આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે. આ એક એક વસ્તુ આપણા માટે ઔષધ સમાન છે. આ વસ્તુના ફાયદા એટલા બધા હોય છે કે આપણે આ ફાયદાઓ જાણતા પણ નથી. જો આપણા રસોડામાં રહેલી આવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અદભુત ફાયદો મળે છે. આમાંથી ઘણી બધી વસ્તુઓ તો એવી હોય છે કે તે દવા કરતા પણ ઉપયોગી છે.
આવી જ એક વસ્તુ છે તમાલ પત્ર. આ તમાલ પત્રનો ઉપયોગ આપણે દાળમાં વઘાર માટે કરીએ છીએ. આ એક એવા પાંદડા છે કે તેના ગુણ કોઈ ઔષધીથી ઓછા નથી. આ તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. તે પ્રાચીન કાળથી જ તેનો ઉપયોગ લીવર, આંતરડા અને કીડનીની સારવારમાં થતો રહ્યો છે.
આ પાંદડાનો ઉપયોગ ઘણા લોકો જ્યારે મધમાખી કરડે ત્યારે કરતા હોય છે. આ સિવાય તેનો ઉપયોગ શરીરમાં થતા નાના મોટા અનેક રોગોમાં થાય છે. આ તમાલ પત્ર માનસિક રોગોમાં પણ ઉપયોગી છે. જેમાં તમાલ પત્ર તણાવ દૂર કરવામાં ઉપયોગી છે. તમાલ પત્ર એક એરોમેટિક હોય છે. જેનો સ્પા વગેરે થેરાપીમાં ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર બધા જ લોકો માટે ઉપયોગી છે.
તમાલ પત્ર તમે રીલેક્સ થવામાં કરી શકો છો. તમાલ પત્રમાં એવા ગુણ હોય છે. જેનાથી આજુબાજુ એનર્જી ફેલાય છે. આ તમાલપત્રનો ઉપયોગ તમે તમાલ પત્રને કોઈ વાસણમાં નાખીને સળગાવવા. તમે આ તમાલ પત્રને સળગાવીને કોઈ તમારા રૂમમાં બધી જ જગ્યાએ ધુમાડો લાગે એ રીતે મૂકી દેવા. આ પાંદડા સળગીને જયારે ધુમાડો 15 મિનીટ સુધી તમે રૂમમાં રાખશો તો એક રીલેકસ સુગંધ આખા રૂમાં ફેલાઈ ગઈ હશે. જેનાથી તમને ખુબ જ સારી એવી ઉર્જા મહેસુસ થશે અને તમને સ્ફૂર્તિ મળશે.
ઘણી દવાઓ બનાવવામાં પણ આ તમાલ પત્રનો ઉપયોગ થાય છે. ખાસ કરીને હાલમાં તમાલ પત્ર એક ભારતીય મસાલાનો એક ભાગ છે, જેના પરથી દવા બનાવવા કે ખાવામાં કોઈ પણ પ્રકારે આડઅસર પણ કરતું નથી. આ તમાલ પત્રનો ઉપયોગ આયુર્વેદમાં આપણે ત્યાં વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.
આ તમાલ પત્રના ઉપયોગીથી શરીરમાં રહેલી નાની મોટી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ બીમારીઓને દૂર કરવામાં તેને યોગ્ય પ્રમાણમાં દવા બનાવીને ઉપયોગ કરવાથી ફાયદો રહે છે. આ તમાલ પત્ર ખાસ તો ડાયાબીટીસની દવા માનવામાં આવે છે. આ માટે તમાલ પત્રનો પાવડર બનાવી લેવો અને આ પાવડર દરરોજ પાણી સાથે સવારે ખાલી પેટ લેવાથી ડાયાબીટીસ દૂર થાય છે. આ રીતે દિવસમાં ત્રણ વખત તમાલ પત્રનો ઉપયોગ કરવો જોઈએ.
તમાલ પત્રનો ઉપયોગ મગજને તેજ કરવા માટે પણ થાય છે. તમાલ પત્રના નિયમિત ઉપયોગથી યાદશક્તિ વધે છે. તમાલ પત્રનો ઉપયોગ કરવામાં આવે તો યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. માટે તમાલ પત્રને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. જે લોકો તમાલ પત્રનો ખાવામાં ઉપયોગ કરે છે તેવા લોકોને મગજના રોગો થતા નથી. જેમાં મગજની અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર રહે છે. યાદ શક્તિ વધારવામાં પણ તમાલ પત્ર ખુબ જ ઉપયોગી છે. જે બાળકોને ભણવામાં યાદ રાખવાની સમસ્યા હોય તેવો આ તમાલપત્રનો ઉપયોગ કરી શકે છે. તમાલપત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાંદડા છે, જેનો અનેક સમસ્યામાં ઉપયોગ થઇ શકે છે.
આ સિવાય શરદી અને ઉધરસનાં ઇલાજમાં પણ આ તમાલપત્ર ઉપયોગી છે. તમાલ પત્રનો ઉપયોગ કરીને શરદી અને ઉધરસને મટાડી શકાય છે. આં માટે જો તમને શરદી અને ઉધરસ થાય તો તમાલ પત્રના થોડા પાંદડાને લઈને તેને ખાંડીને તેમાં એક થી બે પાંદડા તુલસીના નાખીને તેને ગરમ કરીને પીવાથી શરદી અને ઉધરસ ઠીક થઇ જાય છે.
જે લોકોને પેટમાં આફરો ચડ્યો હોય, પેટમાં અરુચિ હોય, મંદાગ્ની હોય કે પેટ ફૂલતું હોય. આ બધી જ વસ્તુઓમાં તેના પાંચ ગ્રામ પાંદડાને ઉકાળીને તેમાં થોડુક આદુ નાખીને કે આદુનો ટુકડો નાખીને તેને પકાવી લેવું. જયારે તેનો ઉકાળો બની જાય ત્યારે તેમાં થોડી માત્રામાં મધ ભેળવીને, સવારે અને સાંજે સેવન કરવાથી ખુબ જ લાભ મળે છે. જેનાથી નિશ્વિત રૂપથી પેટનો આફરો મટી જાય છે. પેટની પાચન શક્તિમાં તેમજ પેટ ફૂલી જવું વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.
આમ, આ તમાલ પત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાન છે. જેનો ઉપયોગ આ રીતે કરવાથી શરીર સંબંધી ઘણી બધી સમસ્યાઓ ઠીક કરી શકાય છે. આ ઉપયોગ કરવાથી શરીરમાં આવનારી ઘણી તકલીફો અને શરીરના રોગો ઠીક થાય છે. માનસિક રોગો દૂર થાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.