ તમને ફાયદો થાય છે.
ગુલાબજળ અને દૂધ : તમે એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ અને ગુલાબજળ બરોબર મિક્સ કરીને તેનું જો તમે તેનાથી તમારો ચેહરો ધોવાથી તમને ખુબજ ફાયદો થાય છે તેના માટે તમારે મિશ્રણ કરેલા ગુલાબજળ અને દૂધમાં એક રૂ નું પોતું બોળીને પછી તમે તમારી આંખો ફરતે સારી રીતે ફેલાવીને રાખવાથી પડેલા ડાર્ક સર્કલમાંથી છુટકારો થાય છે આ રીતે તમારે 20 મિનીટ સુધી પોતું રાખવું આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ૩ દિવસ કરવાથી ફાયદો થાય છે.
ઠંડુ દૂધ : તમારા ચહેરા ઉપરના ડાર્ક સર્કલને દુર કરવા માટે ઠંડુ દૂધ ફાયદો કરે છે તેના માટે તમારે સૌથી પહેલા એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ લેવાનુ છે અને તેમાં કોટનના પોતાને પલાળીને રાખી મુકો હવે તમે તેને તમારી આંખ ઉપર એવી રીતે લગાવો કે તમારી આંખો બરાબર ઢાંકીએ જાય તમે તેને 20 મિનીટ સુધી એમનેમ રહેવા દ્યો ત્યારબાદ ચોખ્ખા પાણીની મદદથી ચહેરો ધોઈ નાખો આ ઉપાય પણ તમારે અઠવાડિયામાં ૩ વખત કરવાનો છે.
ગ્રીન ટી : ગ્રીન ટી બેગને લઈને તેને થોડી વાર પાણીમાં રાખી મુકો તમે હવે તેને ફ્રીઝમાં જામવા માટે મૂકી દ્યો જેવો બરફ જામી જાય એટલે તે ટી બેગને આંખોની નીચે 15 મિનીટ સુધી રાખી મુકો ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ નાખો જ્યાં સુધી તમને આંખોની નીચેના કુંડાળા સારા થવા ન લાગે ત્યાં સુધી આ પ્રયોગ તમે ચાલુ રહેવા દ્યો.
બદામ તેલ અમે દૂધ : તમે બદામ તેલ અને દૂધ આ બંનેને એક બરાબર સરખા ભાગે એક વાટકીમાં મિક્સ કરી દ્યો અને તેમાં કોટન બોલને પલાળી તે બોલને ડીપ કરો. આ કોટન બોલ બરોબર પલળી ગયા બાદ આ કોટન બોલ્સને આંખ ઉપર અને ડાર્ક સર્કલ ઉપર લગાડી દ્યો. 15 થી 20 મિનીટ સુધી બોલ્સને આંખ ઉપર રાખો ત્યારબાદ પાણીની મદદથી તેને ધોઈ નાખો ખુબજ ફાયદો થાય છે આ ઉપાય તમે દર બીજા દિવસે કરશો એટલે તમને ફાયદો થાય છે.
મધ, લીંબુ અને કાચું દૂધ : તમે એક ટેબલ સ્પુન પર કાચું દૂધ લો ¼ ચમસી જેટલો લીંબુનો રસ તેમાં મિક્સ કરી દ્યો. દૂધ જેવું ફાટી જાય એટલે તેમાં 1 ચમસી જેટલું મધ મિક્સ કરી દ્યો હવે તમે આ મિશ્રણથી આંખની આસપાસ ૩ થી 4 મિનીટ માટે મસાજ કરો હવે તેને 10 મિનીટ સુધી એમનેમ રહેવા દ્યો ત્યારબાદ તમે પાણીથી તમારો ચહેરો બરાબર ધોઈ નાખો જો તમે નિયમિતપણે આ ક્રિયા કરશો એટલે સારામાં સારો ફાયદો થાય છે.
ટામેટા : તમે તમારા ચહેરા ઉપરના ડાર્ક સર્કલને દુર કરવા માટે ટામેટાનો ઉપયોગ કરી શકો છો ટામેટા દરેક ઘરની રસોઈમાં વપરાઈ છે ટામેટા સ્વાસ્થ્યની સાથે સાથે તમારી ત્વચાને પણ ખુબજ ફાયદો કરે છે ટમેટા ડાર્ક સર્કલને દુર કરવા માટે પણ એક લાભદાઈ ઔષધી ગણવામાં આવે છે. તમે ટામેટાને રસમાં એક નાની ચમસી લીંબુનો રસ કાઢીને તેમાં મિક્સ કરી દેવો અને તેને હળવા હાથે આંખોની આસપાસ લગાડીને બરોબર મિક્સ કરી દ્યો અને તમે તમારા ચહેરા ઉપર લગાડી દ્યો 10 મિનીટ સુધી લગાડેલું રાખ્યા બાદ તેને પાણી થી ધોઈ નાખો આ પ્રયોગ તમારે 2 થી ૩ અઠવાડિયા સુધી નિયમિત કરવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી તમારી આંખો ફરતે પડી ગયેલા કાળા રંગના કુંડાળા અને ચહેરા ઉપર પડી ગયેલા ડાર્ક સર્કલને દુર કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.