આજકાલની ભાગદોડ વાળી લાઈફ સ્ટાઈલમાં દરેક લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. અને પોતાનું કામ કેવી રીતે જલ્દી પતાવવું એના ઉપાય શોધતા રહેતા હોય છે. અને, એવામાં નોકરિયાત મહિલાઓ રસોડામાં કઈ રીતે જલ્દી જલ્દી કામ પૂર્ણ કરી લઇ ને ફ્રી થઇ શકાય એ માટેના તામર પ્રયત્નો કરતી હોય છે.
ઈડલી કે ઢોસાનું ખીરું પાતળું બની ગયું છે: જો તમે ડીનરમાં ઈડલી કે ઢોસા બનાવવાનુ આયોજન કરતા હોવ, અને એનું ખીરું જાતે ખરે બનાવો છો. અને બનાવતી વખતે જો એ ઈડલી કે ઢોસનું ખીરું પાતળું બની ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. તરતજ તેમાં, જરૂરિયાત પ્રમાણેનો રવો મિક્સ કરી દેવો જેથી કરી ને ઈડલી કે ઢોસાનું ખીરું તમારી જરૂરિયાત મુજબ ઘટ્ટ બની જશે. અને, તમે સ્વાદિષ્ટ ઈડલી કે ઢોસાની મહેફિલ માણી શકશો.
ફરસી પુરીમાં મરી અને જીરું ચોટેલું રહેતું નથી: બાળકોને ભાવતી એવી ફરસી પુરી ઘણી ગૃહિણી ઘરે બનાવતી હોય છે. પણ ઘણીવાર એનો સ્વાદિષ્ટ મસાલો એવા મરી અને જીરું પુરી પર ચોંટેલા રેહતા નથી. એનું સમાધાન પણ છે. જો તમે જાતે ઘરે ફરસી પૂરી બનાવતા હોવ તો બનાવતી વખતે મેંદાના લોટમાં જીરૂ, મરીનાં ભૂકાને અને મીઠાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવવો. અને, તેજ પાણીથી ફરસી પુરીનો લોટ બાંધવાથી મરી અને જીરૂ પુરી પર ચોંટેલા રહેશે.
ભાજી રાંધતી વખતે લીલીછમ રહેતી નથી: ઘણીવાર લીલી ભાજી રસોઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનો કલર સહેજ બદલાઈ જાય છે. થોડી શ્યામ થઇ જતી હોય છે. એનો લીલો કલર જળવાતો રહેતો નથી. પણ, જો તમે પાંદડાયુક્ત ભાજી રાંધતી વખતે તેમાં સહેજ ચપટી ખાવાના સોડા તેમજ મીઠું નાખશો તો ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે. અને સ્વાદિષ્ટ પણ લાગશે.
જો ભાત બળી જાય તો શું કરવું: ઘણીવાર ભાત બનાવતી વખતે ઉતાવળમાં રાંધવા માટે મુકેલી ચોખાની તપેલી કે કુકરનો ગેસ બંધ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. અને, તેના કારણે ભાત તપેલી કિએ કુકરમાં ચોંટીને બળી જતાં હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે તાત્કાલિક ગેસને બંધ કરીદો. ત્યાર બાદ એ બધાજ ભાતને ઉપર ઉપરથી એક અલગ વાસણમાં કાઢી લો. અને, તે ભાતને પંખાની નીચે ખુલ્લા મૂકી દો, આમ કરવાથી ભાતમાંથી આવતી બળવાની વાસ જતી રહેશે.
દાળ બનાવતી વખતે મીઠું વધુ પડી જાયતો શું કરવું: જયારે પણ દાળ બનાવતાં હોઈએ ત્યારે ઘણી વાર અજાણતા દાળમાં મીઠું વધારે પડી જતું હોય છે. જેનાથી, દાળનો ટેસ્ટ બગડી જતો હોય છે. જો તમારાથી પણ કોઈક વાર દાળમાં મીઠું વધારે પડી જાય તો ચિંતા કર્યા વગર તેમાં લીંબુનો રસ ઉમેરીદો. દાળમાં રહેલી વધારાની ખારાશ દૂર થઇ જશે.
ડુંગળી કાપ્યા બાદ હાથમા ડુંગળીની ગંધ રહી જાય છે: ડુંગળીનો સલાડ કે શાકભાજી બનાવતી વખતે કાપેલી ડુંગળીની ગંધ આપણા હાથમાં રહી જતી હોય છે. અને એ ગંધ તીવ્ર હોવાને કારણે હાથમાંથી વાસ આવતી હોય છે. હાથમાંથી વાસ આવતી તે તીવ્ર ગંધને દૂર કરવા માટે, હાથમાં થોડો બેકિંગ સોડા લઈમને હાથને બરાબર રીતે ઘસો અને ત્યારબાદ હાથને ધોઈ લો. આમ કરવાથી હાથમાંથી ડુંગળીની તેમજ દરેક પ્રકારની શાકભાજીની ગંધને દૂર કરશો.
લીલા વટાણા નું શાક કરીએ ત્યારે વટાણા ચીમળાઈ જાય છે: તમને ખબર હસે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો.
ખુબ વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો શું કરવું: જો, વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો સૌ પ્રથમ ટામેટાનો રસ કાઢીલો. ત્યારબાદ, એ રસને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝ માં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગ માં ભરી ફ્રીઝ માં રાખી મૂકો. ગ્રેવી, સોસ, અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.
રોટલીનો લોટ કુણો બંધાતો નથી તો શું કરવું: ઘણીવાર બહેનોથી રોટલીનો લોટ કઠણ બંધાઈ જતો હોય છે. અને એ કઠણ લોટ વાળી રોટલી ખાવામાં મજા નથી આવતી. રોટલીનો લોટ બંધાવની પણ એક કળા છે. રોટલીનો લોટ જેટલો સ્મૂધ બંધાયો હોય એટલીજ રોટલી પોચી અને સ્વાદિષ્ટ બને છે. રોટલીનો લોટ સ્મૂથ બનાવવો હોયતો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવીદો. જેનાથી લોટ કુણો બંધાશે તેમજ રોટલી પાતળી વણાશે અને રોટલી સુકાશે નહીં.
વાસી ભાતને તાજા બનાવવા માટે શું કરવું: સવારના વાસી ભાતને તાજા બનાવવા હોય તો, વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા ત્યારબાદ તેની ઉપર નવા તાજા ભાત મૂકવા જેથી, નવા તાજા ભાતની સાથે સાથે વાસી ભાત પણ તાજા બની જશે.
માહિતી સારી લાગી હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો!