આજે અમે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તેના વિશે વાત કરીએ તો તે છે શિયાળામાં સાથી વધુ ખવાતું અને સારા એવા પ્રમાણમાં જેનું ઉત્પાદન થતું હોય તેવા એક ઔષધી વિશે મારે તમને વાત કરવી છે. જે લોકોને લોહીની ખામી હોય તથા હિમોબ્લોબીનનું જેને પ્રમાણ પણ ઓછુ હોય તે લોકોએ આનું એક વખત શાક બનાવીને ખાઈ લેશે એટલે તેમને ખુબજ ફાયદો થાય છે.
તો ચાલો તેના નામ વિશે પરિચય મેળવી લઈએ આજે અમે જેના વિશે માહિતી આપવાના છીએ તે છે રીંગણ. આયુર્વેદના કહ્યા પ્રમાણે રીંગણને લોહીનો ફુવારો કહેવામાં આવે છે કારણ કે રીંગણમાંથી બધા જ શાકભાજી કરતા સૌથી વધુ પ્રમાણમાં લોહતત્વ મળી રહે છે. જે લોકોને લોહીના ટકા ઓછા તથા હિમોબ્લોબીનનું પ્રમાણ 10 ટકા કરતા ઓછુ હોય તેમને રીંગણનું સેવન કરવાથી મળી રહે છે. શિયાળાની ઋતુમાં રીંગણ સૌથી વધુ પ્રમાણમાં મળી રહે છે.
વાત કરીએ રીંગણના પ્રકારની તો રીંગણ મુખ્ય ૩ પ્રકારે જોવા મળે છે 1) ચરલી રીંગણ એટલે તે લાંબા અને પાતળા આવે છે, 2) ભટ્ટા રીંગણ આપણે તેને ગુલાબી રીંગણ કહીએ છીએ જેનો માર્કેટમાં સૌથી વધુ ભાવ હોય છે, ૩) રવૈયાના રીંગણ આ રીંગણના તમે રવૈયા ભરીને પણ ખાઈ શકો છો જે આંગળી જેવા રીંગણ આવે છે.
રીંગણમાંથી તમે રીંગણનું ભડથું, આખા રીગણનું શાક, સૂપ, વગેરે બનાવી શકો છો. જો તમે રીંગણનું શાક બનાવીને ખાશો તો પેશાબ છુટ આવે છે અને પથરીને પણ દુર કરે છે. રીંગણની પોટીસ બનાવીને તેને ગુમડા ઉપર બાંધવાથી ગુમડું જલ્દીથી રુઝાઈ જાય છે. જે લોકો ગેસની સમસ્યા ધરાવે છે તે લોકો રીંગણના શાકનુ સેવન કરે તો તેમને ખુબજ ફાયદો થાય છે અને ગેસની તકલીફમાંથી સાવ છુટકારો થાય છે.
રીંગણ હાડકાને મજબુત બનાવે છે કારણ કે રીંગણમાં આયર્નની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી જો તમે તેનું સેવન કરશો તો હાડકા માટે ખુબજ ફાયદો કરે છે તેમજ રીંગણ માંથી પોટેશિયમનું પ્રમાણના મળી રહેતું હોવાથી ફાયદો કરે છે અને તેમાંથી કેલ્શિયમની માત્રા પણ સારી એવી મળી રહે છે.
કોને કોને રીંગણનું સેવન ન કરવું જોઈએ: જે લોકો પિત્તની પ્રકૃતિ ધરાવે છે તથા તેમને વધુ પડતું એસીડીટીનું પ્રમાણ હોય તથા જેને છાતીમાં બળતરા થતી હોય તથા જેને હોજરીમાં ચાંદા હોય તથા જેને આંતરડામાં ચાંદા હોય તથા જેને પાઈલ્સ, મસાં, ફીચર અને ભગંદર વાળા લોકોએ ક્યારેય પણ રીંગણનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે આવા લોકો જો રીંગણનું સેવન કરશે તો તેમને તે શરીરમાં પોઈઝન સમાન સાબિત થાય છે.
જો તમને કોઇપણ પ્રકારની એલર્જી હોય તો તમે રીંગણનું સેવન કરો છો તો તે સમયે તમારે રીંગણ ખાવું જોઈએ નહિ, જો તમે રીગણને તળીને પછી તેનું સેવન કરશો તો તે શરીર માટે નુકશાન કરે છે અને વજન વધવાની શક્યતાઓ રહે છે તેમજ હદયને પણ નુકશાન કરે છે.
પિત્તની પ્રકૃતિ સિવાય જે લોકોને વાયુ અને કફની પ્રકૃતિ છે તેવા લોકો રીંગણનું ભરપેટ સેવન કરી શકે છે તેમને કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ લોકો શિયાળામાં દરરોજ રીંગણનું શાક ખાશે તો તેનાથી તેમના શરીરમાં હિમોબ્લોબીનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહેશે.
આ રીતે રીંગણનું સેવન કરશે તો તેમના લોહીના ટકા વધશે અને લોહીના ટકા વધવાથી તેમના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાથી તમારા શરીરમાં આવતા રોગો નહિ આવે. તમને શિયાળાના 4 મહિના તાજા અને સસ્તા રીંગણ મળી રહેશે એટલે તમે પેટ ભરીને આ રીંગણનું સેવન પણ કરી શકશો.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી રીંગણનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે માહિતી આપી.