અમે તમને આજે આગામી દિવસોમાં આવી રહેલી લગ્નની સીઝનમાં જો તમે મેકઅપ કરીને તમારો ચહેરો ચમકાવવા માંગતા હોવ તો ઘરે બેઠા દેશી ઉપાય કરીને તમે તમારો ચહેરો ચમકાવી શકો તેવા કેટલાક ઉપાયો તમને જણાવી દઈએ.
તમારો ચહેરો આ સારા અને સસ્તા ઉપાયો અજમાવવાથી બનશે એકદમ સુંદર અને ચમકતો. તમે જાણો જ છો કે જયારે લગ્નની સીઝન શરુ હોય ત્યારે બધા જ લોકોને સુંદર દેખાવું ગમતું હોય છે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે આ દિવસે લોકોનું ધ્યાન તેમની તરફ જ હોય આ સમયે તમે બહુ મોંઘા મેકઅપ વાપરવાને કરતા તમે જો આ ઘરેલું વસ્તુનો ઉપયોગ કરશો તો તમારા ચહેરા ઉપર સારો એવો નિખાર આવે છે આ સાથે જ તે તમારા વાળને પણ સિલ્કી અને શાઈની બનાવે છે.
ટામેટા, મધ અને ફુદીનો : તમારે એક બાઉલમાં ટામેટાનો રસ કાઢી લેવાનો છે અને તેમાં એક ચમસી ભરીને ફૂદીનાનો રસ લેવાનો છે તથા અડધી ચમસી જેટલું મધ લેવું આ બધીજ વસ્તુઓને મિક્સ કરીને તેનો પેસ્ટ બનાવી લેવો ત્યારબાદ તમારા ચેહરા ઉપર આ પેક લગાડી દેવો અને 15 મિનીટ બાદ પાણીથી તમારો ચેહરો ધોઈ નાખવો.
દહીં અને કાકડીનો રસ : તમે એક વાટકીમાં થોડું દહીં એકઠું કરી દ્યો અને થોડો કાકડીનો રસ એકઠો કરો આ બન્નેને બરાબર મિક્સ કરીને તમારા ચેહરા ઉપર માલીશ કરો અને 20 મિનીટ બાદ ચહેરાને પાણીની મદદથી ધોઈ નાખો તથા ૩ થી 4 દિવસ સુધી આ મિશ્રણ નિયમિત લગાડતા રહો તમારા ચહેરા ઉપર સારી એવી ચમક આવી જશે.
હળદર, ચંદન અને ગુલાબજળ : તમે તમારા ચહેરાને સુંદર કરવા માટે એક ચમસી ચંદન પાઉડર લો તથા અડધી ચમસી હળદર અને થોડું ગુલાબજળ લો આ લીધેલી બધી જ વસ્તુને તમે એક બાઉલમાં બરાબર મિક્સ કરી દ્યો હવે તમે તમારા ચહેરા ઉપર આ બધી જ વસ્તુને લગાડી દ્યો 10 મિનીટ સુધી એમનેમ લગાડેલી રહેવા દ્યો અને ત્યારબાદ ઠંડાપાણીથી તમારો ચહેરો ધોઈ નાખો જે લોકો તૈલી ત્વચા ધરાવે છે તેમને માટે આ ઉપાય ખુબજ ફાયદો કરે છે.
હળદર અને નારંગી : 2 ચમસી જેટલી હળદર લો અને તેમાં નારંગીનો રસ કાઢીને મિક્સ કરીને તેને હલાવી નાખો ત્યારબાદ તમારો ચહેરો સારા પાણીથી ધોઈ નાખો તેનાથી તમારા ચહેરા ઉપર સારી એવી ચમક આવી જશે.
માથાના વાળ માટે ઘરેલું ઈલાજ : તમારે માથાના વાળમાં શેમ્પુ કે કંડીશનરનો ઓછામાં ઓછો 1 વખત કે 2 વખત ઉપયોગ કરવો જોઈએ તમે વાળને ચમકદાર બનાવવા માટે ગરમ કરેલા તેલથી માલીસ કરો. તમે ઈંડાની જર્દીનો પણ ઉપયોગ કરી શકો છો તથા વાળમાં ચમક લાવવા માટે તમે કંડીશનરનો પણ ઉપયોગ કરી શકો છો.
હાથ-પગની આ રીતે દેખરેખ રાખવી : તમે તમારા હાથ-પગની દેખરેખ માટે ઘરે જ આ પ્રયોગ કરી શકો છો તમે ગરમ પાણી એક ટબમાં કરી દ્યો હવે તેમાં ગ્લીસરીન, લીંબુનો રસ, ગુલાબજળ અને શેમ્પુને મિક્સ કરી દ્યો હવે તમે 15 થી 20 મિનીટ તમારા હાથ-પગને પાણીમાં જ રહેવા દ્યો. ત્યારબાદ કોલ્ડક્રીમની મદદથી હાથ પગ ઉપર માલીશ કરો તેનાથી તમારા હાથ પગ એકદમ સ્વચ્છ દેખાઈ જશે.
જે યુવતીના લગ્ન હોય છે અને તે યુવતી દુલ્હન બનવાની છે તેમને યોગ્ય અને સંતુલિત ભોજન કરવું જોઈએ તથા તેમને નિયમિતપણે કસરત પણ કરવી જોઈએ તેમને તાજા ફ્રુટ્સ અને શાકભાજી ખાવા જોઈએ વધુ પડતું પાણી પીવું જોઈએ આમ તમે તમારી સ્કીનની સારી રીતે જાળવણી રાખી શકો છો.
તમે રાત્રે સુતા પહેલા તમારી સ્કીનને સ્વચ્છ કરો અથવા તો મોઈશ્યર ક્રીમ લગાવી દ્યો. તેના માટે તમારે સૌથી ઉત્તમ ઔષધી તરીકે મધનો ઉપયોગ કરી શકો છો તમે મધથી તમારા ચહેરા ઉપર ફેશિયલ કરશો તો ચહેરો એકદમ સુંદર બને છે.
મધથી ફેશિયલ કરવાથી ખુબજ ફાયદો થાય છે, તમે મધથી ફેશિયલ કરી લીધા બાદ તમારા ચહેરાને પહેલા તો થોડું પાણી ગરમ કરો અને તેમાં કોટનના કપડાને પલાળીને સહેરો સાફ કરી નાખો. તેમ કરવાથી તમારા ચહેરામાં અમુક રોમ છીદ્રો ખુલી જાય છે ત્યારબાદ મધને તમારા ચહેરા ઉપર સ્પ્રેડ કરો અને 20 મિનીટ સુધી એમનેમ રહેવા દો હવે કોટનના કપડાને ગરમ પાણીમાં ધોઈને ફરીથી તમારો ચહેરો સાફ કરી નાખો હવે તમે ઠંડા પાણીની મદદથી ચહેરો સાવ ધોઈ નાખો. આ રીતે તમે એક અઠવાડીયામાં 1 વખત લગાડવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા કઈ રીતે ઘરેલું નુસ્કાઓ કરીને મેકઅપ કરી શકો તેના વિશે જરૂરી માહિતી આપી.