શિયાળાની ઋતુમાં સૌથી વધુ શરદી, ઉધરસ, કફ જેવા રોગ આ ઋતુમાં થતા હોય છે તેમજ અમુક લોકો તો એવા હોય છે કે જેમને શરદી આ શિયાળાના ચારેય મહિના દરમિયાન રહેતી હોય છે માટે તેનો કઈ રીતે ઘરે બેઠા ઈલાજ કરવો તેના માટે અમે તમને એક શિયાળામાં જ થતું કંદમૂળ ખાઈને કરી શકાય તેના વિશે તમને માહિતી આપી દઈએ.
તો ચાલો આપણે તે કંદમૂળના નામ વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે બધા એ મૂળાનું નામ તો સાંભળ્યું જ હશે અને મૂળાનું સેવન પણ કર્યું જ હશે. મૂળાને શિયાળાનું કંદમૂળ કહેવામાં આવે છે. મૂળાનું સેવન કરતા પહેલા અમુક ખાસ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે મૂળા એ અમુક લોકોને માટે અમૃતનું કામ કરે છે તો અમુક લોકો એવા હોય છે કે જેમને માટે તે નુકશાન પણ કરે છે.

મૂળાના પાનની ભાજી, મૂળાનું અથાણું, મૂળાના પાંદડાની ડાળીનું અથાણું, મૂળાનો સલાડ તરીકે વગેરે રીતે તમે મૂળાનું સેવન કરી શકો છો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જયારે મૂળા ખાવા જઈ રહ્યા છો ત્યારે તે મૂળા કુણા હોવા જોઈએ, જો તમે ઘરડાં અને કડક મૂળાનું સેવન કરશો તો તમારા પેટમાં આફરો ચઢી જશે, ગેસની તકલીફ થશે, પાચન નહિ થાય વગેરે જેવી સમસ્યા ઉભી થશે.
તમે થોડા મૂળાની નાની નાની ચિપ્સ પાડી દ્યો અને પછી તેને ઘી માં શેકી નાખો ત્યારબાદ જો તેને ખાવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય છે કારણ કે મૂળામાંથી નીકળતા પિત્ત દોષને ઘી મારી નાખવાનું કામ કરે છે. મૂળાનું સેવન જે લોકોને વધુ પડતી એસીડીટી હોય છે તેમણે ક્યારેય પણ સેવન કરવું નહિ જો તેમણે મૂળા ખાવા હોય તો થોડા ઘીમાં તળીને ખાઈ શકે છે. મૂળાનું સેવન તમે સુકી હરસને દુર કરવા માટે પણ કરી શકો છો.
પથરી વાળા માટે મૂળાનું સેવન ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે પથરી વાળા લોકો મૂળાનું જ્યુસ કરીને તેનું સેવન કરશે તો તેનાથી પથરીમાં ફાયદો થાય છે તથા મૂળા ઉપર સિંધવ મીઠું અને ધાણા જીરું નાખીને મૂળાને ખાશે તો પણ ખુબજ લાભ થાય છે.
જે લોકોને કફ તેમજ શરદી ખુબજ વધુ પ્રમાણમાં હોય છે તેમને માટે મૂળાનું સેવન કરવું જ જોઈએ તેમને દરરોજ એક ડીસ ભરીને મૂળાને સુધારી નાખીને તેમાં થોડું સિંધવ મીઠું અને જીરું પાઉડર નાખીને તેની કચુંબર કરીને જો તેનું સેવન કરવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે તેમજ અંદર જામેલો બધો જ કફ બહાર નીકળી જાય છે અને શરદી પણ સાવ મટી જાય છે.
હવે તમે જયારે પણ મૂળાની ભાજી કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ભાજીનો વઘાર તલના તેલ અથવા તો ગાયના ઘી માં કરશો તો તેમાંથી વાયુ અને પિત્તનો દોષ સાવ દુર થઇ જાય છે.
મૂળા વધતા વજન ઘટાડવા માટે ખુબજ ગુણકારી છે કારણ કે મૂળો એ શરીરમાં રહેલી મેટાબોલીઝમ સીસ્ટમને વધારવાનું કામ કરે છે જે લોકોનું વજન વધારે હોય છે તે લોકોએ મૂળાને સૌથી પહેલા કાપીને તેના નાના નાના ટુકડા કરી નાખો અને મિક્સરની મદદથી તેનો રસ કાઢીને તેમાં થોડું પાણી ઉમેરી દ્યો અને એક ગ્લાસ જેટલો રસ તૈયાર કરો હવે તેમાં સિંધવ મીઠું નાખો, જીરું પાઉડર નાખો, અડધુ લીંબુ એટલે કે એક ચમસી જેટલો લીંબુનો રસ નાખો અને તેમાં એક ચમસી જેટલું મધ નાખો હવે આ બનાવેલા મિશ્રણને તમારે બરાબર હલાવીને તેને પીઈ જવાનું છે.
તમારે એક કલાક સુધી બીજું કઈ પણ લેવાનું નથી આમ કરવાથી તમારા વજનમાં ખુબજ ઘટાડો થાય છે. તમને શિયાળાના 4 મહિના સુધી મૂળા ભરપુર મળી રહેશે તે સમય દરમિયાન જો તમે આ રીતે મુળાનું જ્યુસ બનાવીને તેનું સેવન કરશો તો તમારો વજન સાવ કંટ્રોલમાં આવી જાય છે.
આયુર્વેદના કહ્યા અનુસાર મૂળા મોગરી અને દહીં બપોર પછી નહિ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂળાની કોઇપણ વસ્તુનો ઉપયોગ બપોર સુધી જ કરવો મોડામાં મોડું બપોરના 2 વાગ્યા સુધી જ કરવો ત્યારબાદ મૂળાનો ઉપયોગ કરવો નહિ જે શરીર માટે નુકશાન કરે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી શિયાળામાં કંદમૂળ તરીકે મૂળાનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે માહિતી આપી.